Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હમારા નેતા કેસા હો ધારાસભ્ય પાયલ કુકરાણી જેસા હો.. સરદારનગરના 500 થી વધુ વેપારીઓના ઘર અને દુકાનો તૂટતાં બચાવી લેતા મહિલા ધારાસભ્યનો સન્માન સમારંભ યોજાયો

હમારા નેતા કેસા હો ધારાસભ્ય પાયલ કુકરાણી જેસા હો.. સરદારનગરના 500 થી વધુ વેપારીઓના ઘર અને દુકાનો તૂટતાં બચાવી લેતા મહિલા ધારાસભ્યનો સન્માન સમારંભ યોજાયો

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

હમારા નેતા કેસા હો ધારાસભ્ય પાયલ કુકરાણી જેસા હો.. સરદારનગરના 500 થી વધુ વેપારીઓના ઘર અને દુકાનો તૂટતાં બચાવી લેતા મહિલા ધારાસભ્યનો સન્માન સમારંભ યોજાયો

સિંધિ સમાજના સરદારનગર તલાવડીના વેપારીઓ દ્વારા નરોડાના લોકલાડીલા ધારાસભ્ય ડૉ. પાયલબેન મનોજભાઈ કુકરાની, અમદાવાદ મેયર કિરીટભાઇ પરમાર, અમદાવાદ શહેર અધ્યક્ષ અમિતભાઇ શાહ,
કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ તેમજ અન્ય મહાનુભાવોનો સ્વાગત અને સન્‍માન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહ વેપારીઓ દ્વારા એટલા માટે રખાયો હતો કે સરકારી ટીપી સ્કીમ 67 માં 100 જેટલી દુકાનો અને રહેઠાણો કપાતમાં જતા હતા. આ અંગે વેપારીઓ અને સ્થાનિકોની રજૂઆત બાદ ધારાસભ્ય પાયલ કૂકરાણીએ અસરકારક કામગીરી કરીને 500 પરિવારોને બેઘર થતા બચાવી લીધા હતા.

નરોડા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વરસાદી પાણીના નિકાલ માટે વિસ્તારના રાઉન્ડ વખતે નરોડા વિધાનસભામાં આવતા સરદારનગર વોર્ડમાં એરપોર્ટ રોડથી તલાવડી સુધીના રોડ પર ટી.પી. ૬૭ (હાંસોલ – ૧) માં જે ટી.પી. પસાર થવાની છે. તેના અમલથી સંભવિત અસર અંગે સૌ વેપારીઓએ ભેગા મળી આ રોડ પરની ટીપીમાં આવતી ૧૦૦ જેટલી દુકાનો અને રહેઠાંણો કપાતમાં જાય છે તેવી રજુઆત કરી હતી. જે અંગે બીજાજ દિવસે ધારાસભ્યશ્રી ડો. પાયલબેન કુકરાણીએ દુકાનદારોને તેમના ઓફિસે બોલાવી બધાજ દુકાનદારો અને સમાજના આગેવાનોને સાંભળવા એક મીટીંગનું આયોજન કર્યું હતું, તેમજ કામને ઝડપથી કરી શકાય તે માટે ૧૧ લોકોની એક કમીટી બનાવી તે કમીટી સાથે સતત સંપર્ક અને ફોલોઅપ કર્યું હતુ.

આ આગેવાનો સાથે ડે. મ્યુ. કમિશ્નર સાથે મીટીંગ કરાવી ટાઉન પ્લાનિંગ વિભાગ અને દરેક ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કરી, માહિતી મેળવી કોર્પોરેશન અને સરકારમાં રજુઆત કરી આ
ટી.પી.નું અમલ યોગ્ય રીતે થાય અને તેની અસર દુકાનદારોને ઓછામાં ઓછી થાય તે અંગેની સફળ રજુઆત કરવામાં આવી હતી. જેનાથી આ ૧૫૦ દુકાનો કે ઘરો નહી પરંતું, ૫૦૦ પરિવારોના ભવિષ્ય સુરક્ષિત થયા છે.

સિંધિ સમાજ તલાવડીના વેપારીઓ દ્વારા માનનીય ધારાસભ્ય ડૉ. પાયલબેન મનોજકુમાર કુકરાની, અમદાવાદ મેયર કિરીટભાઇ પરમાર, અમદાવાદ શહેર અધ્યક્ષ અમિતભાઇ શાહ,
કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ તેમજ અન્ય મહાનુભાવોનો સ્વાગત અને સન્‍માન સમારંભ રાખવામાં આવ્યો હતો.

હમારા નેતા કેસા હો ધારાસભ્ય પાયલ કુકરાણી જેસા હો.. સરદારનગરના 500 થી વધુ વેપારીઓના ઘર અને દુકાનો તૂટતાં બચાવી લેતા મહિલા ધારાસભ્યનો સન્માન સમારંભ યોજાયો

Related posts

“હવે તો હદ થઈ ગઈ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના બેગમાંથી દારૂની બોટલો અને સિગારેટ મળી આવી, સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં શરમજનક ઘટના ઘટતા વાલીઓમાં રોષ

Ritesh Parmar

રાજનીતિ /ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે ને ભાજપના નેતાઓ સત્તા માટે એક બીજાના ટાટિયા ખેંચી રહ્યા છે.કોંગ્રેસ

Ritesh Parmar

સેવ હ્યુમિનિટી સંસ્થા કરવા જઈ રહી છે ઉમદા કાર્ય! મહિલા અને દીકરીઓને આપશે મફત આત્મરક્ષાની તાલિમ, છેડતી અને દુષ્કર્મના બનાવો બનતા અટકશે

Ritesh Parmar

Leave a Comment