Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના ઉધનામાં એક કંપનીમા સુપરવાઈઝર તરીકે કામ કરતા કારીગરની હત્યા, ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યાં, CCTV ના આધારે પોલીસે તપાસ હાથ ધરી

સુરતના ઉધનામાં એક કંપનીમા સુપરવાઈઝર તરીકે કામ કરતા કારીગરની હત્યા, ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યાં, CCTV ના આધારે પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 1

સુરતના ઉધનામાં એક કંપનીમા સુપરવાઈઝર તરીકે કામ કરતા કારીગરની હત્યા, ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યાં, CCTV ના આધારે પોલીસે તપાસ હાથ ધરી

સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી
ઉધના વિસ્તારમાં હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
ઘટનાને પગલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથધરી

સુરતમાં દિવસે દિવસે ગુનેગારો બેફામ બનતા જોવા મળી રહ્યા છે.છેલ્લા કેટલાક સમયથી સુરતમાં હત્યાના ગુનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક કારીગરની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ઉધના પોલીસ દોડતી થઈ છે. ઘટનાને પગલે પોલીસે ગુનો દાખલ કરી હત્યાનું કારણ અને હત્યારાને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ લક્ષ્‍મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ગેટ નંબર 2માં અવાવરૂ જગ્યાએથી એક યુવકનો મૃતદેહ નજરે પડતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ કરતાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં મૃતક 34 વર્ષીય મહેન્દ્ર શર્મા હોવાનું સામે આવ્યું હતું અને તે લક્ષ્‍મીનારાયણ ઇન્ડસ્ટ્રીના જ એક ખાતામાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અને ગળાના ભાગે તિક્ષ્‍ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરી છે. પરંતુ આ હત્યા કોણે કરી છે અને કયા કારણોસર કરવામાં આવી છે તે અંગે હાલ તપાસ ચાલુ છે.ઉધના વિસ્તારમાં હત્યાની ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી, આ વિસ્તારના સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા,લૂંટ ,ચોરી ,ચીલઝડપ, સહિતના બનાવો બનતા ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે.આ વચ્ચે વધુ એક હત્યાનો બનાવ બનતા શહેરમાં ચકચાર મચી છે.

સુરતના ઉધનામાં એક કંપનીમા સુપરવાઈઝર તરીકે કામ કરતા કારીગરની હત્યા, ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યાં, CCTV ના આધારે પોલીસે તપાસ હાથ ધરી

Related posts

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ત્રાટકી! દોઢ કરોડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,પીસીબી ની ટીમે 700 થી વધુ ઇંગ્લિશ દારૂની પેટીઓ અને ચાર ઈસમોની ધરપકડ કરી તરખાટ મચાવ્યો,

Ritesh Parmar

સુરત ગ્રામ્યની મહુવા પોલીસ SHE ટીમની પ્રસંશનીય કામગીરી! અસ્થિર મગજની 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું પરીવાર સાથે કરાવ્યું મિલન, 3 દિવસ થી મહિલા હતી ગુમ, મહુવા પોલીસની થઈ ખુબ પ્રશંસા

Ritesh Parmar

પોરબંદર /CM ની રેલીમાં આખલા ઘુસ્યા! કડીમાં નીતિન પટેલને અડફેટે લીધા બાદ આજે તિરંગા યાત્રા અંતર્ગત CM ના કાફલામાં આખલા ઘુસ્યા, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment