Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં કોંગ્રેસના ગુજરાત સાંકેતિક બંધને સારો પ્રતિસાદ! ઠેર ઠેર માર્કેટો, મોલ્સ, બજારો સજ્જડ બંધ, કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની પોલીસે અટકાયત કરી, જુઓ વિડીયો

સુરતમાં કોંગ્રેસના ગુજરાત સાંકેતિક બંધને સારો પ્રતિસાદ! ઠેર ઠેર માર્કેટો, મોલ્સ, બજારો સજ્જડ બંધ, કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની પોલીસે અટકાયત કરી, જુઓ વિડીયો

Our Visitor

013090
Total Users : 13090
Total views : 15327
Who's Online : 2

સુરતમાં કોંગ્રેસના ગુજરાત સાંકેતિક બંધને સારો પ્રતિસાદ! ઠેર ઠેર માર્કેટો, મોલ્સ, બજારો સજ્જડ બંધ, કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની પોલીસે અટકાયત કરી, જુઓ વિડીયો

દેશના સૌથી મોટા સળગતા પ્રશ્ન એટલે કે વધતી જતી મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય અને ગરીબ નાગરિકોની કમર તોડી નાખી છે. જે સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બર ના રોજ સમગ્ર ગુજરાતમાં શાંતિમય અને ગાંધી ચિંધ્યા માર્ગે “ગુજરાત સાંકેતિક બંધ”નો એલાન કરવામાં આવ્યો હતો. જેના અનુંસંધાનમાં અહેવાલ મળી રહ્યા છે કે સુરત ખાતે બંધના એલાનને વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ અપાયો છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા માર્કેટ, દુકાનો બંધ કરવા અપીલ કરાઈ હતી. જેથી વેપારીઓ દ્વારા સ્વયંભુ બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

વધુમાં મોંઘવારી મુદ્દે નેતા દર્શન નાયક સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં હાલમાં જે મોંઘવારી,GST, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, ખેડૂતોના પડતર પ્રશ્નો, અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓના વધતા ભાવો સામે દેશની અને રાજ્યની ભાજપ સરકારની નીતિમાં ખોટ છે. સામાન્ય નાગરિકો, ગરીબ પરિવારો, આ આર્થિક સંકટનો સામનો કરવામાં અસક્ષ્મ છે.જેની સામે કોંગ્રેસ પોતાની લડત ચાલુ રાખશે. અને આવનારા સમયમાં પણ જો સરકાર મોંઘવારી ઉપર અંકુશ ના મેળવી શકે તો પછી કોંગ્રેસ પાર્ટી આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન અને કાર્યક્રમો યોજવશે.

તમને જણાવી દઈએ કે સુરત કોંગ્રેસના નેતા દર્શન નાયક અને કાર્યકર્તાઓ ઓલપાડ,સરથાણા વિસ્તારમાં ગુજરાત સાંકેતિક બંધ એલાનના પગલે આજે સવારથીજ બંધ કરાવવા માટે સ્થાનિક વેપારીઓને અપીલ કરી હતી. અને આ અપીલને વેપારીઓએ સ્વીકાર કરી નેતા દર્શન નાયકનો સાથ આપ્યો હતો.ભારે સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સુરતના રસ્તાઓ ઉપર બંધ કરાવવા ઉતરી પડ્યા હતા. ત્યારે કોંગ્રેસના બંધના એલાનના કારણે સુરતમાં દુકાનો, માર્કેટો, ઓફિસો, અને તમામ કાર્યક્ષેત્રો સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા. બીજીતરફ કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી તેમજ ખેડૂત સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા મોંઘવારી બાબતે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જે અંતર્ગત દર્શન નાયક તેમજ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઓલપાડ બજાર ખાતેથી સુરત પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

સુરતમાં કોંગ્રેસના ગુજરાત સાંકેતિક બંધને સારો પ્રતિસાદ! ઠેર ઠેર માર્કેટો, મોલ્સ, બજારો સજ્જડ બંધ, કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની પોલીસે અટકાયત કરી, જુઓ વિડીયો

Related posts

સુરતના એસટી બસ સ્ટોપના ખુલ્લા મેદાનમાં એક અજાણ્યા યુવકની લટકતી લાશ મળી! હત્યાં કે આત્મહત્યા પોલીસ અને પબ્લિકમાં તર્ક-વિતર્ક, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

અમદાવાદના વધુ બે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, ફરિયાદી પાસેથી અરજીનો જવાબ લખાવા માંગ્યા હતા 5100 રૂપિયા

Ritesh Parmar

મહેસાણા/આતો કેવી પોલીસ, દારૂ ભરેલી ટ્રક પાસ કરાવી ઈંગ્લીશ દારૂની 2 પેટીઓ પડાવી લીધી, પોલીસે પોલીસ વિરૃદ્ધ ગુનો નોંધ્યો

Ritesh Parmar

Leave a Comment