Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ /જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થયેલ દેશી દારૂની રેડના મામલે સિટી પોલીસ સ્ટેશનના 3 કર્મચારી સસ્પેન્ડ

રાજકોટ /જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થયેલ દેશી દારૂની રેડના મામલે સિટી પોલીસ સ્ટેશનના 3 કર્મચારી સસ્પેન્ડ

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

રાજકોટ /જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થયેલ દેશી દારૂની રેડના મામલે સિટી પોલીસ સ્ટેશનના 3 કર્મચારી સસ્પેન્ડ

જેતપુર શહેરમાં નવાગઢ વિસ્તારમાં આવેલ કારખાનાની પાછળ આવેલ બાવળની ઝાડીમાંથી 17 નવેમ્બર, 2022ના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દેશી દારૂની દરોડો પાડીને રૂ.41.130 નો મુદ્દામાલ કબજે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેતપુર કુખ્યાત બુટલેગરની ત્યાં વિજિલન્સના દરોડાથી સમગ્ર જેતપુર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેના બાદ જેતપુર પોલીસના જવાબદાર કર્મીઓ ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવવવાની વાત આજે સાચી ઠરી છે.આ મામલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનના 3 કર્મચારીઓને એસપી દ્વારા સસ્પેન્ડ કરી દીધા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલને જેતપુર પોલીસ મથક વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ બાબતે બાતમી મળી હતી. જે અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 17 નવેમ્બર 22 નાં રોજ જેતપુરના નવાગઢ ખાતે આવેલ નિલેશ ડાંઇગની બાજુમાં સ્મશાનની નજીક દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોઈ ગેરકાયદે પ્રવૃત્તિ નો પર્દાફાશ કર્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન દેશી દારૂ તેમજ હજારો લીટર ની સંખ્યામાં દારૂ બનાવવા માટે ના આથાનો જથ્થો મળી આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં નવાગઢના દેવીપુજક બે ભાઈઓ આ દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા હોય જેમાં સંજય ઉર્ફે સવો મોહનભાઈ સોલંકી તેમજ ખીમજી મોહનભાઈ સોલંકી નામના શખ્સો હાજર મળી નાં આવતા વોન્ટેડ જાહેર કર્યા હતા તેમજ દારૂ બનાવવા ના સાધનો સહિત રૂ.૪૧.૧૩૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

જેતપુર વિસ્તારમાં પડેલા દારૂના દરોડા મામલે જવાબદારીમાં આવતા ડી સ્ટફના બે કોન્સ્ટેબલ નિલેશ મકવાણા, ઘનુભા જાડેજા તેમજ જગદીશ ઘુઘલને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જેતપુર વિસ્તારમાં નિરંકુશ બનેલી દારૂની બદીને ડામવા સુરક્ષા વિભાગ દ્વારા પડેલા દરોડા બાદ જવાબદાર પોલીસ કર્મીઓ પર થયેલી સસ્પેસનની કામગીરી યોગ્ય પુરવાર થશે


રાજકોટ /જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થયેલ દેશી દારૂની રેડના મામલે સિટી પોલીસ સ્ટેશનના 3 કર્મચારી સસ્પેન્ડ

Related posts

અમદાવાદ પોલીસને બદનામ કરવાની વધુ એક ઘટના, નકલી પોલીસ બની તોડ કરતા શખ્સને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યો, તિક્ષ્ણ હથિયાર બતાવી ચલાવી હતી લૂંટ

Ritesh Parmar

સાવધાન/ ગુજરાત ટ્રાફીક પોલીસ એક્સન મોડમાં, જો હવે પછી હેલ્મેટ કે સીટ બેલ્ટ નહી પહેર્યો હોય તો ચૂકવવું પડશે મોટુ દંડ,

Ritesh Parmar

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

Ritesh Parmar

Leave a Comment