Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / CTM ખાતેના આશ્રય ગૃહમાં રહેતા ગરીબ પરિવારો સાથે સ્વતંત્રતા દિવસ ઉજવાયો! AMC તથા અમરાઈવાડી અને સ્વસ્તિક વોર્ડના સખી સંઘ દ્વારા રેલી તેમજ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો, આશ્રિતો સાથે ભોજન કરી માનવતા મહેકાવી

Our Visitor

013090
Total Users : 13090
Total views : 15327
Who's Online : 2

અમદાવાદ / CTM ખાતેના આશ્રય ગૃહમાં રહેતા ગરીબ પરિવારો સાથે સ્વતંત્રતા દિવસ ઉજવાયો! AMC તથા અમરાઈવાડી અને સ્વસ્તિક વોર્ડના સખી સંઘ દ્વારા રેલી તેમજ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો, આશ્રિતો સાથે ભોજન કરી માનવતા મહેકાવી

આજરોજ 15 મી ઑગસ્ટના પાવન અવસર તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમરાઈવાડી – સ્વસ્તિક વોર્ડના સખી સંઘ દ્વારા અમરાઈવાડી ખાતેના સેલ્ટર હોમમાં રહેતા ગરીબ આશ્રિતો સાથે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ આશ્રિતો સાથે મહાનુભાવો, અગ્રણીઓ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ સ્વસ્તિક અમરાઈવાડી વોર્ડના સખી સંઘની તમામ મહિલા કાર્યકરોએ તિરંગા યાત્રા રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કારણ કે આ રેલીમાં કોઈ નેતા કે અભિનેતા જોડાયા ન હતા પરંતુ ગરીબ આશ્રિતો કે જે અન્ય લોકોની સરખામણી ખુબજ સામાન્ય અને વંચિત હતા. આવા નિસહાય, બેઘર અને ગરીબ આશ્રિત લોકો સાથે આઝાદી ના 75 માં વર્ષની ઉજવણી કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સ્વસ્તિક અમરાઈવાડી વોર્ડના સખી સંઘ મહિલા સંગઠને માનવતા મહેકાવી હતી.

આજે 15 મી ઓગસ્ટ આઝાદીના 75 માં વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં હરસો- ઉલ્હાસ સાથે કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત અમદાવાદ ના અમરાઈવાડી ખાતે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત સેલ્ટર હોમ (રેન બસેરા )માં રહેતા ગરીબ આશ્રિતોના ચહેરા ઉપર સ્મિત છલકાવવાનો ઉમદા કાર્ય AMC તેમજ સ્વસ્તિક અમરાઈવાડી સખી સંઘ સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ સેલ્ટર હોમ ખાતે ધ્વજ ફરકાવી સલામી અપાઈ હતી. ત્યારબાદ તિરંગા સાથે CTM બ્રિજથી લઈને ભાઈપુરા, હાટકેશ્વર સુધી રેલી કાઢી કાર્યક્રમની શોભા વધારી હતી. અને ત્યારબાદ સેલ્ટર હોમ પરત ફરી તમામ હોદ્દેદારો, અધિકારીઓ, તેમજ મહિલા સંગઠનની બહેનોએ રેન બસેરાના આશ્રિતો સાથે ભોજન કરી ધન્યતા અનુભવી હતી. આજના કાર્યક્રમમાં મહિલા સંગઠનના સંચાલિકા નંદાબેન, ચેરમેન કૌશિકભાઈ પટેલ, મેનેજર ભાવનાબેન સોલંકી, અને ખજાનચી હંસાબેન હાજર રહ્યા હતા.

અમદાવાદ / CTM ખાતેના આશ્રય ગૃહમાં રહેતા ગરીબ પરિવારો સાથે સ્વતંત્રતા દિવસ ઉજવાયો! AMC તથા અમરાઈવાડી અને સ્વસ્તિક વોર્ડના સખી સંઘ દ્વારા રેલી તેમજ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો, આશ્રિતો સાથે ભોજન કરી માનવતા મહેકાવી

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન માટે ઝોન વાઈસ કુંડ બનાવી કરવામાં આવી ખાસ વ્યવસ્થા! જાણો સંપૂર્ણ વિગત અને લિસ્ટ

Ritesh Parmar

અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સન્માન સાથે આપવામાં આવી વિદાય, તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓર્નર

Ritesh Parmar

સુરત રેન્જ IG વી ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ વલસાડ SP ની પ્રસંશનીય કામગીરી, વલસાડ SOG ને મળી સફળતા, આરોપી બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જાય તે પહેલાં જ કરાઈ ધરપકડ

Ritesh Parmar

Leave a Comment