Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અંત્યોદયની ભાવના એટલે ‘તેરા તુજકો અર્પણ’!અમદાવાદના પોલીસ કમિશ્નર મલિક અને ઝોન 6 પોલીસનું માનવીય અભિગમ! વાંચો સમગ્ર અહેવાલ

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 6789

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

કાયદો અને ન્યાય વ્યવસ્થાને સુદ્રઢ કરી પ્રત્યેક નાગરિકોને સુખાકારી અને સુરક્ષાની ભાવનાનો અનુભવ થાય એવા પ્રયાસો અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિકે કર્યા

ઝોન 6 વિસ્તારના અરજદાર, ફરિયાદી, તેમજ લાભાર્થીઓને તેમના મોબાઈલ, વાહનો, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા અન્ય ચીજ વસ્તુઓની કુલ કિંમત રૂ.20,37,779/-નો મુદ્દામાલ સોંપવામાં આવેલ

💫 જ્યારે જ્યારે લોકોના ઘરે ચોરી થાય છે, લોકોના વાહનની ચોરી થાય છે, મોબાઇલની ચોરી થાય છે કે કોઇ ગુન્હામાં લોકોની ચીજ વસતુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે, ત્યારે લોકોને તે પરત મેળવવાની જાણકારી હોતી નથી અને જાણકારીના અભાવે કે નામદાર કોર્ટની પ્રોસિજર જાણતા નહિ હોવાના કારણે પોતાની જ ચીજ વસ્તુ પરત મેળવવા માટે પોલીસ સ્ટેશન ખાતે ધકકા ખાવા પડતા હોય છે અને પોતાની ચીજ વસ્તુ મેળવવા માટે વિલંબ સહન કરવાનો વારો આવે છે. ઘણા કિસ્સામાં નામદાર કોર્ટમાં કેસ પુરા થઇ ગયેલ હોવા છતા, અરજદાર દ્વારા પોતાનો મુદ્દામાલ મેળવવા માટે રસ નહિ દાખવવાના કારણે મુદ્દામાલ પોલીસ સ્ટેશન ખાતે પેન્ડીંગ રહેવા પામતો હોય છે. નામદાર કોર્ટની પ્રોસિજર મુજબ જ્યારે કોઇ વ્યક્તિનો મુદામાલ ચોરી થાય કે લુંટ થાય ત્યારે તે પરત મેળવવા માટે આ ગુન્હામાં પકડાયેલ આરોપીઓની પરવાનગી કે સહમતી લેવાની હોય છે, જે બાબતની પણ લોકોને જાણ હોતી નથી અને ત્યારે આરોપી જામીન ઉપર હોય તો, તેની પરવાનગી કે સહમતી મેળવવામાં બહુ મુશ્કેલી પડવાના કારણે અરજદાર દ્વારા પોતાનો જ મુદ્દામાલ મેળવવા રસ દાખવવામાં આવતો નથી….

💫 અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા સમગ્ર શહેર ખાતે મુદામાલ નિકાલ કરવાની ડ્રાઇવ રાખવામાં આવેલ હોઈ, આ ખાસ ડ્રાઇવ દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલ વાહનો, મોબાઈલ ફોન, કીમતી મુદામાલનો નામદાર કોર્ટના હુકમ મેળવી, નિકાલ કરવા તથા પ્રોહિબિશનનાં ગુન્હામાં કબ્જે કરવામાં આવેલ દેશી વિદેશી દારૂનો નાશ કરવાની તેમજ બિનવારસી કબ્જે કરેલ વાહનોની હરાજી સહિતની કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ ખાસ ડ્રાઇવ દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલ મુદામાલ પૈકી જે જે વાહનો, મોબાઈલ ફોન, કીમતી દાગીનાઓ, વિગેરે મુદામાલ બાબતે તેમના માલિક/અરજદારોને નામદાર કોર્ટના હુકમ મેળવવા, અભિપ્રાય આપવા, આરોપીઓ તરફથી આપવામાં આવતી પૂર્સીસ મેળવવા મદદ કરી, તેઓને પોતાનો મુદામાલ સોંપવા માટેની કાર્યવાહીમાં પોલીસ દ્વારા સામે ચાલીને સહકાર તથા સંકલન રાખી, કાર્યવાહી કરવાની હોય, આ માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ નું આયોજન કરી, મુદામાલ સોંપવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલ છે….

