
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નવી નવી ઘટના સામે આવી રહી છે, ત્યારે હવે રાજ્યમાં ઘણા સ્થળોએ ‘ભુલતા નહીં’ બનેરો જોવા મળતા લોકોમાં ઉત્સુકતા વધી છે. મતદાન માટે લોકોમાં ઉત્સુકતા વધારવા માટે રાજ્યની તમામ સરકારી ઓફિસો પર બેનરો લગાવાયા છે. આ બેનરો જિલ્લા કલેક્ટરની ઓફિસથી લઈને સરકારી ઓફિસો અને કચેરીઓના મુખ્ય ગેટ પર જોવા મળી રહ્યા છે.મતદાન કરવા માટે લોકોમાં ઉત્સુકતા અને જાગૃતિ વધે તે માટે ચૂંટણી પંચે અનોખો પ્રયોગ કર્યો છે.
સરકારી ઓફિસના મેન ગેટ પર લગાવાયેલા બેનરો અને પોસ્ટરમાં ‘ભુલતા નહીં’ ગુજરાતી ભાષામાં લખાયું છે. આ બેનરને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદારો મતદાનમાં જોડાય તે માટે ચૂંટણી પંચ હંમેશા નવા અને અનોખા પ્રયોગો કરતું રહ્યું છે.








Total Users : 12985
Total views : 15204
Who's Online : 0