Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા કોમી એકતા અને હર્ષો ઉલ્લાહસ સાથે શાંતિમય રીતે સંપૂર્ણ! અમદાવાદની જનતા અને હરિભક્તોએ ગુજરાત પોલીસનો આભાર પ્રકટ કર્યો, લાખો ભક્તોની જનમેદની ઉમટી પડી

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા કોમી એકતા અને હર્ષો ઉલ્લાહસ સાથે શાંતિમય રીતે સંપૂર્ણ! અમદાવાદની જનતા અને હરિભક્તોએ ગુજરાત પોલીસનો આભાર પ્રકટ કર્યો, લાખો ભક્તોની જનમેદની ઉમટી પડી

Our Visitor

009748
Total Users : 9748
Total views : 11412
Who's Online : 2

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા કોમી એકતા અને હર્ષો ઉલ્લાહસ સાથે શાંતિમય રીતે સંપૂર્ણ! અમદાવાદની જનતા અને હરિભક્તોએ ગુજરાત પોલીસનો આભાર પ્રકટ કર્યો, લાખો ભક્તોની જનમેદની ઉમટી પડી

છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી અમદાવાદ પોલીસ દ્વારા ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને સફળ બનાવવા રાત-દિવસ એક કરી આકરી મહેનત કરી રહી હતી. અને આખરે તેમના પરિણામ સ્વરૂપ રથયાત્રા ખુબજ શાંતિમય માહોલ અને કોમી એકતાના સફળ વાતાવરણમાં સંપૂર્ણ થતા અમદાવાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રાને સફળ બનાવવા માટે અમદાવાદ પોલીસ સાથે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસકર્મીઓ ખડેપગે રહીને ખરા તડકે પરસેવો વહાવીને રથયાત્રાને છેલ્લે સુધી સંપૂર્ણ સફળ બનાવવામાં સિંહ ફાળો આપ્યો હતો. ત્યારે ગુજરાત પોલીસના આ અથાગ મહેનત અને સફળતાને અમદાવાદીઓ સલામ કરતા નજરે પડ્યા હતા. સમગ્ર રથયાત્રા દરમ્યાન અમદાવાદ પોલીસ જિંદાબાદ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા ગુંજ્યા હતા. તો સાથોસાથ તમામ ધર્મના લોકોએ ભગવાન જગન્નાથના રથ મંદિરના મહંતો સેવકો અને લાખોની સંખ્યામાં ઉમટી પડેલા હરિભક્તોને વધાવી લઈ તેમજ તેમના માટે ચા, પાણી, શરબત, પ્રસાદી નાસ્તા વગેરેની વ્યવસ્થા કરી કોમી એકતા અને ભાઈચારાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તમામ બાબતોના લીધેજ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા શાંતિમય અને હર્ષોઉલ્લાહસ સાથે સંપૂર્ણ થઈ સકી હતી.

વિગતવાર જણાવી દઈએ કે, અષાઢી બીજને મંગળવારે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથના (Jagannath) સુપ્રસિદ્ધ મંદિરેથી (Temple) સોળેએ શણગાર સજીને વાજતે ગાજતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતાં. વહેલી સવારે 4-00 વાગે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે 7-00 વાગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ત્રણેય રથોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અમિતશાહે મંગળા આરતી કરી ભુપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
ભક્તોના ઘોડાપુર વચ્ચે ‘જય રણછોડ માખણ ચોર’ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આસ્થા, શ્રદ્ધા, ઉલ્લાસ અને કોમી અખલાસ માહોલ વચ્ચે શહેરમાં નીકળી હતી, અને સાંજે 8-30 વાગે રથયાત્રા નિજ મંદિરે શાંતિપૂર્ણ રીતે પરત ફરી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં રથયાત્રાના આયોજકો, શહેર પોલીસ સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાના જગન્નાથ મંદિરે આજે વહેલી સવારે વહેલી 3-45 વાગે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને સવારે 4-00 વાગે અમિત શાહે મંગળા આરતી કરી હતી.

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી ટેબ્લો સાથેની ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા, ભગવાન જગન્નાથ ભગવાન, બલરામ અને બહેન સુભદ્રાના ત્રણ રથને ખેંચતા 1200 જેટલા ખલાસી ભાઈઓ તથા ભારતભરમાંથી આવેલા અંદાજે 2000થી વધુ સાધુ સંતો જોડાયા હતા. રથયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન મગ, જાંબુ, કેરી, કાકડી, અને દાડમના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જમાલપુર, ખાડિયા થઈ રથયાત્રા બપોરે મોસાળ સરસપુર પહોંચી હતી. જ્યાં ભગવાનનું મોસાળું કરાયું હતું.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુર ખાતે આવી પહોંચી ત્યારે ભગવાનનું મામેરુ કરાયું હતું. સરસપુર ખાતે રથયાત્રાએ વિરામ કરતાં લાખો ભાવિક ભક્તોએ સરસપુરની જુદી જુદી પોળોમાં યોજાયેલા મહાપ્રસાદ જમણવારમાં પ્રસાદ લીધો હતો. આ મહાપ્રસાદમાં બટાકાનું શાક, પૂરી, મોહનથાળ, બુંદી- ગાંઠિયા પીરસવામાં આવ્યા હતા. જેનો ભાવિક ભક્તોએ સ્વાદ મળ્યો હતો.

જેમ જેમ રથયાત્રા તેના રૂટ ઉપર આગળ વધતી ગઈ તેમ તેમ નગરજનો હર્ષોલ્લાસ સાથે ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. હૈયે થી હૈયું દબાય તેવી ભારે ભીડ ચારે તરફ જોવા મળી હતી. લાખોની સંખ્યામાં ભક્તોએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રથયાત્રા વિરામ બાદ સરસપુર થી નીકળી કાલુપુર ચોખા બજારથી પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર દરવાજા, શાહપુર અડ્ડા, ખાનપુર થઈને માણેકચોક, પાનકોર નાકા થઈ સાંજે 8-30 વાગે શાંતિપૂર્ણ માહોલમાં જમાલપુર ખાતે નીજ મંદિર પરત ફરી હતી.


અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા કોમી એકતા અને હર્ષો ઉલ્લાહસ સાથે શાંતિમય રીતે સંપૂર્ણ! અમદાવાદની જનતા અને હરિભક્તોએ ગુજરાત પોલીસનો આભાર પ્રકટ કર્યો, લાખો ભક્તોની જનમેદની ઉમટી પડી

Related posts

વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના આરોપીને હેરાન નહી કરવા મહિલા PSI એ લાંચ માંગી, ACB ટીમે છટકું ગોઠવી ખેલ બગાડ્યો

Ritesh Parmar

અમદાવાદ શહેરના 10 PI અને 17 PSI ની બદલી! કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા લેવાયો નિર્ણય, વધુ પોલીસ અધિકારીઓની બદલીઓના એંધાણ

Ritesh Parmar

PSI ને તો પડ્યા જલસા! જે પોલીસ સ્ટેશનમાં વર્ષો સુધી વહીવટદાર રહ્યા તેજ પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફ PSI, કુખ્યાત બુટલેગરોને અને ગુનેગારોને મજા પડી? સૂત્ર

Ritesh Parmar

Leave a Comment