💫 અમદાવાદ શહેરના સયુંકત પોલીસ કમિશનર, સેક્ટર 02 શ્રી બ્રજેશ ઝા તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન 06, શ્રી રવિ મોહન સૈની ની સૂચના આધારે જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી મિલાપ પટેલનાં માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારના મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઈડીસી વટવા, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ પોલીસ સ્ટેશન દ્વારા દેશી વિદેશી દારૂના નાશની કામગીરી તેમજ વાહનોની હરાજી અને જુના મુદામાલ નાં નિકાલની કામગીરી કરવામાં અમદાવાદ શહેર ખાતે વિક્રમજનક કામગીરી કરવામાં આવેલ છે….

💫 અમદાવાદ શહેરના સયુંકત પોલીસ કમિશનર, સેક્ટર 02 શ્રી બ્રજેશ ઝા તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 શ્રી રવિ મોહન સૈની ની સૂચના આધારે જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી મિલાપ પટેલનાં માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારના ઉપરોક્ત પોલીસ સ્ટેશન ખાતે મુદામાલ નિકાલની આ ડ્રાઇવ દરમિયાન કબ્જે કરેલ મુદામાલ તેઓના માલિકને સોંપવા માટે પણ કમર કસીને આજરોજ વટવા પોલીસ સ્ટેશનના પટાંગણ માં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ નું આયોજન અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ની અધ્યક્ષતા માં કરવામાં આવેલ હતું. જેમાં અમદાવાદ શહેરના સયુંકત પોલીસ કમિશનર, સેક્ટર 02, શ્રી બ્રજેશ ઝા તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 શ્રી રવિ મોહન સૈની, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી મિલાપ પટેલ તથા ઝોન 06 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોના પોલીસ ઈન્સ્પેકટરો, લાભાર્થીઓ અને કોર્પોરેટરો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા ઉપસ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા લાભાર્થીઓ પૈકી અમુક લાભાર્થીઓને તેઓનો ગયેલ માલ પરત સોંપવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનો પૈકી (1) વટવા પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. 17,43,400/-, (2) જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. 46,95,100/-, (3) ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. 25,66,999/-, (4) મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. 32,35,000/-, (5) નારોલ પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. 16,28,400/-, (6) દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. 10,04,440/-, (7) કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. 25,20,150/- તથા (8) ડીસીપી ઝોન 06 ની કચેરીના ટેકનિકલ સેલ દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. 4,57,579/-, મળી ઝોન 06 વિસ્તારના અરજદાર, ફરિયાદી, લાભાર્થીઓને મોબાઈલ, વાહનો, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા અન્ય કુલ કીમત રૂ. 1,79,11,068/-નો મુદામાલ છેલ્લા ત્રણ મહિનાની ખાસ ઝુંબેશ દરમિયાન સોંપવામાં આવેલ હતો. આ પૈકી આજરોજ આ કાર્યક્રમમા ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનો પૈકી (1) વટવા પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. 3,60,000/-, (2) જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. 1,26,000/-, (3) ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. 1,48,000/-, (4) મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. 3,16,000/-, (5) નારોલ પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. 2,06,500/-, (6) દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. 73,700/-, (7) કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. 3,50,000/- તથા (8) ડીસીપી ઝોન 06 ની કચેરીના ટેકનિકલ સેલ/એલસીબી દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. 4,57,579/-, મળી ઝોન 06 વિસ્તારના અરજદાર, ફરિયાદી, લાભાર્થીઓને મોબાઈલ, વાહનો, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા અન્ય કુલ કીમત રૂ. 20,37,779/- નો મુદામાલ અલગ અલગ કાઉન્ટરો ઉપરથી સોંપવામાં આવેલ…..

આજના કાર્યક્રમ અંતર્ગત શુ કહી રહ્યા છે પોલીસ કમિશ્નર જી એસ મલિક જુઓ વિડીયો…

💫 અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા લોકોને પોતાના ગુમ થયેલ, ચોરી થયેલ કે પોલીસ સ્ટેશન કબ્જે કરવામાં આવેલ મુદામાલ સોંપવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલ આયોજનની વિગતવાર સમજણ આપી, લોકોને પોતાના મુદામાલ પરત મેળવવા પહેલા જે ધકકા ખાવા પડતા હતા, તે હવે પોલીસની સકારાત્મક પહેલના કારણે મુશ્કેલીમાંથી અંત આવશે અને મુદામાલ પરત મેળવવા સરળતા રહેશે, તેવું જણાવી, ઝોન 06 દ્વારા કરવામાં આવેલ પહેલની સરાહના કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 શ્રી રવિ મોહન સૈની દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન કરી, મુદામાલ નાં નિકાલની ઝુંબેશ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મુદામાલ પરત મેળવનાર લોકો પૈકી ઘણા લોકોના પ્રતિભાવ માંગવામાં આવતા, લોકોએ પોલીસની મુદામાલ પરત સોંપવાની કામગીરી ની સરાહના કરવામાં આવેલ હતી…..

