Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ ગોળી મારી આત્મહત્યા કરી! કારણ અકબંધ,પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ ગોળી મારી આત્મહત્યા કરી! કારણ અકબંધ,પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

013123
Total Users : 13123
Total views : 15361
Who's Online : 1

અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ ગોળી મારી આત્મહત્યા કરી! કારણ અકબંધ,પોલીસે તપાસ હાથ ધરી

અહેવાલ- રીતેશ પરમાર

ગુજરાત રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત અમદાવાદથી સામે આવી છે. અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવનાર પોલીસ કર્મચારી દ્વારા ઇન્સાસ રાઇફલ થી ગોળી મારી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસ કર્મચારી જિતેન્દ્ર રણજિતભાઈ વાજા નામના પોલીસ કોન્સ્ટેબલ હોવાની જાણકારી સામે આવી છે.

પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલ આત્મહત્યા બાબતમાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા મૃતકના પરિવાર ને સાંત્વના પાઠવતા સમગ્ર કેસની તપાસ ના આદેશ આપવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, પોલીસકર્મી જિતેન્દ્ર વાજા ને બે દિવસ અગાઉ જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મુકવામાં આવ્યા હતા. પોલીસકર્મીને થોડા દિવસ અગાઉ જ રાઇફલ અને 20 જેટલી કારતૂસ આપવામાં આવી હતી. તેમ છતાં આપઘાત ક્યા કારણોસર કર્યો તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી.

જાણકારી મુજબ, ગઈ મોડી રાત્રીના કરવામાં આવેલ આપઘાતની જાણ આજના સવારે થઈ હતી. નવી પોલીસ કમિશનર કચેરીમાં આ બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલામાં તપાસનો આદેશ આપ્યો હતો. પોલીસ હેડક્વાર્ટરમાં વહેલી સવારના 15 ઓગસ્ટને લઈ ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. પોલીસ કમિશનર દ્વારા આ દરમિયાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ ગોળી મારી આત્મહત્યા કરી! કારણ અકબંધ,પોલીસે તપાસ હાથ ધરી

Related posts

અંબાજી/ દાંતા અંબાજી માર્ગ પરના ત્રિશુળિયા ઘાટ નજીકની ઝાડીઓમાં એક યુવાનની ઝાડ પર લટકતી લાશ મળી, હત્યાં કે આત્મહત્યા પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

સુરત: પોલીસ કસ્ટડીમાં રહેલા ચેઇન સ્નેચર યુવકનું કોર્ટમાં રજુ કરતા દરમ્યાન મોત! પરિવારે લગાવ્યા પોલીસ સામે ગંભીર આક્ષેપ, શુ પોલીસને કાયદાનો કોઈ ભય રહ્યો નથી?

Ritesh Parmar

લવ મેરેજમાં માતાપિતાની સંમતિ જરૂરી કરવાનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રસ્તાવને અમદાવાદના “સેવા પરમો ધર્મ” અને અખિલ ભારતીય હિન્દૂ મહાસભા સંગઠનનો સમર્થન, કહ્યું રાજ્ય સરકાર જલ્દી આ કાયદો બનાવે, મુખ્યમંત્રીને આવેદન પત્ર પણ આપવામાં આવશે

Ritesh Parmar

Leave a Comment