Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દેશના 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ હોવાનું બહાર આવ્યુ! બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું, દર પાંચ વર્ષે લાઇસન્સ રીન્યુ કરવું પડશે!

દેશના 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ હોવાનું બહાર આવ્યુ! બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું, દર પાંચ વર્ષે લાઇસન્સ રીન્યુ કરવું પડશે!

Our Visitor

013177
Total Users : 13177
Total views : 15427
Who's Online : 0

દેશના 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ હોવાનું બહાર આવ્યુ! બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું, દર પાંચ વર્ષે લાઇસન્સ રીન્યુ કરવું પડશે!

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ન્યુદિલ્હી : દેશમાં ન્યાયતંત્ર સાથે પણ ચેડા થઇ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જે મુજબ દેશના કુલ 20 લાખ જેટલા વકીલો પૈકી અડધા ઉપરાંત એટલે કે 12 લાખ જેટલા વકીલો બોગસ હોવાનું બહાર આવ્યું છે . એટલું જ નહીં આ સંખ્યા છેલ્લા બે વર્ષમાં બમણી થઈ છે. આથી બાર એશોશિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું છે. અને હવેથી વકીલો માટે દર પાંચ વર્ષે લાયસન્સ રીન્યુ કરવું ફરજીયાત કરાયું છે.
ન્યાયના ઈચ્છુક નાગરિકો સાથે ખુલ્લી છેતરપિંડી સમાન આ ઘટનાને ધ્યાને લઇ સીસ્ટમમાંથી બોગસ વકીલોને હાંકી કાઢવા બાર કાઉન્સિલે તમામ વકીલો માટે દર પાંચ વર્ષે લાયસન્સ રિન્યુ કરવાનો નિયમ ફરજિયાત કર્યો છે.

બીસીઆઈએ એડવોકેટ્સ માટે દર પાંચ વર્ષે લાયસન્સ રિન્યુ કરવાનું ફરજિયાત કરવાનો નિયમ બનાવતા આ જાણકારી સામે આવી હતી. બોગસ વકીલોને સીસ્ટમમાંથી બહાર કાઢવા અને પ્રેકટીસ કરતા વકીલોની વેરિફિકેશન પ્રક્રિયા સુદ્રઢ કરવા બીસીઆઈએ રાજ્યની તમામ બાર કાઉન્સિલોને એનરોલમેન્ટ ફી ચાર્જ કરવાની ભલામણ કરી છે. તેમની યુનિવર્સિટી અને કોલેજની ડીગ્રીઓ વેરિફિકેશન માટે મોકલવામાં આવશે.
બીસીઆઈને તપાસમાં જાણ થઈ છે કે કોર્ટમાં યોગ્ય સર્ટિફિકેટો વિના અનેક વકીલો પ્રેકટીસ કરી રહ્યા છે. ગયા વર્ષે તેણે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે ભારતમાં રજિસ્ટર થયેલા 20 લાખ વકીલો પૈકી 30 ટકા વકીલોની ડીગ્રી બોગસ છે.

આ સડાને આગળ વધતો અટકાવવા બીસીઆઈએ રાજ્યની તમામ બાર કાઉન્સિલને વકીલો પાસેથી એનરોલમેન્ટ ફી તરીકે રૂા.2,500 વસુલવા જણાવ્યું છે. નવી ગાઈડલાઈન્સ મુજબ એક એડવોકેટે રાજ્યની બાર કાઉન્સિલમાં નોંધણી કરાવતી વખતે પોતાની શૈક્ષણિક ડીગ્રીઓ સંબંધિત તમામ દસ્તાવેજો સુપરત કરવાના રહેશે. બાર કાઉન્સિલ આ દસ્તાવેજો સુપરત થયાના પાંચ દિવસમાં સંબંધિત યુનિવર્સિટી અથવા બોર્ડને ચકાસણી માટે મોકલશે.

રાજ્યની બાર કાઉન્સિલમાં સત્તાવાર જવાબ મળ્યા પછી જ વકીલની નોંધણી પૂર્ણ થઈ ગણાશે જેની ગેરહાજરીમાં ઉમેદવારની છ મહિના માટે હંગામી નોંધણી કરવામાં આવશે. રાજ્યની બાર કાઉન્સિલે નોંધણીના પ્રમાણપત્રો મોકલવા અગાઉ ઉમેદવારોનો ઈન્ટરવ્યુ લેવાનો રહેશે. ત્યાર બાદ તેમણે 10 દિવસમાં નોંધણી કરાયેલા ઉમેદવારોની વિગતો બીસીઆઈને મોકલવાની રહેશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.


દેશના 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ હોવાનું બહાર આવ્યુ! બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું, દર પાંચ વર્ષે લાઇસન્સ રીન્યુ કરવું પડશે!

Related posts

રથયાત્રાનું મેગા રીહર્સલ: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી પણ જોડાયા

Ritesh Parmar

વર્લ્ડકપ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ માટે આવ્યા સારા સમાચાર! ઋષભ પંત અફઘાનિસ્તાન સામેની શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે – અહેવાલ

Ritesh Parmar

ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા વૃદ્ધાશ્રમ ખાતેના દાદા,દાદીઓ માટે મેડિકલ કેમ્પ, ડીજેના તાલે ગરબા, અંતાક્ષરી સાથે ભોજન કરાવી ભાગવત ગીતા ભેટ અપાઈ, કાર્યક્રમમાં ઝોન 5 ડીસીપી હાજર રહ્યા

Ritesh Parmar

Leave a Comment