Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હિન્દી ફિલ્મ જગતના પીઢ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું નિધન, 86 વર્ષના લેજેન્ડ દિગ્દર્શકનું હૃદય બંધ પડી જતા થયું મોત

હિન્દી ફિલ્મ જગતના પીઢ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું નિધન, 86 વર્ષના લેજેન્ડ દિગ્દર્શકનું હૃદય બંધ પડી જતા થયું મોત

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

હિન્દી ફિલ્મ જગતના પીઢ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું નિધન, 86 વર્ષના લેજેન્ડ દિગ્દર્શકનું હૃદય બંધ પડી જતા થયું મોત

બોલીવૂડના પીઢ ફિલ્મ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું મુંબઈમાં લાંબી માંદગી બાદ અવસાન થયું છે. 86 વર્ષના સાવનકુમાર કેટલાય સમયથી ફેફસાં સહિતની બીમારીથી પીડાતા હતા. આજે હૃદય બંધ પડી જવાથી તેમનું નિધન થયું હતું. 

સાવન કુમારની સૌથી જાણીત ફિલ્મોમાં રાજેશ ખન્ના, પદ્મિની કોલ્હાપુરી અને ટીના મુનિમની સૌતન ફિલ્મનો સમાવેશ થાય છે. સાવન કુમારે એ પછી સૌતન શબ્દ પરથી કેટલીય ફિલ્મો બનાવી અને ગીતો પણ લખ્યાં હતાં. સૌતનનાં  શાયદ મેરી શાદી કા ખ્યાલ દિલ મેં આયા હૈ અને જિંદગી પ્યાર કા ગીત હૈ જીસે હર દિલ કો ગાના પડેગા જેવાં તેમનાં લખેલાં ગીતો આજે પણ લોકપ્રિય છે.  

સાવન કુમાર સાથે સંકળાયેલી ખાસ હકીકત એ છે કે વિખ્યાત અભિનેતા સંજીવ કુમારની પહેલી ફિલ્મ અને અભિનેત્રી મીના કુમારીની છેલ્લી ફિલ્મ સાવન કુમારની હતી. . તેમની ફિલ્મ નૌનિહાલ સંજીવ કુમારની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી અને તે માટે સંજીવ કુમારને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.  બીજી તરફ તેમની ફિલ્મ ગોમતી કે કિનારે મીના કુમારીની છેલ્લી ફિલ્મ બની રહી હતી. 

સાવન કુમારની ફિલ્મોમાં પત્ની ઉષા ખન્ના જ સંગીત આપતાં હતાં અને તેમની મોટાભાગની ફિલ્મોનું સંગીત લોકપ્રિય થયું હતું. નવી પેઢીના કલાકારોમાં સલમાન ખાનની સનમ બેવફા તેમની  જાણીતી ફિલ્મ છે. 
આ ઉપરાંત હૃતિક રોશનની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈનાં ગીતો પણ તેમણે લખ્યાં હતાં.

હિન્દી ફિલ્મ જગતના પીઢ નિર્માતા અને ગીતકાર સાવન કુમાર ટાંકનું નિધન, 86 વર્ષના લેજેન્ડ દિગ્દર્શકનું હૃદય બંધ પડી જતા થયું મોત

Related posts

અમદાવાદ/ નરોડામાં એક બંધ મકાનમાં મહિલાની ઘાતકી રીતે હત્યાં કરેલી લાશ મળી આવી,મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા મળ્યા, દુર્ગંધ મારતી લાશમાં કીડા પડી ગયા હોવાનું સામે આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

સરખેજ પોલીસે ચોરીના કેસમાં પકડાયેલ આરોપીના મોઢામાં રૂમાલ નાખી પાછળના ભાગે ઓઈલ લગાડી પટ્ટા વડે માર માર્યો! આરોપીએ PSI ડી.પી.સોલંકી સહિત પાંચ પોલીસકર્મીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી

Ritesh Parmar

ન્યૂઝીલેન્ડના આઉટ ફોર્મ બોલરનું દિમાગ ફર્યું, ભારત સામે t20 મેચમાં સિરીઝ હારી જતા કહ્યું આ સિરીઝ બે મતલબ છે

Ritesh Parmar

Leave a Comment