
SMCએ પાડેલા દરોડાનો રેલો આવ્યો હોય તેમ પડધરીના PSI ગોહિલ સસ્પેન્ડ કરાયા છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ટૂંકા ગાળામાં જ પડધરી પોલીસ મથક વિસ્તારમાં બે દરોડા પાડી મોટા પાયે ચાલતી રેતી ચોરી અને ગેસ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું, જે બાદ પડધરીના પીએસઆઈ આર.જે. ગોહિલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.
એસએમસીની ટીમે 6 જૂને પડધરીના હરીપરખારી ગામે આજી-૩ ડેમમાં મોટા પાયે ચાલતું રેતી ચોરીનું કૌભાંડ ઝડપી 8 ડમ્પર, નદીમાંથી રેતી કાઢવાની 7 બોટ, એક હિટાચી સહિત 1.97 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત બે દિવસ પહેલા જ રંગપરના પાટિયા પાસેથી ઇન્ડિયન ગેસના ટેન્કરમાંથી ગેસ ચોરવાનું રેકેટ પકડાયો હતું જેમાં 7 આરોપી ઝડપાયા હતા. જોકે રેતી ચોરીના રેકેટમાં મહેસુલી, પોલીસ અને ખાણખનીજ ખાતાને હપ્તા અપાયા હોવાની ડાયરી એસએમસીના હાથે લાગી હતી જેમાં એસીબીને તપાસ સોંપાઈ છે. જોવું રહ્યું કે આ અંગે અન્ય કોઈ અધિકારીઓ સામે પગલાં લેવાય છે કે કાચું કપાશે?






Total Users : 13122
Total views : 15360
Who's Online : 8