Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખાખીને કલંક: કડી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અમીન શેખ ₹૮૦,૦૦૦ની લાંચ લેતા હાઈવે પર જ દબોચાયો, ગાંધીનગર ACBની સપાટો!

ખાખીને કલંક: કડી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અમીન શેખ ₹૮૦,૦૦૦ની લાંચ લેતા હાઈવે પર જ દબોચાયો, ગાંધીનગર ACBની સપાટો!

Our Visitor

014601
Total Users : 14601
Total views : 17113
Who's Online : 0

ખાખીને કલંક: કડી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અમીન શેખ ₹૮૦,૦૦૦ની લાંચ લેતા હાઈવે પર જ દબોચાયો, ગાંધીનગર ACBની સપાટો!

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

ગાંધીનગર/મેહસાણા:જેમના શિરે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, તે જ જ્યારે ભક્ષક બનીને પ્રજાને લૂંટવા નીકળે ત્યારે ખાખી શરમાઈ જાય છે. મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનના એક લાંચિયા પોલીસ કોન્સ્ટેબલે કાયદાના રક્ષક મટીને વસૂલીબાજ બનવાનો ધંધો આદર્યો હતો. પરંતુ, તે ભૂલી ગયો કે પાપનો ઘડો એક દિવસ ચોક્કસ ભરાય છે. ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને હાઈવે પર જ આ લાંચિયા અધિકારીના આખા ખેલનો પર્દાફાશ કરી નાખ્યો છે.

કેસની પતાવટના નામે ₹૨ લાખનો ખેલ!
આ સનસનાટીભરી ઘટનાની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિક અને તેમના ભાઈઓ વિરુદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. આ મામલાને થાળે પાડવા અને કેસનો નિકાલ કરવા માટે કડી પોલીસ સ્ટેશનનો અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-૩) અમીન હુસેન મંજુર હુસેન શેખ વચેટિયો બન્યો હતો. સત્તાના નશામાં ચૂર કોન્સ્ટેબલે કેસ રફાદફા કરવા માટે ફરિયાદી પાસે સીધા ₹૨,૦૦,૦૦૦/- ની મસમોટી રકમની માંગણી કરી નાખી.ફરિયાદી આ શરારત સામે ઝૂકવા તૈયાર નહોતા. ભારે રકઝક અને આજીજીના અંતે, લાંચિયો કોન્સ્ટેબલ ₹૮૦,૦૦૦/- લેવા સંમત થયો. પણ તે એ નહોતો જાણતો કે સામે ઊભેલો નાગરિક લાંચ આપીને ગુલામ બનવા નહિ, પણ ભ્રષ્ટાચારના આ દૂષણને જળમૂળથી ઉખાડી ફેંકવા કટિબદ્ધ હતો.

ACBનું ગુપ્ત મિશન અને હાઈવે પર હાઈ-વોલ્ટેજ ડ્રામા:-
સાહસપુર્ણ નાગરિકે તાત્કાલિક ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આખી હકીકત વર્ણવી દીધી. ACBના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તુરંત જ એક માસ્ટર પ્લાન તૈયાર કરાયો. તારીખ ૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ આ ઓપરેશનને અંજામ આપવાનું નક્કી થયું.લાંચની રકમ આપવા માટે કોન્સ્ટેબલ અમીન શેખે ફરિયાદીને ‘ઇરાણા ત્રણ રસ્તા થી કડી તરફ જવાના જાહેર રોડ’ પર બોલાવ્યો. તેને લાગ્યું કે હાઈવેના પબ્લિક રોડ પર કોઈને શંકા નહિ જાય. પણ ACBની ટીમ વેશ પલટો કરીને આસપાસ પહેલેથી જ ગોઠવાઈ ચૂકી હતી. જેવો ફરિયાદીએ ₹૮૦,૦૦૦/- નો કાળો માલ કોન્સ્ટેબલના હાથમાં મૂક્યો, તે સાથે જ છુપાયેલી ACBની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ દબોચી લીધો! ભરબજારે, જાહેર રોડ પર કાયદાના રક્ષકની શરમજનક ધરપકડ થતાં જ આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સુપર કમાન્ડો સ્ટાઈલ એક્શન ટીમ:-
ભ્રષ્ટાચારીઓના કાળ સમાન આ સફળ ટ્રેપનું નેતૃત્વ ગાંધીનગર ACBના સક્ષમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એ.ચૌધરી અને તેમની ટીમે કર્યું હતું. આ સમગ્ર ઓપરેશન પર ACB ગાંધીનગર એકમના મદદનીશ નિયામક શ્રી એ.કે.પરમારનું ચિડિઆં નજર જેવું સુપરવિઝન હતું, જ્યારે અમદાવાદ ACBના નાયબ નિયામક શ્રી હરેશ મેવાડાએ ઇન્ચાર્જ અધિકારી તરીકે આ ટ્રેપને લીલી ઝંડી આપી હતી.

સંદેશ સાફ છે:-
ભ્રષ્ટાચારીઓ ચેતી જજો!પોલીસ તંત્રના નામને કલંક લગાડતા આવા ભ્રષ્ટ તત્વોને કારણે આખા વિભાગની આબરૂ ધૂળમાં મળે છે. પરંતુ આ કેસે સાબિત કરી દીધું છે કે જાગૃત નાગરિક અને કડક પ્રશાસન ભેગા મળે ત્યારે ગમે તેવો ચમરબંધી પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. ACB એ ફરી એકવાર લાલ આંખ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સત્તાનો દુરુપયોગ કરનાર કોઈપણ લાંચિયાને છોડવામાં આવશે નહીં.


ખાખીને કલંક: કડી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અમીન શેખ ₹૮૦,૦૦૦ની લાંચ લેતા હાઈવે પર જ દબોચાયો, ગાંધીનગર ACBની સપાટો!

Related posts

નિવેદન/ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું, કોરોનાથી બચવું હોય તો કાર્નિવલ અને મોટા મેળાવડાનું આયોજન ટાળો

Ritesh Parmar

સુરત/ ગ્રીષ્મા હત્યાંના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, કહ્યું થોડી શરમ હોય તો રાજીનામુ આપો, રાજીનામુ નહી આપો તો અમે ગુજરાતમાં તમને શોધવા નીકળીશુ

Ritesh Parmar

શુ તમે કોરોનાની કોલર ટ્યુન થી પરેશાન છો, તો લો આવી ગયા તમારા માટે રાહતના સમાચાર, બસ આટલુ કરો કોલર ટ્યુન બંધ

Ritesh Parmar

Leave a Comment