Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નવરાત્રી પર્વ છે સાધનાનું, નહીં કે વાસનાનું, વાંચો નવરાત્રી પર્વમાં કેવી ઘટનાઓ બને છે….

નવરાત્રી પર્વ છે સાધનાનું, નહીં કે વાસનાનું, વાંચો નવરાત્રી પર્વમાં કેવી ઘટનાઓ બને છે….

Our Visitor

009905
Total Users : 9905
Total views : 11592
Who's Online : 2

નવરાત્રી પર્વ છે સાધનાનું, નહીં કે વાસનાનું, વાંચો નવરાત્રી પર્વમાં કેવી ઘટનાઓ બને છે….

(જ્યોતિ પટેલ) સિનિયર જર્નાલિસ્ટ

નવરાત્રી પર્વની રીઢીયાળી રાતે ગરબે ઘુમવાનો આનંદ કઈંક ઔર હોય છે,જાણે યૌવન હિલોળે ચડતું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.પરંતુ નવરાત્રીપર્વની રાત્રીઓમાં ગુનેગારો પણ સક્રિય બનતા હોય છે.ઘરથી દુર દુરના અંતરે પાર્ટી પ્લોટ અને ફાર્મ પર યોજાતી ગરબા પાર્ટી ક્યારેક ભયાનક પણ સાબિત થાય છે.નવરાત્રીપર્વમાં આનંદના અતિરેકમાં ભાન ભુલેલા યૌવન રેપ,ગેંગ રેપ અને બ્લેકમેઈલીંગ નો શિકાર બની જાય છે.વાંચો કેવી કેવી ઘટનાઓ બનતી હોય છે.
નવરાત્રીપર્વ દરમીયાન સાવધાની અને સતર્કતા રાખવી હિતાવહ છે.

યાદ રાખો કે નવરાત્રી પર્વ મા જગદંબાની આરાધના, ઉપાસના અને સાધના કરવાનું અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર પર્વ છે, નહીં કે વાસનાનું.
વિશ્વના સૌથી લાંબા ન્રુત્યોત્સવ ગણવામાં આવે છે નવરાત્રી પર્વને.નવરાત્રી પર્વની રાત્રીએ ગરબા ઘુમવાનો આનંદ કઈંક ઔર હોય છે.આભલા જડેલા અને ભરતકામથી બનાવેલા કલાત્મક વસ્ત્રો અને મેકઅપથી સુંદરતાથી યૌવન ખીલી ઉઠે છે.નાના બાળકોથી લઈને વયોવ્રુધ્ધ લોકો નવરાત્રી પર્વમાં ગરબે ઘુમવાનો અનેરો આનંદ માણતા હોય છે.
નવરાત્રી પર્વ દરમ્યાન હવસખોરો,બનાવટી પોલીસ અને ગુનેગારો સક્રિય બનતા હોય છે.

વાંચો કેવી કેવી ઘટનાઓ બને છે નવરાત્રી પર્વ દરમીયાન…..

રેપ પાર્ટી ડ્રગ્સ
નવરાત્રીપર્વ દરમીયાન કેટલાક હવસખોર તત્વો રેપ પાર્ટી ડ્રગ્સનો ઉપયોગ કરે છે.ટાર્ગેટ બનાવેલી યુવતી કે મહિલાની નજર ચુકવી રેપ પાર્ટી ડ્રગ્સ ચાલાકીપુર્વક ઠંડા પીણાં ,નાસ્તો કે પાણીમાં ભેળવી દે છે.જેના કારણે નશાયુક્ત પ્રવાહી પીનાર મહિલાને ચક્કર આવે છે,તેની સેક્સ ની ઈચ્છા કામુક બની જાય છે.

રેપ ગેંગરેપ
નવરાત્રીપર્વ રાત્રે એકાંત અને સુમસામ સ્થળ પર મહિલાઓ પર રેપ કે ગેંંગરેપની ઘટનાઓ પણ બનતી હોય છે.ક્યારેક તો પ્રેમ સંબંધો કેળવીને મહિલાઓને ફસાવવામાં આવે છે.મહિલા પર પ્રેમ સંબંધોના નામે બળાત્કાર ગુજારવામાં આવતા હોય છે.

