Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ પોલીસ કમિશ્નર તોડકાંડમા પડઘા, પાડાના વાંકે પખાલીને ડામ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ના તમામ 8 PSI ની બદલી, PI ને ગાંધીનગર ભેગા કરાયા

રાજકોટ પોલીસ કમિશ્નર તોડકાંડમા પડઘા, પાડાના વાંકે પખાલીને ડામ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ના તમામ 8 PSI ની બદલી, PI ને ગાંધીનગર ભેગા કરાયા

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

રાજકોટ પોલીસ કમિશ્નર તોડકાંડમા પડઘા, પાડાના વાંકે પખાલીને ડામ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ના તમામ 8 PSI ની બદલી, PI ને ગાંધીનગર ભેગા કરાયા

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

રાજકોટના પોલિસ કમિશનર મનોજ અગ્રવાલના કથિત તોડકાંડ સહિત હપ્તાવસુલીના આરોપને કારણે રાજ્યના પોલીસ બેડા અને તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ મોટી કાર્યવાહી કરી દીધી હોવાના અહેવાલ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ના તમામ પીએસઆઈની બદલી કરી દેવામાં આવી છે. તમામ પીએસઆઈને અસંવેદનશીલ વિસ્તારોમાં બદલી કરી દેવાઇ છે.
અમુક PSI રાજકોટ બહાર અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.

ક્રાઇમબ્રાંચના પીઆઇ વિરલ ગઢવીની પણ બદલી કરી દેવાઇ છે. વડોદરામાં આવેલી પોલીસ ટ્રેનિંગ સ્કુલ ખાતે વિરલ ગઢવીને પોસ્ટિંગ અપાયુ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે આ કેસમાં તપાસ કરવા માટે આદેશ આપ્યા હતા. એક સાથે રાજકોટનાં તમામ પીએસઆઇઓની બદલી કરવામાં આવી હતી. તમામ રાજકોટ શહેરનાં પીએસઆઇઓની બદલી કરાઇ હતી. ધાખડા પ્રવિણભાઇ માધુભાઇ (વડોદરા શહેર), જાડેજા વનરાજસિંહ જશુભા (સુરત શહેર), ઝાળા મયુરધ્વજસિંહ મહેન્દ્રસિંહ (પશ્ચિમ રેલવે અમદાવાદ), રબારી મહેશભાઇ વાલજી ભાઇ (પશ્ચિમ રેલવે વડોદરા), જેબલીયા પૃથ્વીરાજ બાભલુભાઇ(વડોદરા શહેર), ખાચર જયરાજભાઇ અકુભાઇ(કચ્છ પશ્ચિમ), અંસારી મહમદઅસ્લમ શૌકતઅલી (વડોદરા ગ્રામ્ય), પંડ્યા તુષાર બકુકભાઇ (તાપી-વ્યારા) અને પોલીસ ઇન્સપેક્ટર આર. વાય રાવલની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રાજ્યસભા સાંસદ રામ મોકરિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર અને રાજકોટ ક્રાઇમબ્રાંચ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સાંસદ અને ધારાસભ્યએ પોલીસ અને પોલીસ કમિશ્નર વિરુદ્ધ ફરિયાદ કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત સાંસદ અને ધારાસભ્યની ફરિયાદના પગલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ દોડતા થયા હતા.


રાજકોટ પોલીસ કમિશ્નર તોડકાંડમા પડઘા, પાડાના વાંકે પખાલીને ડામ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ના તમામ 8 PSI ની બદલી, PI ને ગાંધીનગર ભેગા કરાયા

Related posts

હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,
લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ

Ritesh Parmar

જામનગરમા ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ટ્રાફીક પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો, પોલીસકર્મી દાખલ,

Ritesh Parmar

મોડાસા – નડિયાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક સાથે ત્રણ વાહનોમાં જોરદાર ટક્કર! ત્રણેય વાહનોમાં લાગી વિકરાળ આગ, 6 લોકોના મોતની આશંકા! 12 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગી, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment