Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

તહેવાર ટાણે ભરૂચ પોલીસની સતર્કતા , પ્રસંશનીય કામગીરી કરતા કોમ્બિગમાં સંખ્યાબંધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડી

તહેવાર ટાણે ભરૂચ પોલીસની સતર્કતા , પ્રસંશનીય કામગીરી કરતા કોમ્બિગમાં સંખ્યાબંધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડી

Our Visitor

013172
Total Users : 13172
Total views : 15421
Who's Online : 0

તહેવાર ટાણે ભરૂચ પોલીસની સતર્કતા , પ્રસંશનીય કામગીરી કરતા કોમ્બિગમાં સંખ્યાબંધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડી

અંકલેશ્વરમાં ફરી ભરૂચ પોલીસનું માસ કોમ્બિંગ, ગડખોલની 35 સોસાયટીઓમાં 10 ટીમમાં 150 ના કાફલાનું સર્ચ, 27 ડઝન ગેરકાયદે પ્રવૃતિઓ ઝડપીવાહનો, મકાન માલિકો, જુગાર, પ્રોહીબિશન અને બી રોલ સહિતના 329 ગેરકાયદે પ્રવૃત્તિઓમાં કરાઈ કાર્યવાહી

  • બહુધા પરપ્રાંતીય વસ્તી ધરાવતા સારંગપુર બાદ ગડખોલ ગામને પોલીસના ઘાડેધાડા ઉતરતા ભારે ઉત્તેજના વચ્ચે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો

ભરૂચ પોલીસે તહેવારોની સિઝનને લઈ અંકલેશ્વર નગરીમાં બીજી વખત માસ કોમ્બિગ હાથ ધર્યું હતું. હાલમાં તહેવારોની સીઝન ચાલી રહી છે. દિવાળીના તહેવારો દરમ્યાન ગુના અટકાવવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. હાલમાં જ અંકલેશ્વરના સારંગપુર ગામ અને આસપાસના વિસ્તારના પરપ્રાંતીઓના વિસ્તારને ધમરોળ્યા બાદ હવે ગડખોલમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ નજીકના દિવસોમાં દિવાળીનો તહેવાર આવનાર હોવાથી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર તંત્ર સતર્ક બન્યું છે. આ ઉપરાંત થોડા સમય અગાઉ અંકલેશ્વરની યુનીયન બેંકમાં બનેલ લુંટના બનાવ બાબતે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ સારંગપુર તથા મીરાનગર વિસ્તારમાં કોમ્બીંગ નાઇટની કાર્યવાહી દરમ્યાન પોલીસે ઘણી ગેરકાયદેસર ગતિવિધિઓ ઝડપી પાડી હતી.
દિવાળીના તહેવારોની મૌસમ દરમિયાન ગંભીર પ્રકારના બનાવ બનતા અટકાવવા તથા પ્રજાની શાંતી અને સલામતી માટે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડખોલમાં આવેલ મહેન્દ્રનગર-1, મહેન્દ્રનગર-2, નિરવકુંજ સોસાયટી, પુષ્પવાટીકા, ચંડાલ ચોકડી વિસ્તાર, તથા અન્ય બીજી અલગ અલગ 35 સોસાયટીઓમાં કોમ્બીંગનુ આયોજન કરવામાં આવેલ હતું.

: મેગા કોમ્બિગમાં 10 ટીમમાં 150 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા

ભરૂચ જિલ્લા પોલીસની એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો, ટ્રાફિક, ક્યુ.આર.ટી., અંકલેશ્વર શહેર પો.સ્ટે., અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે., અંકલેશ્વર રૂરલ, ઝઘડીયા પો.સ્ટે., હાંસોટ પો.સ્ટે. મળી કુલ 10 ટીમોમાં 9 પોલીસ ઇન્સ્પેકટર, 11 પોલીસ સબ ઇન્સ્પેકટર તથા 114 પોલીસકર્મીઓ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
: 329 જેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડી

  • 76 વાહનો એમ.વી.એકટ 207 મુજબ જપ્ત કરવામાં આવ્યા.
  • 36 મકાન ભાડુઆત વિરૂધ્ધ જાહેરનામા આઇ.પી.સી. 188 મુજબ કેસો
  • 26 વ્યક્તિઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ કેસો કર્યા
  • 01 એમ.વી.એકટ 185 મુજબ કેસ
  • 01 જુગારાધારા મુજબ ગુનો- 188 લોકોના બી-રોલ ભરવામાં આવ્યા

: 188 શકમંદોની માહિતી એકત્ર કરવાની કવાયત

ભરૂચ પોલીસે કોમ્બિંગ દરમ્યાન 188 શકમંદ લોકોને શોધી કાઢ્યા છે જેમની ગતિવિધિઓ ઉપર શંકા છે. આ શખ્શો વિરુદ્ધ કોઈ ગુના નોંધાયા છે કે કેમ? તેની માહિતી જાણવા B -Roll ભરી તેમના મૂળ વતન અને અન્ય વિસ્તારમાં પોલીસને મોકલી તેમના અંગેની માહિતી એકત્ર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

: ગુનો બને તે પેહલા તેને બનતો અટકાવવા પોલીસના પ્રયાસ

Dysp આર. આર. સરવૈયા

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, તહેવારોની સીઝનમાં કેટલીક ગેંગ સક્રિય બનતી હોય છે. ગુનો બન્યા બાદ ભેદ ઉકેલવા કરતા તેણે બનતા અટકાવવા ભરૂચ પોલીસ પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં પણ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈરહે તે અંગેની કામગીરી કરવા ભરૂચ જીલ્લા પોલીસ કટીબધ્ધ છે.


તહેવાર ટાણે ભરૂચ પોલીસની સતર્કતા , પ્રસંશનીય કામગીરી કરતા કોમ્બિગમાં સંખ્યાબંધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડી

Related posts

મોડાસા : ઘઉંની બોરીઓની આડમાં સંતાડીને ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો SMC એ ઝડપી પાડ્યો! 10.50 લાખના દારૂ સાથે 2 ની ધરપકડ

Ritesh Parmar

નરોડા પાર્વતી જાદવ હોસ્પિટલના 1.87 કરોડની ઠગાઇનો મામલો, આંક 10 કરોડે પહોંચ્યો,ટ્રસ્ટી સહિતના લોકોએ બેંકમાં ભરવાની જગ્યાએ પૈસા ગુમ કર્યા, ક્રાઇમ બ્રાન્ચની ચાર્જશીટ,પોલીસે સીએની મદદ લઇ તપાસ કરી, હજુ આંક વધવાની શક્યતા

Ritesh Parmar

ગુજરાત પોલીસ ગ્રેડ પેના મામલે લડી લેવાના મૂડમાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું,આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે, તેને ગંભીરતાથી લઈશુ

Ritesh Parmar

Leave a Comment