Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભાવનગરના ડમી કૌભાંડમાં તોડ મામલે યુવરાજસિંહનાં સાળા કાનભા પાસે થી રૂ. આડત્રીસ લાખ પોલીસે કબ્જે કર્યા

ભાવનગરના ડમી કૌભાંડમાં તોડ મામલે યુવરાજસિંહનાં સાળા કાનભા પાસે થી રૂ. આડત્રીસ લાખ પોલીસે કબ્જે કર્યા

Our Visitor

013163
Total Users : 13163
Total views : 15409
Who's Online : 0

ભાવનગરના ડમી કૌભાંડમાં તોડ મામલે યુવરાજસિંહનાં સાળા કાનભા પાસે થી રૂ. આડત્રીસ લાખ પોલીસે કબ્જે કર્યા

નિલમબાગ પોલીસ મથક યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા ઉ.વ.૩૫ રહે આશાપુરા કુપા નંબર ૧૨/૧૭ સ્ટેશન પ્લોટ રામનાથ હોસ્પીટલ સામે ગોર્ડલ જી.રાજકોટ હાલ દેહગામ વ્રજગોપી સોસાયટી ૩૯ નંબરનુ મકાન ગાંધીનગરને તા.૨૨/૦૪/૨૦૨૩ ૬,૦૧/૨૦ વાગ્યે ધરપકડ કરાવામાં આવેલ અને તેના તા,૨૯/૦૪/૨૦૨૩ ના કલાક ૧૭/૦૦ સુધી ના રીમાંડ મેળવવામા આવેલ છે.આ ગુન્હામાં વઘુ તપાસ હાથ ધરતા યુવરાજસિહ અનિરૂધ્ધસિહના સાળા ક્રુષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા ઉર્ફે પપ્પુભાઇ યુવરાજસિહ ગોહીલને તપાસ દરમિયાન સુરત મુકામે થી લાવી પુછપરછ કરવામાં આવેલ અને પુરાવા આધારીત તેને તા,૨૩/૦૪/૨૦૨૩ ના કલાક ૧૮/૦૦ વાગ્યે અટક કરવામા આવેલ અને ઘનીષ્ઠ પુછપરછ દરમીયાન તેને પોલીસ સમક્ષ કબુાત આપેલ કે આ કામે પ્રકાશકુમાર ઉર્ફે પી.કે.” તથા પ્રદીપ બારૈયા પાસેથી તેઓએ ધનશ્યામ લાધવા તથા બીપીન ત્રીવેદી મારફતે જે એક કરોડ રૂપીયા બળજબરીથી કઢાવવા પોતાના ભાઇ શીવભદ્રસિંહ ઉર્ફે શીવુભાની ઓફીસે તેમનુ નામ યુવરાજસિહ જાડેજાની તા,૦૫/૦૪/૨૦૨૩ ની કોન્ફરન્સ મા ડમી ઉમેદવાર કાંડમા નહી જાહેર કરવા માટે ડીલ નકકી કરવામાં આવ્યું હતું.

તેમની પાસે થી યુવરાજસીહ ની સુચનાથી સ્વીકારેલ તે પૈકી ના રૂપીયા શિવુભાએ તા,૧૨/૦૪/૨૦૨૩ ના રોજ તેમના મીત્ર જીત હીતેન્દ્રભાઇ માંડવીયા રહે,શાંતીનાથપાર્ક પ્લોટ નં.૧૪૯૪ ફલેટ નં.૨૦૩ બીજામાળે ગોળીબાર હનુમાનજી વાળારોડ રૂપાણી સર્કલ ખાતે તેના રહેણાંકી ફલેટ મા એક બેગ મા તાળુ મારી મુકેલાની હકીકત આપતા તે પ્રમાણે પંચો રૂબરૂ સદરહુ જગ્યાએ કાનભાના બતાવ્યા પ્રમાણે તે કાઢી આપતા સદરહુ બેગ માથી રૂપીયા ૩૮,૦૦,૦૦૦/- (આડત્રીસ લાખ) રીકવર કરવામા આવેલ છે.

તદુપરાંત પુછરપરછ દરમિયાન તથા તપાસ દરમિયાન એવુ પણ જાણવા મળેલ છે કે આ રૂપીયા એક કરોડ બળજબરીથી કઢાવી આપવા મધ્યસ્થી ની ભુમીકા કરનાર ધનશ્યામ લાધવા તથા બીપીન ત્રીવેદીને કમીશન પેટે દસ ટકા લેખે રૂપીયા દસ લાખ જે બંને ના ભાગે પાંચ-પાંચ લાખ રૂપીયા આરોપી શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભા ગોહીલ આપેલા છે આ બંને કમીશન પેટે બંને ઘનશ્યામભાઇ મહાશંકરભાઇ લાધવા રહે. શીવમ અમૃત -૪ ટોપથી પાસે ભાવનગર બીપીનભાઇ પોપટભાઇ ત્રીવેદી/રમણા રહે. સિદસર રોડ બ્રહ્મ ક્ષત્રિય કન્યા છાત્રાલય પાસે ભાવનગર મુળ.દેવગાણા ભોજપરા વિસ્તાર તા.શિહોર વાળાઓ હાલે તા,૨૯/૦૪/૨૦૨૩ સુધીના રીમાંડ ઉપરહોય તેમની પાસેથી રીકવર કરવાની તજવીજ ચાલુમા છે.


ભાવનગરના ડમી કૌભાંડમાં તોડ મામલે યુવરાજસિંહનાં સાળા કાનભા પાસે થી રૂ. આડત્રીસ લાખ પોલીસે કબ્જે કર્યા

Related posts

ભારતને એશિયા કપ રમવા પાકિસ્તાન આવવું જોઈએ! જો ભારત પાકિસ્તાન આવશે તો તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે : શાહિદ આફ્રીદી

Ritesh Parmar

એશિયા કપ 2022 નું ચેમ્પિયન બન્યું શ્રીલંકા, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 23 રને હરાવી છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો, રાજપક્ષે અને હસરંગા રહ્યા મેચના હીરો

Ritesh Parmar

કાંકરિયા કાર્નિવલમાં પોલીસ કમિશનર જી એસ મલિકે અપનાવ્યો આ આઈડિયા… જીન્સ પેન્ટ અને ટીશર્ટમાં જોવા મળી પોલીસ..

Ritesh Parmar

Leave a Comment