Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર દારૂ-જુગારની બદી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે બોલાવ્યો સપાટો! બુટલેગર અને જુગારના સંચાલકોમાં ફફડાટ ફેલાયો! દારૂના 118 તેમજ જુગારના 47 ગુના નોંધી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

Our Visitor

013351
Total Users : 13351
Total views : 15631
Who's Online : 0

ગુજરાત રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર દારૂ-જુગારની બદી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે બોલાવ્યો સપાટો! બુટલેગર અને જુગારના સંચાલકોમાં ફફડાટ ફેલાયો! દારૂના 118 તેમજ જુગારના 47 ગુના નોંધી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગુજરાતમાંથી દારૂ-જુગારની બદીને જડથી ડામી દેવા માટે સરકાર દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકેની જવાબદારી કડક અધિકારીની છાપ ધરાવતાં નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. તેમણે ચાર્જ સંભાળતાંની સાથે જ બૂટલેગરો તો ઠીક પરંતુ પોલીસમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે ચાર જ મહિનાની અંદર 150થી વધુ ગુના નોંધીને સપાટો બોલાવી દીધાનું બહાર આવી રહ્યું છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય

સ્ટેટ મોનિટરિંગ સેલે (એસએમસી) ગત વર્ષની તુલનાએ આ વર્ષે 69 ગુના વધુ નોંધ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એસએમસીએ રાજકોટ ઉપરાંત અમદાવાદ, મહેસાણા સહિતના શહેરોમાં સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડા પાડ્યા બાદ ત્રણ પીઆઈ, બે પીએસઆઈ અને ચાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ પણ થવા પામ્યા છે. જે ચાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા છે તે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા.

જાણવા મળતી વિગતો પ્રમાણે 25 જાન્યુઆરી-2022 સુધીમાં એસએમસીએ 118 પ્રોહિબિશનના ગુના નોંધીને 3.59 કરોડની કિંમતના દારૂના જથ્થા સહિત 6.43 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યા છે. આ ગુનાઓમાં 71 કેસ એવા હતા જેને ક્વોલિટી મતલબ કે ગણનાપાત્ર કેસ ગણવામાં આવી રહ્યા છે. આ કેસ 1 લાખ કે તેથી વધુની કિંમતનો દારૂ પકડાય ત્યારે નોંધવામાં આવે છે. આવી જ રીતે જુગારના 47 કેસ કરીને 14 લાખથી વધુની રોકડ રકમ સહિત કુલ 70.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે તાજેતરમાં જ રાજકોટની ભાગોળે માલિયાસણ ગામે દરોડો પાડી વિદેશી દારૂની 394 પેટી ભરેલા ક્ધટેનર સાથે ક્રાઈમ બ્રાન્ચના ચાર પોલીસમેન દેવા ધરજીયા, ઉપેન્દ્રસિંહ, ક્રિપાલસિંહ જાડેજા અને સુભાષ ઘોઘારીને પકડી પાડ્યા હતા. તપાસ કરતાં ખૂલ્યું હતું કે આ ચારેય સાયલાના આયા ગામેથી દારૂ ભરેલા ક્ધટેનરના ચાલકનું અપહરણ કરીને રાજકોટ લાવતા હતા. ત્યારબાદ ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય કર્મીઓ દોષિત જણાતાં પોલીસ કમિશનર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાંડ આખા રાજ્યમાં ગાજ્યું હતું.

ગુજરાત રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર દારૂ-જુગારની બદી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે બોલાવ્યો સપાટો! બુટલેગર અને જુગારના સંચાલકોમાં ફફડાટ ફેલાયો! દારૂના 118 તેમજ જુગારના 47 ગુના નોંધી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

Related posts

ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ SIT ની રચના કરો ! ઓલપાડ સહીત દક્ષિણ ગુજરાતમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂની હેરાફેરી ઉપર લગાઓ લગામ, વહીવટદારોની મીલીભગતની તપાસ કરી તેમની સંપત્તિ જપ્ત કરો : દર્શન નાયક

Ritesh Parmar

અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ

Ritesh Parmar

ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવરે કોબા કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની મુલાકાત લઈ ને ચર્ચા વિચારણા કરવામાં આવી

Ritesh Parmar

Leave a Comment