
એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા વર્ષ 2022 ના ક્વાર્ટર-2 તા. 01/04/2022 થી 30/06/2022 સુધીના સમયગાળા દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્રારા જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને સતત પાંચમી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ હતો તેમજ ઇ- ચલણની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં તૃતીય નંબર આપવામાં આવેલ હતો અને નેત્રમ શાખાના પી.એસ.આઇ..એચ.મશરૂની ટીમના પોલીસ કોન્સ. હાર્દિક સિંહ સીસોદીયા, દેવેનભાઈ સિંધવને ગાંધીનગર ખાતે ડી.જી.પી. આશીષ ભાટીયા દ્રારા નેત્રમ શાખાને 7 મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.
વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ 5 વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, પાંચેય વખત પી.એસ.આઈ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે, તેમજ 2 વખત ઇ – ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે અને જૂનાગઢ જીલ્લા પોલીસને ગર્વ અપાવેલ છે. જૂનાગઢ પોલીસના ઇતિહાસમાં આ સિદ્ધિ સુવર્ણ અક્ષરે અંકિત કરાશે. પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમને અગાઉ માહે જાન્યુ 2021માં, ઓગષ્ટ 2021, જાન્યુઆરી -2022, એપ્રીલ – 2022 અને સપ્ટેમ્બર -2022 માં પણ ડી.જી.પી. આશીષ ભાટીયા દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. આશીષ ભાટીયા દ્રારા ફક્ત 1.5 વર્ષના અંતરે 7 -7 વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.






Total Users : 13366
Total views : 15647
Who's Online : 0