Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મમરાની ગુણની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો મહુવા પોલીસે ઝડપી પાડ્યો, 3 આરોપીઓ, ઇંગ્લિશ દારૂની 618 બોટલો, મોબાઈલ, તેમજ મહિન્દ્રા પીકઅપ સહીત કુલ 5,74,800 નો મુદ્દામાલ જબ્બે

મમરાની ગુણની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો મહુવા પોલીસે ઝડપી પાડ્યો, 3 આરોપીઓ, ઇંગ્લિશ દારૂની 618 બોટલો, મોબાઈલ, તેમજ મહિન્દ્રા પીકઅપ સહીત કુલ 5,74,800 નો મુદ્દામાલ જબ્બે

Our Visitor

013152
Total Users : 13152
Total views : 15395
Who's Online : 0

મમરાની ગુણની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો મહુવા પોલીસે ઝડપી પાડ્યો, 3 આરોપીઓ, ઇંગ્લિશ દારૂની 618 બોટલો, મોબાઈલ, તેમજ મહિન્દ્રા પીકઅપ સહીત કુલ 5,74,800 નો મુદ્દામાલ જબ્બે

સુરત સહીત સમગ્ર ગુજરાતના મોટાભાગના શહેરોમાં દારૂનું દુષણ વકરી રહ્યું છે. અને દારૂબંધીને લઈ હાલ રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ કડક નીતિ સાથે કાર્યવાહી કરવા કમર કસી છે ત્યારે સુરત ગ્રામ્યના મહુવા પોલીસે બાતમીના આધારે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મહુવા પોલીસ સ્ટેશનના ઝાંબાજ અને નીડર પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે. એ. બારોટને તેમના વિશ્વસનીય સૂત્રો દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે કરચેલિયા મિયાપુર થઈને બારડોલી તરફ મહિન્દ્રા પીકઅપ ગાડીમાં કેટલાક શખ્સો ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાનાં છે. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. બારોટે તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ પોતાના પોલીસ સ્ટાફને પેટ્રોલિંગમાં ગોઠવી દઈ બાતમીના વર્ણન વાળી પીકઅપ ગાડીને અટકાવી તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

હાલ ગુજરાત રાજ્યમાં જયારે બુટલેગરો બીજા રાજ્યમાંથી ગુજરાતનાં જુદા જુદા શહેરોમાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવા માટે રોજ અવનવા કિમિયાઓ અપનાવી રહ્યા છે. ત્યારે પોલીસતંત્ર પણ સજાગ બની બુટલેગરો અને ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનારા તત્વોના નાકામ મનસુબા ઉપર ત્રાટકી રહ્યું છે. સુરત ગ્રામ્યના અધિક પોલીસ મહાનિર્દેશ શ્રી પિયુષ પટેલ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ દ્વારા કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે, સુરત ગ્રામ્યમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામી દેવા જરૂરી પગલા ભરવામાં આવે અને દરેક નાકે પોલીસ પેટ્રોલિંગ વધારી દઈ કોઈપણ ભોગે દારૂ, માદક પદાર્થો કે અન્ય કોઈપણ પ્રકારની અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃતિઓને નેસ્ત નાબૂદ કરવા માટે જરૂરી કડક કાર્યવાહી કરવામાં આવે. જેના ભાગ રૂપે મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે. એ. બારોટ દ્વારા મહુવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધાર્યો હતો. આવામાંજ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. બારોટને તેમના અંગત વિશ્વાસુ વ્યક્તિ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો કરચેલિયા થી મિયાપુર થઈને બારડોલી તરફ પીકઅપ ગાડીમાં ઇંગ્લિશ દારૂના જથ્થાની હેરાફેરી કરવાનાં છે. જેથી મહુવા પોલીસ એકશનમાં આવી હતી.

ત્યારબાદ બાતમીના વર્ણન વાળી પીકઅપ ડાલા ત્યાંથી પસાર થતા મહુવા પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પીકઅપ ગાડીના ડ્રાઈવરે ભયજનક રીતે ગાડીને હંકારી પોલીસથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે પોતાના સરકારી વાહન દ્વારા પીકઅપ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી તેને પકડી પાડી હતી. ત્યારબાદ પોલીસે ગાડીની અંદર તલાશી કરતા ડાલાની અંદર મમરાની ગુણની આડમાં ઇંગ્લિશ દારૂ છુપાવી રાખ્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની 618 બોટલો મળી આવી હતી. તો બીજીતરફ મહુવા પોલીસે આ ઓપરેશનમાં કુલ 3 શખ્સોની અટકાયત કરી હતી. મહુવા પોલીસે આરોપીઓ પાસેથી એક મોબાઈલ એક પીકઅપ ડાલા અને ઇંગ્લિશ દારૂની 618 બોટલો સહીત કુલ 5,74,800 નો મુદ્દામાલ જબ્બે કરી ખુબજ પ્રસંશનિય કામગીરી કરી હતી.


મમરાની ગુણની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો મહુવા પોલીસે ઝડપી પાડ્યો, 3 આરોપીઓ, ઇંગ્લિશ દારૂની 618 બોટલો, મોબાઈલ, તેમજ મહિન્દ્રા પીકઅપ સહીત કુલ 5,74,800 નો મુદ્દામાલ જબ્બે

Related posts

મહેસાણા / રસ્તાનો કાંટો હટાવવા 17 વર્ષની નિર્દોષ કિશોરી ભૂમિના માથામા હથોડો મારી તેને સળગાવી નાખી, પોલીસ તપાસમાં હત્યારો ભૂમિની માતાનો પ્રેમી નીકળ્યો

Ritesh Parmar

લીંબડી / જુગારકાંડમાં રેન્જ આઈજી અશોક યાદવે તપાસના આદેશ આપ્યા! જુગારના સંચાલકના પોલીસ સામે કર્યા હતા ગંભીર આક્ષેપ, LCB એ રેડ કરતા સ્થાનિક પોલીસની પોલ ખુલી , હવે કસૂરવાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામે પગલા ભરાશે?

Ritesh Parmar

સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે યુક્રેનિયન મહિલાએ શીશ ઝુકાવ્યું! રશિયા અને યુક્રેન નું યુદ્ધ બંધ થાય એવી ડભોડા દાદાને હૃદયથી પ્રાર્થના કરી

Ritesh Parmar

Leave a Comment