Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ડ્રગ્સ કેસમાં કોર્ટમાં જામીન ના મળ્યા તો આર્યન ખાને કર્યા ભગવાનને યાદ, જેલમાંથી બહાર આવવા જેલમાં થનારી આરતીમાં આર્યન રોજ લેછે ભાગ

ડ્રગ્સ કેસમાં કોર્ટમાં જામીન ના મળ્યા તો આર્યન ખાને કર્યા ભગવાનને યાદ, જેલમાંથી બહાર આવવા જેલમાં થનારી આરતીમાં આર્યન રોજ લેછે ભાગ

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

ડ્રગ્સ કેસમાં કોર્ટમાં જામીન ના મળ્યા તો આર્યન ખાને કર્યા ભગવાનને યાદ, જેલમાંથી બહાર આવવા જેલમાં થનારી આરતીમાં આર્યન રોજ લેછે ભાગ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

શાહરૂખ ખાન (Shah Rukh Khan) નો પુત્ર આર્યન ખાન(Aryan Khan) ડ્રગ્સ કેસમાં ખરાબ રીતે ફસાતો જોવા મળી રહ્યો છે.ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સનુ સેવન કરવાના આરોપમાં NCB એ 2 ઓક્ટોબરના રોજ આર્યનની ધરપકદ કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે જેલમાં જ છે. જામીન અરજી વારેઘડીએ રદ્દ થયા બાદ હવે આર્યનને ફક્ત ભગવાન પાસે જ આશા જોવા મળી રહી છે. આર્યન જેલના મંદિરમાં થનારી આરતીમાં સામેલ થઈને ભગવાનને પ્રાર્થના કરે છે.

રોજ જેલની આરતીમાં લે છે ભાગ

જેલના સૂત્રોએ જણાવ્યું છે આર્યન જે બેરેકમાં છે ત્યા એક નાનુ મંદિર છે, એ મંદિરમાં દરરોજ સાંજે 7 વાગ્યે આરતી થાય છે. આર્યન આરતીમાં હાજરી આપે છે અને જયા સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી તે ત્યાંથી ખસતો પણ નથી. શાહરુખ બે દિવસ પહેલા જ આર્યનને મળવા આવ્યો હતો. શાહરુખ અને આર્યનની મુલાકાત લગભગ 10 મિનિટ સુધી ચાલી હતી. આર્યન ઇન્ટરકોમ ઉપર કાચની દીવાલ પાછળ ઉભો રહ્યો અને તેના પિતા સાથે વાત કરી.

શાહરૂખ સાથે વાત કરીને રડી પડ્યા આર્યન

શાહરૂખ જેવા વાત કરીને પરત ફરવા લાગ્યા તો આર્યનને ત્યા જ રડી પડ્યો હતો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ત્યા હાજર એક કૈદીએ તેના ખભા પર હાથ મુકીને તેને ચુપ કરાવ્યો. સૂત્રોએ જણાવ્યુ કે આર્યન પિતાને મળ્યા પછી બૈરક તરફ પરત ફર્યો અને ખૂબ મોડે સુધી એકલો બેસી રહ્યો. તેણે મોડે સુધી કશુ ખાધુ પીધુ નહી. જો કોઈ કેદી તેની સાથે વાત કરવાની કોશિશ કરતુ તો તે ફક્ત માથુ હલાવીને જવાબ આપતો હતો.

19 દિવસથી આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. આ દરમિયાન શાહરૂખ ખાન ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યો છે. તે પોતાના પુત્રને જેલમાંથી બહાર કાઢવા માટે તમામ પ્રયાસો અજમાવી રહ્યો છે. આ દરમિયાન, તેમણે પોતાના જૂના વકીલને પણ બદલ્યા, પરંતુ હજુ પણ કામ બની જાય તેવુ લાગતું નથી.

તમને જણાવી દઈએ કે, મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ખરાબ રીતે ફસાયેલા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન માટે ફરી રાહ જોવી પડશે. કોર્ટમાં સુનાવણીનો નિર્ણય 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો હતો, પરંતુ ફરી સુનાવણી બાદ પણ આર્યનને જામીન મળ્યા નથી.


ડ્રગ્સ કેસમાં કોર્ટમાં જામીન ના મળ્યા તો આર્યન ખાને કર્યા ભગવાનને યાદ, જેલમાંથી બહાર આવવા જેલમાં થનારી આરતીમાં આર્યન રોજ લેછે ભાગ

Related posts

અમદાવાદના પોલીસકર્મીની દીકરીએ કરી કમાલ, નેશનલ UCMAS ની પરીક્ષામાં પ્રિયાંશી ચૌધરીએ પ્રથમ આવી અમદાવાદનો ગૌરવ વધાર્યો

Ritesh Parmar

ગોધરાકાંડ / સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં આરોપી રફીક હુસેન ભટુકને આજીવન કેદની સજા! 19 વર્ષ બાદ ઝડપાયો હતો આરોપી, વિશેષ કોર્ટે ફટકારી સજા,પુરાવા અને સરકારી વકીલ R. C. કોડેકરની ઉગ્ર દલીલોને ધ્યાનમાં રાખી અપાયો ચુકાદો

Ritesh Parmar

આશ્ચર્યજનક ઘટના /જૂનાગઢ જેલમાં બંધ મર્ડરના આરોપીનો જન્મદિવસ ઉજવી કેક કાપવામાં આવ્યો, વિડીયો વાયરલ થતાં જેલ તંત્ર દોડતું થયું, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

Ritesh Parmar

Leave a Comment