Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નરોડા પાર્વતી જાદવ હોસ્પિટલના 1.87 કરોડની ઠગાઇનો મામલો, આંક 10 કરોડે પહોંચ્યો,ટ્રસ્ટી સહિતના લોકોએ બેંકમાં ભરવાની જગ્યાએ પૈસા ગુમ કર્યા, ક્રાઇમ બ્રાન્ચની ચાર્જશીટ,પોલીસે સીએની મદદ લઇ તપાસ કરી, હજુ આંક વધવાની શક્યતા

Our Visitor

013150
Total Users : 13150
Total views : 15392
Who's Online : 3

નરોડા પાર્વતી જાદવ હોસ્પિટલના 1.87 કરોડની ઠગાઇનો મામલો, આંક 10 કરોડે પહોંચ્યો,ટ્રસ્ટી સહિતના લોકોએ બેંકમાં ભરવાની જગ્યાએ પૈસા ગુમ કર્યા, ક્રાઇમ બ્રાન્ચની ચાર્જશીટ,પોલીસે સીએની મદદ લઇ તપાસ કરી, હજુ આંક વધવાની શક્યતા

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલ પાર્વતી જાદવ હોસ્પિટલમાં બેંકમાં ભરવાના પૈસામાં 1.87 કરોડોની ઠગાઇ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં ઠગાઇનો આંક 10 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. ત્યારે અમુક દસ્તાવેજ હજુ મળ્યા નથી તેથી ઠગાઇનો આંક હજુ વધે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, ટ્રસ્ટી સહિતના લોકોએ બેંકમાં ભરવાની જગ્યાએ પૈસા ગુમ કર્યા હતા. આ મામલે તપાસ માટે પોલીસે સીએની પણ મદદ મેળવી હતી.

પાર્વતી જાદવ હોસ્પિટલની કરોડોની ઠગાઇ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી પ્રફુલભાઇ તલકશીભાઇ ગોહેલ અને પ્રવિણભાઇ રામાભાઇ પટેલ સામે આઇપીસીની કલમ 420,406, 409, 34, 120 બી હેઠળ હજારથી વધુ પાનાની ચાર્જશીટ કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, શહેરના થતલેજ વિસ્તારમાં 71 વર્ષિય ચીનુભાઇ અંબાલાલ પટેલ પરિવાર સાથે રહે છે અને તેઓ યુ.એસ.એ. સિટીઝનશીપ ધરાવે છે. તેઓ પાર્વતી જાદવ હોસ્પિટલના ટ્રસ્ટી છે, ઓગષ્ટ 2022માં ચીનુભાઇને જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં બીજા મોટી નાંણાકીય ગેરરીતી થઇ રહી છે. જેથી તેમણે બન્ને બેંકના સ્ટેટમેન્ટ કઢાવ્યા હતા. ઉપરાંત હોસ્પિટલનો હિસાબ પણ મંગાવ્યો હતો. તે તપાસ કરતા હોસ્પિટલમાં ત્રણ માસમાં હિસાબ મુજબ 2,15,23,552 જમા થવા જોઇતા હતા તેની જગ્યાએ ફક્ત 38,09,266 રૂપિયા જ જમા થયા હતા. આમ બેંકમાં ભરવાના થતા 1,87,14,286 રૂપિયાની ઉચાપત થઇ હોવાનું સામે આવ્યું હતું.

સમગ્ર હિસાબ મામલે તપાસ કરતા આખુંય કૌભાંડ ભરતભાઇ તલકસિંગ ગોહીલ, ધ્રુવ ભરતભાઇ ગોહીલ, નંદીપ ભરતભાઇ ગોહીલ, પ્રફુલ તલકસિંગ ગોહીલ અને પ્રવિણ રામાભાઇ પટેલે આચર્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે તપાસ કરતા આખુય કૌભાંડ 9.97 કરોડનું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કેસમાં હજુ તપાસ જારી છે.અમુક દસ્તાવેજ મળ્યા નથી તેથી કૌભાંડનો આંક વધે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

આ આરોપીઓની ધરપકડ બાકી
ભરતભાઇ તલકશીભાઇ ગોહેલ
ધ્રુવ ભરતભાઇ ગોહેલ
નંદીપ ભરતભાઇ ગોહેલ
જગદીશ જેઠાભાઇ ચૌહાણ
અંબેશ પોપટલાલ પંચાલ
જીગર સંદીપકુમાર જૈન

નરોડા પાર્વતી જાદવ હોસ્પિટલના 1.87 કરોડની ઠગાઇનો મામલો, આંક 10 કરોડે પહોંચ્યો,ટ્રસ્ટી સહિતના લોકોએ બેંકમાં ભરવાની જગ્યાએ પૈસા ગુમ કર્યા, ક્રાઇમ બ્રાન્ચની ચાર્જશીટ,પોલીસે સીએની મદદ લઇ તપાસ કરી, હજુ આંક વધવાની શક્યતા

Related posts

વાડજના નિર્ણયનગરના સરકારી આવાસમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, દારૂની 78 બોટલ, નકલી દારૂ બનાવવામાં વપરાતો કેમિકલ વાડજ પોલીસે કબ્જે કર્યો

Ritesh Parmar

બ્લેક ડે / પુલવામાં શહીદ થયેલા 40 જવાનોને કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અપાઈ,
આમ આદમી પાર્ટીના નરોડા વિધાનસભાના કાર્યકરોની શહીદ જવાનોને અલગ જ રીતે શ્રદ્ધાંજલિ

Ritesh Parmar

આઇપીએસ સતીશ વર્માના ઘરમાં ચોરી કરનાર શખ્સને મેટ્રો કોર્ટ ફટકારી સાત વર્ષની સજા,
આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હોય માફી આપી શકાય નહિ.મેટ્રો કોર્ટ

Ritesh Parmar

Leave a Comment