
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
રાજકોટ રેંજની ટીમે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પરથી અલગ અલગ હોટલમાંથી પેટ્રોલીયમ પ્રવાહીનો ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ કરતા ૪ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી રૂ ૨૭.૪૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
રાજ્યમાં ચાલતી પેટ્રોલીયમ પ્રવાહીના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ અટકાવવા રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહની સુચનાથી રેન્જમાં આવતા જિલ્લાઓમાં એલસીબી, એસઓજી ટીમ અને રેંજ ટીમ કાર્યરત હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રીથી ચોટીલા જવાના હાઈવે પરથી શેર એ પંજાબ હોટેલ અને નાગરાજ હોટલ અંદરના ભાગે ગુપ્ત ટાંકો બનાવી ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહી વેચાણ કરાતું હોવાની બાતમીને આધારે મોરબી ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય અને વાંકાનેર તાલુકા પીએસઆઈ પી જી પનારા સહિતની ટીમે હોટેલ ચેક કરતા સ્થળ પરથી પેટ્રોલીયમ પ્રવાહી ૨૪૦૦ લીટર કીમત રૂ ૨,૩૦,૨૦૦ અને ટ્રક નંગ ૦૨ કીમત રૂ ૨૦ લાખ અને એક કાર કીમત રૂ ૫ લાખ, ૨ મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર અને હેન્ડ પંપ કીમત રૂ ૧૦૦૦ મળીને કુલ રૂ ૨૭,૪૧,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરાયો છે

તેમજ આરોપી કોડીબા ઘોડીબા વાઘમારે, મારૂતિ જયસિંગ નાગે રહે બંને મહારાષ્ટ્ર, સુરેશ વજાભાઇ ચોવીસીયા રહે ખેરડી તા.ચોટીલા, અનીતકુમાર અરૂણ મંડલ રહે ખેરડી તા. ચોટીલા એમ ચાર આરોપીને ઝડપી લીધા છે તો આરોપી યુવરાજ કનુભાઈ ધાધલ રહે ચોટીલા અને રવુભાઇ ભોજ્ભાઈ ધાધલ રહે ચોટીલા એમ બે આરોપી નાસી ગયા હતા જેથી ચોટીલા પોલીસ મથકમાં ગુન્હો નોંધી તેમજ ઝડપાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને મુદામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે







Total Users : 9762
Total views : 11426
Who's Online : 0