Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જબરદસ્ત પ્રચાર! એકજ સંકલ્પ જીત, ડોર ટુ ડોર 8 વચનોની પત્રિકાનું વિતરણ, જનતાનું મળી રહ્યું છે સારો પ્રતિસાદ :દર્શન નાયક

સુરત / ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જબરદસ્ત પ્રચાર! એકજ સંકલ્પ જીત, ડોર ટુ ડોર 8 વચનોની પત્રિકાનું વિતરણ, જનતાનું મળી રહ્યું છે સારો પ્રતિસાદ :દર્શન નાયક

Our Visitor

013090
Total Users : 13090
Total views : 15327
Who's Online : 2

સુરત / ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જબરદસ્ત પ્રચાર! એકજ સંકલ્પ જીત, ડોર ટુ ડોર 8 વચનોની પત્રિકાનું વિતરણ, જનતાનું મળી રહ્યું છે સારો પ્રતિસાદ :દર્શન નાયક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત મસમા અને ઇશનપોર ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

બીજીતરફ ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત થોથબ, સરસાણા,પારડી,કોબા અને કસાદ ગામ ખાતે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકા વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો.આ પ્રસંગે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ને જનતા તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. જનતાનો બદલતો મિજાજ અને કોંગ્રેસ પક્ષ તરફનો ઝૂકાવ જોઈને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કઈ નવું કરશે તેવી ઉર્જાનું નિર્માણ થયું હતું. ઓલપાડમાં પ્રચાર કરી રહેલી કોંગ્રેસ સમિતિ સમક્ષ લોકોએ પોતાને પડતી મુશ્કેલીઓ અને અગવડ઼ો વિશે ખુલીને ચર્ચા કરી હતી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક તેમજ ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઓલપાડના નાગરિકોને આશ્વાસન આપીને જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવતા આપની તમામ તકલીફો દૂર કરશે અને કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા અપાયેલા 8 વચનો તાત્કાલિક પુરા કરવામાં આવશે.

સુરત / ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જબરદસ્ત પ્રચાર! એકજ સંકલ્પ જીત, ડોર ટુ ડોર 8 વચનોની પત્રિકાનું વિતરણ, જનતાનું મળી રહ્યું છે સારો પ્રતિસાદ :દર્શન નાયક

Related posts

PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે, ડીસા અને હિંમતનગરમાં જનમેદની વચ્ચે સભા ગજવશે

Ritesh Parmar

મુકાદ્દમ હત્યા કેસમાં તમામ સાત આરોપીનો નિર્દોષ છુટકારોઃ વરિષ્ઠ ધારા શાસ્ત્રી કૈલાસ તમાઈચી ની ધારદાર દલીલો થઈ

Ritesh Parmar

બનાસકાંઠા/ ભાભરના મીઠા ગામે યુવક અને યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત! પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Ritesh Parmar

Leave a Comment