
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
સાસરીયાઓએ ત્રાસ ગુજારતા પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવી છે. પણ આનાથી વિપરીત કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં ઘર કામ કરવા બાબતે પરિણીતા તેના પતિ સામે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. ઘરમાં પોતુ મારવા જેવી બાબતે મહિલાએ પતિ સામે પોતાના એજ્યુકેશનનો કેફ બતાવ્યો હતો અને અંતે તે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ હતી.
પોલીસ સ્ટેશનમાં આ પરિણીતાએ કહ્યું હતું કે, હું MBA થયેલી છું, મને પોતું કરવાનું કહ્યું જ કેમ?
રિપોર્ટ અનુસાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં એક સ્ટાઈલિસ્ટ મહિલા પોતાની ફરિયાદ કરવા માટે પહોંચી હતી. જ્યારે પોલીસે આ મહિલાને પોતાની સમસ્યા સંભળાવવા માટે જણાવ્યું. તેથી મહિલાએ પોતાની સમસ્યા પોલીસને કહી ત્યારે પોલીસ પણ આશ્ચર્ય ચકિત થઇ ગઈ છે. આ ભણેલી ગણેલી મહિલાએ પોલીસને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મને મારો પતિ હેરાન પરેશાન કરે છે. તેથી પોલીસે મહિલાને પૂછ્યું કે, તમને પતિથી શું પરેશાની છે?
ત્યારે ભણેલી મહિલાએ જણાવ્યું હતું કે, હું MBA ભણેલી છું, મારી ઓફિસમાં ઘણા લોકો મારા હાથની નીચે કામ કરે છે. મારો પતિ મને ઘરમાં પોતું મારવાનું કહે છે. આ ખોટું કહેવાય. મારો પતિ મને ત્રાસ આપે છે. મારા પતિ સામે મારે આ ફરિયાદ નોંધાવી છે. ભણેલી ગણેલી મહિલાની આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થયેલા પોલીસકર્મીઓએ મહિલાને આ ફરિયાદ કેટલી યોગ્ય હોવાનું જણાવ્યું હતું. પોલીસે અંતે મહિલાને સમજાવીને આ મામલે તપાસ કરવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઘણી વખત ઘર કંકાસનું કારણ ઘર કામ પણ હોય છે. આવા કિસ્સાઓ લોકડાઉનમાં પણ સામે આવ્યા હતા. જેમાં માત્ર તેલનો ડબ્બો લેવા જેવી બાબતે થયેલો પતિ-પત્નીનો ઝઘડો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત એક કિસ્સામાં તો પત્નીએ પતિનું મનપસંદ ભોજન ન બનાવતા પતિએ ઘરની બાલકનીમાંથી લટકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પણ આ ઘટનામાં મહિલા એજ્યુકેશનનો કેફ રાખીને પતિએ પોતું મારવાનું કહેતા પતિ સામે કેસ કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચી તે કેટલું યોગ્ય કહેવાય.







Total Users : 13172
Total views : 15421
Who's Online : 0