Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

એસટી ગુજરાતની સલામત સવારી/ હાથ ઊંચો કરીને જાણે મોતને આમંત્રણ આપ્યું! 4 રાહદારીઓને મારી ટક્કર, એક બાળક સહીત ત્રણ ઈજાગ્રસ્ત, સદનસીબે તમામનો જીવ બચ્યો, જુઓ વિડીયો

એસટી ગુજરાતની સલામત સવારી/ હાથ ઊંચો કરીને જાણે મોતને આમંત્રણ આપ્યું! 4 રાહદારીઓને મારી ટક્કર, એક બાળક સહીત ત્રણ ઈજાગ્રસ્ત, સદનસીબે તમામનો જીવ બચ્યો, જુઓ વિડીયો

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

એસટી ગુજરાતની સલામત સવારી/ હાથ ઊંચો કરીને જાણે મોતને આમંત્રણ આપ્યું! 4 રાહદારીઓને મારી ટક્કર, એક બાળક સહીત ત્રણ ઈજાગ્રસ્ત, સદનસીબે તમામનો જીવ બચ્યો, જુઓ વિડીયો

ચાર રાહદારીઓને એસ.ટી. બસે અડફેટમાં લેતા 4ને ઇજા પહોંચી
અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકો થયાં ઈજાગ્રસ્ત
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

રાજ્યમાં દિવસેને દિવસે એસ-ટી ડ્રાઇવરો બેફામ બનતા જતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવે છે.
જાણે કે કોઇના મોતની નથી પરવા કે પછી નથી કોઇનો ડર…રસ્તા પર યમદૂત બનીને એસ-ટી બસ ડ્રાઇવરો ફરી રહ્યા છે.તેનું જીવતુ જાગતુ ઉદાહરણ પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યુ. રસ્તા પર સાઇડમાં ઉભેલા પરિવારને એસ-ટી બસ ડ્રાઇવરે એવા ઉછાડ્યા કે સરકારી બસની ઉપર લખવામાં આવતા સુત્ર મુજબ સલામતીની જગ્યાએ મોતને આમંત્રણ આપ્યુ હોય. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ સીસીટીવી ફુટેજ જોઇને તમને રસ્તા પર જતી એસ.ટી બસથી 20 ફૂટ દૂર રહેવાનું નક્કી કરશો.
મળતી માહિતી મુજબ ગોધરા-વડોદરા હાઇવે પર સાઈડમાં ઉભેલા 5 રાહદારીઓને એસ.ટી. બસે અડફેટમાં લેતા 4 ને પહોંચી છે. વડોદરા હાઈવે કોઠી સ્ટીલ પાસે એસટી બસ ચાલકે રાહદારીઓને એવા અડફેટે લીધા કે એક પછી એક લોકો પડી ગયા. અસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતા. જો કે સદનસીબે જીવ બચી ગયો હતો.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એસટી બસમાં સવાર થવા માટે પાચ જેટલાં લોકો રોડની એક સાઈડ ઊભા હતાં. દરમિયાન બસ ચાલકે બસ થોભાવા માટે અચાનક બ્રેક મારતા સ્ટેરીંગ લોક થયું. એસટી બસનું સ્ટેરીંગ લોક થઈ જવાના કારણે અસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

પરંતુ આ પહેલી ઘટના નથી કે એસ.ટી બસ ડ્રાઇવરની ભુલના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. બેફામ ડ્રાઇવરો રસ્તા પર યમદૂત બનીને ફરી રહ્યા છે. આનાં માટે જવાબદાર કોણ ? ખરેખર સરકારે અને તંત્રએ આ બાબત ઉંડાણપૂર્વક પગલાં લેવા ખૂબ જરૂરી છે. કારણ કે આ પ્રકારનાં બેફામ ડ્રાઇવરોને કારણે અનેક નિર્દોષ લોકોને મોતને ભેટવાનો વારો આવે છે.

એસટી ગુજરાતની સલામત સવારી/ હાથ ઊંચો કરીને જાણે મોતને આમંત્રણ આપ્યું! 4 રાહદારીઓને મારી ટક્કર, એક બાળક સહીત ત્રણ ઈજાગ્રસ્ત, સદનસીબે તમામનો જીવ બચ્યો, જુઓ વિડીયો

Related posts

રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી હોટેલમાં પોલીસની રેડ, હોટલમાં ધમધમતી જુગાર ક્લબ ઝડપાઈ, મેનેજર સહીત 8 જુગારીયાઓ 1.38 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Ritesh Parmar

ગોલમાલ હે ભાઈ…. તાપી જિલ્લામાં મોટા પાયે ચાલી રહ્યું છે રેતી ખનનનું કૌભાંડ! મુખ્યમંત્રી અને કલેકટરને પત્ર લખાયો, વહીવટી અધિકારીઓ અને કસૂરવાર ઈસમો સામે કાર્યવાહી કરવા દર્શન નાયકે કરી માંગ

Ritesh Parmar

નવસારી / ચીખલીમાં ચાર સંતાનની માતાને તેના પતિએજ આડા સબંધોની શંકા રાખી રહેશી નાખી

Ritesh Parmar

Leave a Comment