
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટની બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે, તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે, તો વળી હાલ ઉનાળોનો માહોલ છે અને કાળઝાળ ગરમીના કારણે પણ ઘણીવાર અકસ્માત થવાના બનાવો સામે આવતા રહે છે, ત્યારે હાલ એક મામલો આણંદ થી સામે આવ્યો છે, જ્યાં એક યુવકના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા અકસ્માતનો ભોગ બન્યો હતો.આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નજીક આવેલા આંકલાવના આસોદર માર્ગ પર એક યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે જ તેને પોતાની બાઈક પરનો કાબુ ગુમાવ્યો અને રોડ પર પટકાયો હતો. જેના બાદ લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યારબાદ અકસ્માત પાછળનું કારણ સામે આવતા જ સૌના હોશ ઉડી ગયા હતા. અકસ્માત પાછળનું કારણ એવું હતું કે યુવકના ખીસામાં રહેલો મોબાઈલ ફાટ્યો હતો અને મોબાઈલના બે ટુકડા થઇ ગયા હતા. મોબાઈલ ફાટવાના કારણે જ યુવકે ચાલુ બાઈક પરથી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને અકસ્માતનો ભોગ બન્યો હતો.

આ મામલે હજુ યુવક કોણ છે અને તેના ખિસ્સાંમાં રહેલો મોબાઈલ કઈ કંપનીનો છે, તેમજ શા કારણે મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો તે હજુ સુધી સામે નથી આવ્યું. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. યુવક પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થતા જ આંકલાવ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.







Total Users : 12989
Total views : 15213
Who's Online : 0