Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં અશાંતિ ફેલાવનારા અપરાધીઓની હવે ખેર નથી, ગેરકાયદેસર હથિયારોના જોરે ગુજરાતની શાંતિ ડહોળનારાને બકસવામાં નહી આવે, પોલીસ વડા આશિષ ભાટિયા

ગુજરાતમાં અશાંતિ ફેલાવનારા અપરાધીઓની હવે ખેર નથી, ગેરકાયદેસર હથિયારોના જોરે ગુજરાતની શાંતિ ડહોળનારાને બકસવામાં નહી આવે, પોલીસ વડા આશિષ ભાટિયા

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

ગુજરાતમાં અશાંતિ ફેલાવનારા અપરાધીઓની હવે ખેર નથી, ગેરકાયદેસર હથિયારોના જોરે ગુજરાતની શાંતિ ડહોળનારાને બકસવામાં નહી આવે, પોલીસ વડા આશિષ ભાટિયા

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ ગુજરાત પોલીસ અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે દોડતી થઇ ગઇ છે. એટલું જ નહીં ઘાતક હથિયારો અને તેના દારૂગોળાના ઉત્પાદન વેચાણ કે હેરાફેરી કરતા શખ્સો સામે અસરકાર કામગીરી કરવા માટેની સૂચના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આપવામાં આવી છે. રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષાના દાવા વચ્ચે ધંધુકામાં થયેલા મર્ડરની ઘટના બાદ ગુજરાતમાં અશાંતિ ફેલાય નહીં તે માટે બેફામ બનેલા અપરાધીઓને અંકુશમાં લેવા માટે ગૃહ વિભાગ કટિબદ્ધ બનતા રાજય પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ પોલીસ વડાઓને પરિણામલક્ષી કામગીરી કરવાની સ્પષ્ટ સૂચના આપી છે અને તાકીદ કરી છે

કે રાજ્યમાં ગેરકાયદેસર પિસ્તોલ, રિવોલ્વર, તમંચા ઉપરાંત તેના આનુષાંગિક દારૂગોળાનું ઉત્પાદન અને તેની હેરાફેરી કરતા રીઢા ગુનેગારો સામે આકરા પગલાં લેવાની સૂચના આપી છે.

અને આ કામગીરી અંતર્ગત આગામી 28 ફેબ્રુઆરી સુધી રાજ્યના તમામ શહેર-જિલ્લા અને ગામડાઓમાં ખાસ વિશેષ ઝુંબેશ ચલાવવા માટેનો ખાસ પ્લાન બનાવીને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં ચાલનારી ખાસ ઝુંબેશ ના મોનીટરીંગ માટે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિક પોલીસ મહાનિદેશક તેમજ કોસ્ટલ સિક્યોરિટી ના ઉચ્ચ અધિકારીઓને રાજ્યના નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના તમામ શહેરો અને જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસ.ઓ.જીમાં ફરજ બજાવતા ચુંનંદા અધિકારીઓની ખાસ તપાસ ટીમ બનાવવાની સૂચના તમામ જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરોને આપવામાં આવી છે.

આ તબક્કે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ યુનિટના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપી છે કે તેમના વિસ્તારમાં નાસતા ફરતા અને આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓ અને તેના સહ આરોપીઓની નામ સરનામા અને હાલની પ્રવૃત્તિ અંગેની વિશેષ નોંધ સાથેની એક ખાસ યાદી તૈયાર કરવા માટે કહેવાયું છે. સાથે સાથેપ્રત્યેક શહેર-જિલ્લામાં હથિયાર પરવાના ધરાવતા વ્યક્તિ અને કેટલાક કિસ્સાઓમાં પરવાના ધારકે કરેલા સ્થળાંતર અંગેનો અહેવાલ અને તેનો નો ડેટા તૈયાર કરવા પણ કહેવામા આવ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં આમ લાયસન્સ ધરાવતી ખાનગી સિક્યુરિટી કંપનીઓની વિગતો અને તેના ગાર્ડની યાદી તૈયાર કરવા તમામ શહેર જિલ્લા કક્ષાએ સૂચના આપવામાં આવી છે. જ્યારે ઓર્ગેનાઈઝ ક્રિમિનલ ગેંગનો કેસ રેકોર્ડ શોધીને તેની અલગથી વિગતો એકત્રિત કરી તે ગુન્હેગારો ની હાલની પ્રવૃત્તિ ઉપર નજર રાખવા માટે કડક સુચના રાજ્ય પોલીસ વડાએ આપી છે.

ઉલ્લેખનીય છે કે આ કામગીરીની અસરકારકતા માટે ખાસ મોનીટરીંગ ઉપરાંત નિમણૂક થયેલા નોડલ અધિકારીઓ સાથે સંકલન કરી તબક્કાવાર સમીક્ષા કરવા માટે પણ શહેર જિલ્લાના પોલીસ વડાઓને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા એ કડક સૂચના આપી છે. અહીં નોંધવું જરૂરી છે કે ધંધુકા મર્ડર કેસ બાદ હવે ગુજરાત પોલીસ ગેરકાયદેસર અગ્નિ શસ્ત્રો દારૂગોળો અને તેની પ્રવૃત્તિઓ કરતા ઈસમો ઉપરાંત ક્રિમિનલ ગેંગને અંકુશમાં લેવા માટે ગુજરાતી પોલીસને ફ્લાયિંગ સાથેની ખાસ ઝુંબેશ ચલાવવા અને કડક કાર્યવાહી સાથે અસરકારક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે .પરંતુ રાજ્યમાં બેફામ બનેલા અસામાજીક તત્વોને રાજ્યની પોલીસ કેટલા અંશે અંકુશમાં લેશે તે જોવું રહ્યું.


ગુજરાતમાં અશાંતિ ફેલાવનારા અપરાધીઓની હવે ખેર નથી, ગેરકાયદેસર હથિયારોના જોરે ગુજરાતની શાંતિ ડહોળનારાને બકસવામાં નહી આવે, પોલીસ વડા આશિષ ભાટિયા

Related posts

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

Ritesh Parmar

બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરતી ઓડિયો કલીપ વાયરલ! કંટ્રોલ મેસેજ કર્યો છતાં કલાકો સુધી ના પહોંચી પોલીસ? સ્થાનિક પોલીસની ભૂમિકા ઉપર ઉઠ્યા સવાલ

Ritesh Parmar

મહીસાગર /સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બુટલેગરના ઘરમાંથી અધધધ 53 લાખની રોકડ મળી, મહિલા સહીત બે લોકોની ધરપકડ

Ritesh Parmar

Leave a Comment