💫 આ કાર્યક્રમના માધ્યમથી લોકોને જાણ કરવામાં આવેલ કે, ઝોન 06 વિસ્તારના મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઈડીસી વટવા, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ પોલીસ સ્ટેશન દ્વારા દેશી વિદેશી દારૂના નાશની કામગીરી તેમજ વાહનોની હરરાજી અને જુના ફેસલ થઇ ગયેલા તથા પુરા થઇ ગયેલા કોર્ટ કેસમાં નિકાલ કરવામાં આવેલ મુદામાલનાં નિકાલની કામગીરી અમદાવાદ શહેર ખાતે મોખરે રહી, વિક્રમજનક કામગીરી કરવામાં આવેલ છે. સોંપવામાં આવેલ મુદ્દામાલ પૈકી દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે સને 2001 ની સાલના ઘરફોડ ચોરીના કેસમાં પુર્ણ થયેલ કેસનું જજમેન્ટ મેળવી, એ અરજદારનો કિંમતી મુદામાલ પણ આજરોજ સામેથી બોલાવી, અર્પણ કરવામાં આવેલ છે. તાજેતરમાં અમારા ઝોન વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન ખાતે નિર્ણય કરવામાં આવેલ છે કે, જ્યારે જ્યારે ચોરી, ઘરફોડ ચોરી, લુંટ જેવા ગુન્હામાં આરોપીઓ પકડવામાં આવે અને ફરિયાદીનો મુદ્દામાલ રીકવર કરવામાં આવે ત્યારે આરોપીઓ જ્યારે પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે જ ફરિયાદીને તાત્કાલિક મુદામાલ પરત મેળવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરાવી, આરોપીઓની પરવાનગી કે સહમતી મેળવી લઇ, મુદામાલ રીકવર થયાના ગણતરીના દીવસોમા મુદ્દામાલ પરત સોંપવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. જેના કારણે ફરિયાદીનો મુદ્દામાલ તાત્કાલિક મળી જતા, પ્રજાને પોલીસ તરફનો વિશ્વાસ વધે છે અને પોલીસ સ્ટેશન ખાતેથી પણ મુદ્દામાલનો નિકાલ ઝડપી બનાવી શકાય છે…

💫 અમદાવાદ શહેર પોલીસના લોકોના મુદામાલ પરત સોંપવા પ્રત્યેના સકારાત્મક વલણના કારણે લોકોને પોતાના ગુમ થયેલ, ચોરી થયેલ કે પોલીસ સ્ટેશન કબ્જે કરવામાં આવેલ મુદામાલ સોંપવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલ આયોજનના કારણે, લોકોને પોતાના મુદામાલ પરત મેળવવા પહેલા જે ધકકા ખાવા પડતા હતા, તે હવે પોલીસની સકારાત્મક પહેલના કારણે મુશ્કેલીમાંથી અંત આવશે અને મુદામાલ પરત મેળવવા સરળતા રહેશે. અમદાવાદ શહેર દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના તેરા તુઝકો અર્પણ કાર્યક્રમથી લોકોમાં પોતાના મુદ્દામાલ પરત મેળવવા તથા પોલીસને પ્રજાને મદદ કરી, પોતાની ચીજ વસ્તુઓ પરત સોંપવાના કામને અગ્રીમતા આપશે અને લોકો અને પોલીસમાં જાગ્રુતી આવશે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સુત્ર ખરા અર્થમાં સાબિત થશે…..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અંત્યોદયની ભાવના એટલે ‘તેરા તુજકો અર્પણ’!અમદાવાદના પોલીસ કમિશ્નર મલિક અને ઝોન 6 પોલીસનું માનવીય અભિગમ! વાંચો સમગ્ર અહેવાલ

Related posts

અમદાવાદ સાયબર ક્રાઈમ ની કામગીરી થી ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુશ, કમિશ્નર સંજય શ્રીવાસ્તવને અભિનંદન પાઠવ્યા, ઓનલાઈન ફ્રોડના શિકાર બનેલા 16 હજારથી વધુ લોકોના પૈસા સાયબર ક્રાઈમે પાછા અપાવ્યા

Phone: 9998685264.

ખેલૈયા ચેતજો / જો નવરાત્રીમાં રોમિયોગીરી કરવાની કોશિશ કરી તો સમજો આવી બનશે! અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ઘડી કઢાયો પ્લાન, વાંચો….

Phone: 9998685264.

અમદાવાદ અને નળ સરોવર ખાતે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, વેજલપુર પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડી સફળ કામગીરી કરી, 3 આરોપીઓ અને 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

Phone: 9998685264.

Leave a Comment