Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

DGP વિકાસ સહાય નો ગુજરાત પોલીસને આદેશ, ટ્રાફિકના નિયમો ફોલો કરો નહી તો કાર્યવાહી કરવામાં આવશે, પહેલા ટ્રાફિક ના સેન્સ ખુદ પોલીસમાં હોવા જરૂરી પછી નાગરીકોને નિયમ શીખવાડો

DGP વિકાસ સહાય નો ગુજરાત પોલીસને આદેશ, ટ્રાફિકના નિયમો ફોલો કરો નહી તો કાર્યવાહી કરવામાં આવશે, પહેલા ટ્રાફિક ના સેન્સ ખુદ પોલીસમાં હોવા જરૂરી પછી નાગરીકોને નિયમ શીખવાડો

Our Visitor

013146
Total Users : 13146
Total views : 15387
Who's Online : 2

DGP વિકાસ સહાય નો ગુજરાત પોલીસને આદેશ, ટ્રાફિકના નિયમો ફોલો કરો નહી તો કાર્યવાહી કરવામાં આવશે, પહેલા ટ્રાફિક ના સેન્સ ખુદ પોલીસમાં હોવા જરૂરી પછી નાગરીકોને નિયમ શીખવાડો

ટ્રાફિક પોલીસ શહેરભરમાં નવા નિયમો મુજબ વાહનચાલકો પાસેથી તગડા દંડ વસૂલ કરી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને દંડ આપવા માટે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી રહ્યા છે ત્યારે પોલીસ કર્મચારીઓ જ જાહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે. કારમાં બ્લેક ફિલ્મ લગાવવી ગેરકાયદે છે. જેના માટે ટ્રાફિક પોલીસ દંડ વસૂલ કરે છે પરંતુ મોટાભાગના પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે અને નંબર પ્લેટ પણ હોતી નથી તેમ છતાંય તેમની વિરુદ્ધમાં કોઇપણ કાર્યવાહી કરવામાં આવતી નથી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે કરેલા પરિપત્રમાં પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવાના પણ આદેશ આપી દેવાયા છે. રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબી ખરડાઇ છે. પોલીસની ટ્રાફિકના નિયમો તોડવાની નીતિના ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે અને વાહનચલાકો પણ નિયમોની ઐસીતૈસી કરતા હોય છે.

પોલીસ કર્મચારીઓ પોતાની કારમાં સરેઆમ બ્લેક ફિલ્મ લગાવીને ફરી રહ્યા છે, તો અમુક પોલીસ કર્મચારીઓની કાર તો ઘણા સમય જૂની હોવા છતાં પણ નંબર પ્લેટ લગાવેલી નથી. ત્યારે કોઇ પણ પોલીસ કર્મચારીઓ તેમની કારમાં પોલીસ લખેલું બોર્ડ મૂકે તે પણ ગેરકાયદે છે. લોકોને નિયમનું પાલન કરાવતાં પહેલાં પોલીસ પોતે નિયમોનું પાલન કરે તેવું ગુજરાતના DGP વિકાસ સહાય માની રહ્યા છે.
અમદાવાદમાં આવેલા તમામ પોલીસ સ્ટેશનો તેમજ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એટીએસ જેવી અલગ અલગ સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવતા મોટાભાગના પોલીસ કર્મચારીઓ પોતાની કારમાં બ્લેક ફિલ્મ લગાવી રાખી છે.

DGP વિકાસ સહાય નો ગુજરાત પોલીસને આદેશ, ટ્રાફિકના નિયમો ફોલો કરો નહી તો કાર્યવાહી કરવામાં આવશે, પહેલા ટ્રાફિક ના સેન્સ ખુદ પોલીસમાં હોવા જરૂરી પછી નાગરીકોને નિયમ શીખવાડો

Related posts

IPS નીરજ બડગુજર અને PI ચેતન જાદવની જુગલ જોડીની કામગીરીની યશગાથા આજે પણ યાદ કરાય છે

Ritesh Parmar

ઓલપાડ તાલુકા કોંગ્રેસના લોકપ્રિય આગેવાન અને નેતા દર્શન નાયકની આગેવાનીમાં છીણી, ધનસેર, અને પિંજરાતની રાંગમાં વચન પત્રિકા અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Ritesh Parmar

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

Ritesh Parmar

Leave a Comment