Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પંચમહાલ / સેલ્યૂટ અભયમ ટીમ, ગોધરામાં પિતરાઈ ભાઈ સાથે લગન કરવાની હઠે ચઢેલી યુવતીને સાચી સમજણ આપી આપઘાત કરતા અટકાવી, માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો

પંચમહાલ / સેલ્યૂટ અભયમ ટીમ, ગોધરામાં પિતરાઈ ભાઈ સાથે લગન કરવાની હઠે ચઢેલી યુવતીને સાચી સમજણ આપી આપઘાત કરતા અટકાવી, માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો

Our Visitor

009769
Total Users : 9769
Total views : 11438
Who's Online : 0

પંચમહાલ / સેલ્યૂટ અભયમ ટીમ, ગોધરામાં પિતરાઈ ભાઈ સાથે લગન કરવાની હઠે ચઢેલી યુવતીને સાચી સમજણ આપી આપઘાત કરતા અટકાવી, માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

પંચમહાલઃ સામાન્ય રીતે યુવક યુવતીઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાવવો એ સામાન્ય બાબત છે. જોકે, ક્યારેક લોકો પ્રેમમાં એટલા બધા પાગલ બની જાય છે કે સંબંધોની મર્યાદા પણ જાળવતા નથી. આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લાના ગોધરામાં પ્રકાશમાં આવી છે. પંચમહાલ જિલ્લામાં આવા જ એક પીડિત મા- બાપના વ્હારે સરકારની અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ આવતાં તેઓના જીવમાં જીવ આવ્યો છે.

પરિવાર વિરુદ્ધ જઈ પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવાની જીદે ચડેલી યુવતી અભયમ ગોધરા દ્વારા કાઉન્સિલગથી હવે પ્રેમની બેભાન અવસ્થામાંથી સભાન થઈ છે.

પંચમહાલના ગોધરામાં બે દીકરીઓની માતાએ પોતાની પુત્રીની જીદથી હારી થાકી 181 મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. માતાએ રડમસ બની અભયમ ટીમને પોતાની આપવિતી જણાવી હતી કે,તેમની યુવાન દીકરી પોતાના કુટુંબના ભાઈ સાથે લગ્ન કરવા જીદ કરે છે અને એમ નહિં કરવા જણાવતાં દીકરી આપઘાતની ધમકી આપે છે.

એકવાર ઘરેથી આત્મહત્યા કરવાનું જણાવી નીકળી ગઈ હતી. જેને માંડ સમજાવી ઘરે લાવવામાં આવી હતી અને સમજી જવા તક આપી હતી. જેના થોડા જ દિવસોમાં પોતાની દીકરીએ તેના પિતરાઈ ભાઈ સાથે ટેલિફોનિક સંપર્કો શરૂ કરી દીધા હતા અને લગ્ન કરવાની જીદે ચડી હતી જેથી અભયમ દ્વારા મદદ કરવામાં આવે તો સમાજમાં પોતાની ઈજ્જત સચવાઈ રહે એવા આશયથી મહિલા હેલ્પલાઈન 181નો સંપર્ક કર્યો હતો.

જે આધારે અભયમ રેસ્ક્યુ ટીમ કોલ મળતાં ટીમ ગોધરા સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવતીનું અસરકારક કાઉન્સેલિંગ શરૂ કર્યુ હતું. દરમિયાન પ્રારંભિક તબક્કામાં યુવતી પ્રેમના નશામાં ધૂત જોવા મળી હતી અને લગ્ન કરવાની જીદ સાથે અડગ જોવા મળી હતી. પરંતુ અભયમ ટીમે સહજતા પૂર્વક પોતાના પ્રયાસ જારી રાખતાં અભયમ ટીમે યુવતીને આ લગ્ન પરિવાર શા માટે મંજૂરી આપતા નથી તે અંગે વિગતે કાઉન્સેલિંગ કરી તેણીને સમજાવ્યું હતું.

પંચમહાલ / સેલ્યૂટ અભયમ ટીમ, ગોધરામાં પિતરાઈ ભાઈ સાથે લગન કરવાની હઠે ચઢેલી યુવતીને સાચી સમજણ આપી આપઘાત કરતા અટકાવી, માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો

Related posts

લીંબડી -અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,પદયાત્રી સહીત 2 લોકોના મોત, 2 ગંભીર,

Ritesh Parmar

છારાનગર પોલીસ દમન કેસ મામલો!
આજે મેટ્રો કોર્ટમાં પી.એસ. આઈ. ધીલ્લોન હાજર રહેતા કોર્ટે માંગ્યા જામીન:
IPS અશોક યાદવ ,સ્વેતા શ્રીમાળી સહિત, PI વિરાણી, PSI મોરીએ હાજર નહિ રહેવા રિપોર્ટ મોકલ્યો

Ritesh Parmar

ઘોર કળયુગ /લીંબડીમાં સગા ભાઈએ જ પોતાની બહેનનું ગળુ દબાવી હત્યાં કરી નાખી! લાશને કોથળામાં નાખી કુવામાં ફેંકી દીધી, પોલીસે શંકાના આધારે ધરપકડ કરતા સમગ્ર હકીકત સામે આવી

Ritesh Parmar

Leave a Comment