Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગર સહીત અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં 9 ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરતી સરદારનગર પોલીસ,બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ

સરદારનગર સહીત અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં 9 ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરતી સરદારનગર પોલીસ,બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ

Our Visitor

013148
Total Users : 13148
Total views : 15389
Who's Online : 4

સરદારનગર સહીત અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં 9 ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરતી સરદારનગર પોલીસ,બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ

સરદારનગર પોલીસની પ્રસંશનીય કામગીરી
સરદારનગર, નારોલ, ઇસનપુર, વટવા અને સેટેલાઈટ વિસ્તારમાં 9 ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારને દબોચ્યો

અમદાવાદ શહેરના પૂર્વના સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા વેપારી સંજયભાઈ મહેશભાઈ હસરાજાનીએ ગત 25/9/2023 ના રોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે 5 લાખથી વધુ ઘરફોડ ચોરી થઈ હોવાની ફરીયાદ લખાવી હતી. ફરીયાદમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, સંજયભાઈ હસરાજાની રહે, જેપી પાર્ક, પ્રેમ પ્રકાશ આશ્રમની બાજુમાં તેમના ઘરમાં મધરાત્રીના 3:30 થી 4:30 ના સમય દરમ્યાન ત્રણ અજાણ્યા ઈસમો કે જેમણે પોતાના મોઢા કપડાથી ઢાંકેલા હતા. આ ત્રણ અજાણ્યા ઈસમો ફરીયાદીના ઘરના નીચેના બેડરૂમની લોખંડની ગ્રીલ તોડી નાખી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. અને ત્યારબાદ રૂમની અંદર પડેલ લોખંડની તિજોરીનો લોક તોડી તેની અંદરથી 4 લાખ રોકડ રકમ, 3 સોનાની લગડી, એપલ કંપનીનું સ્માર્ટ વોચ,10000 રોકડ રકમ સહિતનો પર્સ, અગત્યના દસ્તાવેજો અને જુદી જુદી બેંકોના પોસ્ટ ડેટેડ ચેકો સહીત કુલ 5 લાખ 56 હજારની માલ મત્તાની ચોરી કરી હતી.

ત્યારબાદ સરદારનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી વી પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. ફરીયાદીના ઘરે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ત્રણ જેટલાં બુકાનીધારી ઈસમો ચોરી કરતા દેખાઈ આવ્યા હતા. સરદારનગરમાં થયેલ ઘરફોડ ચોરીને અંજામ આપનાર અજાણ્યા ઘરફોડો પોતાના મોઢે કપડું બાંધીને ચોરીને અંજામ આપ્યો હતો. જેથી સરદારનગર પોલીસ માટે પણ આ ઘરફોડ ચોરોને ઝડપી પાડવાનું કામ એક ચેલેન્જ સમાન હતું. પરંતુ સરદારનગર પોલીસ સ્ટેશન તાબા હેઠળના ઉચ્ચ અધિકારી ઝોન 4 મહિલા ડીસીપી શ્રી કાનન એમ દેસાઈના સચોટ માર્ગદર્શન અને સલાહ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી વી પટેલ સાહેબના સીધા માર્ગદર્શન અને દોરવણી હેઠળ ઘરફોડ ચોરોને વહેલી તકે ઝડપી પાડવા સરદારનગર પોલીસે ભારે જહેમત હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાની તપાસ સરદારનગર પીઆઈ પી વી પટેલ સાહેબના માર્ગદર્શન , સૂચના અને ટેક્નિકલ સપોર્ટના આધારે ડીસ્ટાફના મ. સ. ઈ શ્રી રઘુભાઈ વિઠ્ઠલભાઈ ચીહલાએ આગળ વધાવી હતી. તે દરમ્યાન ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપીના ફિંગર પ્રિન્ટ મેળવી લઈ આરોપી અમદાવાદના ચંડોળા તળાવ તરફ રહેતો હોવાનું સામે આવ્યું હતું. જેથી સરદારનગર પોલીસના ડીસ્ટાફ મ. સ. ઈ શ્રી રઘુભાઈ વિઠ્ઠલભાઈ ચીહલા અને તેમની સાથે અ. પો. કો ભરતભાઈ હરચંદભાઈ, રણજીતભાઈ ગમાજી, વિભુભાઈ ગોબરભાઈ, તેમજ હમીરભાઇ ભીમાભાઇ સહીતના પોલીસકર્મીઓ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઈસમ નામ મોહંમદ આમીનુર મન્નન ખાન બંગાળી રહે, સીયાસત નગર, બંગાળી વાસ, ચંડોળા તળાવ ઇસનપુર, મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળ નાઓને ઝડપી પાડવા આરોપીના વિસ્તારમાં ધામા નાખ્યા હતા. મ. સ. ઈ શ્રી રઘુભાઈ વિઠ્ઠલભાઈ ચીહલાએ પોતાના અંગત બાતમીદારો ગોઠવી આરોપીને ઝડપી પાડવા જાળ ગોઠવ્યું હતું. અને આખરે બાતમીદારો દ્વારા મ. સ. ઈ રઘુભાઈ ચિહલાને બાતમી મળતા ઘરફોડ ચોરીના મુખ્ય આરોપી મોહંમદ આમીનુરને દબોચી લેવામાં આવ્યો હતો.

સરદારનગર પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરતા આરોપી રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું હતું. ઘરફોડ ચોરીને અંજામ આપનાર કુખ્યાત આરોપી અગાઉ પણ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 7 ઘરફોડ ચોરીઓના ગુનામાં સંડોવાયેલ હતો. તેમજ સરદારનગરમાં પણ 2 ઘરફોડ ચોરી કરી હોવાનું આરોપી મોહંમદ આમીનુરે કબૂલાત કરી હતી. હાલ સમગ્ર મામલે સરદારનગર પોલીસ દ્વારા આરોપી પાસેથી મુદ્દામાલ કબ્જે કરવા તેમજ તેમની સાથે તેના અન્ય બે સાગરીતોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 9 જેટલી ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલ રીઢો ગુનેગાર કોઈ અન્ય ગુનાને અંજામ આપે તે પહેલાંજ સરદારનગર પોલીસે તેની ધરપકડ કરી ખુબજ પ્રસંશનીય કામગીરી કરી હતી.

આરોપી વિરુદ્ધ અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓ..


સરદારનગર સહીત અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં 9 ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરતી સરદારનગર પોલીસ,બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ

Related posts

મુંબઈ / રેલ્વે ટ્રેક પર ટ્રેન સામે જ પડતું મુકવા દોડી રહી હતી યુવતિ કે અચાનક ડ્રાઇવરે જે કર્યુ એવું કે..જુઓ વીડિયો

Ritesh Parmar

વડોદરા /2002 ના ગોધરાકાંડના માસ્ટર માઈન્ડ હાજી બિલાલનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, હાજી બિલાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો

Ritesh Parmar

કચ્છ/ અંજારમાં રહેતા એક વકીલે પોતાની ઓફિસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, સમગ્ર ઘટના સામે આવતા ચકચાર મચી, કારણ અકબંધ!

Ritesh Parmar

Leave a Comment