Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટમાં ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ વિવાદમાં!કોન્સ્ટેબલ અને તેના મિત્રો પાસેથી નાસ્તાના પૈસા માંગતા લારી વાળાના 12 વર્ષના દીકરાને માર માર્યો! પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્રોએ ઈંડાની લારીમાં તોડ-ફોડ કરી

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

રાજકોટમાં ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ વિવાદમાં!કોન્સ્ટેબલ અને તેના મિત્રો પાસેથી નાસ્તાના પૈસા માંગતા લારી વાળાના 12 વર્ષના દીકરાને માર માર્યો! પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્રોએ ઈંડાની લારીમાં તોડ-ફોડ કરી

રાજકોટની પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે. વિવાદ થવાનું કારણ એ છે કે, રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્રોની દાદાગીરી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલે તેના 7 જેટલા મિત્રો સાથે મળીને ઇંડા ખાધા હતા અને જ્યારે પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્રો પાસેથી પૈસા માંગવામાં આવ્યા ત્યારે તમામે સાથે મળીને 12 વર્ષના તરુણને 14 જેટલા ધોકા માર્યા હતા.

મહત્ત્વની વાત છે કે, ફરિયાદી પાસેથી તોડ કરવા મામલે ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન PI સહિતના સ્ટાફની બદલી કરી દેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના તમામ અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહી બાદ પણ હજુ પણ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓને સમજ ન આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલે તેના 7 મિત્રો સાથે ઈંડાંની લારી પર નાસ્તો કર્યા બાદ પૈસા આપવાના બદલે લારી માલિકના 12 વર્ષના દીકરાને 14 ધોકા માર્યા હતા અને ત્યારબાદ લારી સંચાલકની પણ ધોલાઈ કરી હતી.

રિપોર્ટ અનુસાર, રાજકોટમાં આવેલા હેમુ ગઢવી હોલ પાસે ઈંડાંની લારી મૂકીને રજાક નામનો વ્યક્તિ ધંધો કરે છે. રવિવારે રાત્રે 12 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતો ધમભા ઝાલા નામનો કોન્સ્ટેબલ પોતાની સાથે મિત્રોને લઈને રજાકની લારી પર ઈંડા ખાવા માટે ગયો હતો. કોન્સ્ટેબલ સહિત 8 જેટલા લોકોએ પેટ ભરીને ઈંડા ખાધા બાદ જ્યારે રજાકે ઈંડાના પૈસા માંગ્યા ત્યારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ ધમભા ઝાલાએ રજાકને માર માર્યો હતો. આ ઉપરાંત તેની સાથે રહેલા 7 મિત્રો પણ ઈંડાની લારીના સંચાલક પર તૂટી પડ્યા હતા. તો બીજી તરફ રજાકના 12 વર્ષના દીકરા હૈદરને આ તમામ લોકોએ ટાર્ગેટ કરીને માર માર્યો હતો.

ઈંડાની લારીના સંચાલકને માર માર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ અને તેની સાથે આવેલા ઇસમોએ ઈંડાની લારીમાં પણ નુકસાન કર્યું હતું. આ ઉપરાંત જતાં-જતાં આ તમામ ઈસમોએ ઈંડાંની લારી સહિતની વસ્તુ અને ખુરશી ટેબલને પણ લાતો મારી હતી. ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અને તેના મિત્રોની આ પ્રકારની ગુંડાગીરીના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવે આ સમગ્ર મામલે જોવાનું એ રહે છે કે, આ ઘટનામાં જવાબદાર ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અને તેના મિત્રો સામે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.

રાજકોટમાં ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ વિવાદમાં!કોન્સ્ટેબલ અને તેના મિત્રો પાસેથી નાસ્તાના પૈસા માંગતા લારી વાળાના 12 વર્ષના દીકરાને માર માર્યો! પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્રોએ ઈંડાની લારીમાં તોડ-ફોડ કરી

Related posts

BIG BREAKING: ગુજરાત પોલીસનો અત્યાર સુધીનો સૌથી મોટો એક્શન પ્લાન, ડ્રગ્સ માફિયાઓનો ખેલ ખતમ કરવા DGP જી એસ મલિકનો ‘બ્રહ્માસ્ત્ર’ જેવો આદેશ

Ritesh Parmar

સુરત સાયબર ક્રાઈમ પોલીસ ઉપર તોડ કર્યાનો આક્ષેપ, સૌરાષ્ટ્રના બે યુવાનોને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યા, 5 લાખનો તોડ?

Ritesh Parmar

છેલ્લા 7 મહિનાથી ગુમ સુરતના હેડ કોન્સ્ટેબલનો કોઈ પતો નહી મળતા બાળકો દિલ્હીમાં ધરણા પર, દિલ્હી પોલીસ અને સુરત પોલીસના ધક્કા ખાઈ પરીવાર પરેશાન છતાં કોઈ ભાળ નથી મળી

Ritesh Parmar

Leave a Comment