બ્લેક મેઈલીંગ
પ્રેમ સંબંધો કેળવી અથવાતો તક મળતાં જ મહિલા પર રેપ ગેંગરેપ કર્યા બાદ પણ મહિલાઓને સતત બ્લેકમેઈલીંગ કરીને તેના પર વારંવાર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ બહાર આવે છે.ક્યારેક તો એક તરફી પ્રેમમાં પાગલ બનેલા હવસખોરો મહિલાને સોશીયલ મિડિયામાં બદનામ કરતી ફરિયાદો પણ નોંધાતી હોય છે.

ચોરી લૂંટ
નવરાત્રપર્વ દરમીયાન ગરબે ઘુમવામાં મશગુલ લોકોના પર્સ,વોલેટ,કિંમતી ઘરેણાં કે કિંમતી ચીજવસ્તુની ચોરી લૂંટની ઘટનાઓ
બનતી હોય છે.

બનાવટી પોલીસ ચલાવે છે લૂંટ
અસલી પોલીસ લોકોની સલામતી માટે બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે.જે સમયે લોકોની લૂંટ ચલાવતી નકલી પોલીસ સક્રિય બને છે.નવરાત્રીપર્વ માં શહેરથી દુરના સ્થળો પર ગરબે ઘુમવા જતા લોકોને બનાવટી પોલીસ ચેકીંગના બહાને લૂંટચલાવી ફરાર થઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે.ક્યારેક તો એકાંત સ્થળે બિભત્સ હાલતમાં મળી આવતા યુવક યુવતીઓ પાસેથી બનાવટી પોલીસ રોકડ રકમ , કિંમતી ચીજવસ્તુ કે ઘરેણાં લૂંટ કરતી હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે.

જીવલેણ અકસ્માત
નવરાત્રીપર્વ દરમીયાન લોકો શહેરથી દુરના સ્થળો પર ગરબા જોવા જાય છે.રાત્રી દરમીયાન બેફામ ઝડપે દોડતા વાહનોને જીવલેણ અકસ્માતો નડે છેે.કેટલાક લોકોના મોત નીપજે છે તો કેટલાક લોકોને કાયમી અપંગતા આવે તેવી ઈજાઓ થાય છેેે.

હત્યા – આત્મહત્યા
નવરાત્રીપર્વ દરમીયાન કે પર્વ બાદ હત્યાની ઘટનાઓ પણ બનતી હોય છે.એક તરફી પ્રેમ,પ્રેમ સંબંધોકે પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા કે પ્રિય પાત્રના અન્ય વ્યક્તિ સાથેના સંબંધોના કારણે હત્યા કરવાની ઘટનાઓ બનતી હોય છે.ક્યારેક તો પ્રેમ સંબંધોના કારણે આત્મહત્યા કરવાની ઘટનાઓ પણ બને છે.

બ્લેક મેઈલીંગ
ગરબાની પ્રેક્ટીસ દરમિયાન કે ગરબાઉત્સવમાં કેટલાક શખસો ચાલાકીપુર્વક યુવતીઓના મોબાઈલ નંબર મેળવી લે છે.ગરબાની રમઝટ દરમિયાન યુવતીના ફોટા કે વિડિયો શુટ કરાય છે.જે ફોટા કે વિડિયોને મોર્ફ કરી અશ્લિલ પોસ્ટ બનાવી યુવતીને બ્લેકમેઈલીંગ કરાય છે તો ક્યારેક બદનામ પણ કરવામાં આવતી હોય છે.


નવરાત્રી પર્વ છે સાધનાનું, નહીં કે વાસનાનું, વાંચો નવરાત્રી પર્વમાં કેવી ઘટનાઓ બને છે….

Related posts

શરમજનક /લો બોલો બુટલેગરો જાણે કંઈ હકનું માંગવા ના ગયા હોય તેમ પોલીસ ચોકીમાં ઘુસી જઈને ધમાલ મચાવી!
રાજકોટમાં પોલીસ ચોકીમાં બૂટલેગરોએ કહ્યું- હપ્તા આપીએ છીએ છતા દરોડા પડે છે

Ritesh Parmar

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ! હોટેલમાં મળવા જતા કપલને ધાકધમકી આપી કરતા હતા તોડ, ઝોન 1 LCB એ પર્દાફાશ કર્યો

Ritesh Parmar

અમદાવાદ / વિરાટનગરમાં 4 લોકોની હત્યાં? પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પોતાની પત્ની બે બાળકો અને વડ સાસુની હત્યાં કરી હોવાની શંકા?વિનોદ મરાઠી નામનો શખ્સ ફરાર! પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

Leave a Comment