
રીતેશ પરમાર
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે .આમ જનતા માટે મફત શિક્ષણ , મફત આરોગ્ય અને મફત મુસાફરીની જાહેરાત કરતા 25 વર્ષથી શાસન કરી રહી ભાજપા સરકારને પ્રથમ વખત આપ થી ડરી રહી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.સેકટર 22 માં વર્ષોથી રહેતા 150 કરતા ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઇલેક્સન કાર્ડ હોવા છતાં મતદાનયાદીમાં નામ કમી કરતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
આમ આદમી પાર્ટીના લીગલ સેલના સભ્ય અને હાઇકોર્ટમાં વકીલાત કરતા વકીલ અરવિંદ ઠાકુર સેક્ટર 22 માં જતા સરકારનો ભાંડયો ફૂટ્યો હતો. ત્યાંના સ્થાનિક લોકોએ વકીલ અરવિંદ ઠાકુર, કૈલાશભાઈ અને જ્યેન્દ્ર અભવેકર બોલાવતા પોહચી ગયા હતા.આ મામલે કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી.જેમાં આ 150 મતદાતાઓને મતદાન કરવાના અધિકારની વાત કરી હતી.આ મામલે તાપસ કરી તેમના મતાધિકારનો અધિકારનો હક મામલે સોમવારે ખુલાસો આપવા ખાતરી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાની કામની રાજનીતિની શરુયાત કરતા ભાજપની રાજનીતિની પોલમ પોલ બહાર આવી હતી.ભાજપે પોતાના જ મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી..







Total Users : 12989
Total views : 15213
Who's Online : 0