Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રથયાત્રાના લીધે સમગ્ર ગુજરાતમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં વિરમગામમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાની નાકામ કોશિશ! અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો 30 લાખથી વધુનો દારૂ, 1 ટ્રક 10 ફોર વ્હિલર સહીત કુલ 67,45000 નો મુદ્દામાલ, 3 ની ધરપકડ

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

રથયાત્રાના લીધે સમગ્ર ગુજરાતમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં વિરમગામમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાની નાકામ કોશિશ! અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો 30 લાખથી વધુનો દારૂ, 1 ટ્રક 10 ફોર વ્હિલર સહીત કુલ 67,45000 નો મુદ્દામાલ, 3 ની ધરપકડ

ત્રણ ઇસમો સહીત ડઝન જેટલા વાહનો જપ્ત
અમદાવાદ એલ.સી.બી ગ્રામ્ય ટીમની કામગીરી

આવતા બે દિવસમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. જેમાં અસામાજીક તત્વો દ્વારા દારૂ પી છાકટા બની તોફાન ન કરે તેના હેતુસર પોલીસ દ્વારા ખાસ પ્રોહીબીશન ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી થાય તે માટે અમદાવાદ પોલીસે ખાસ એકશન પ્‍લાન બનાવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ સહિત આસપાસનાં વિસ્તારમાં વાહનોનું ચેંકીગ અને પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યુ છે.

મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે વિરમગામ રૂરલ પોસ્ટે હદ વિસ્તારમાં ભાવડા ગામની સીમમાં સરકારી ખરાબામાં પરપ્રાન્તીય વિદેશી દારૂનું કટીંગ થઇ રહ્યુ છે. આ મામલે રાત્રીના સમયે રેઈડ કરી ત્રણ ઇસમોને વિપુલ પ્રમાણના દારૂના જથ્થા સાથે ડઝન જેટલા વાહનો સાથે દબોચી લીધા હતા. આ સાથે જ ભારતીય બનાવટની વિવિધ માર્કાની દારૂની બોટલો નંગ- 14812 (કુલ પેટી નંગ-૬૪૮) જેની કિંમત રૂ. 30,22,225ના વિપુલ દારૂના જથ્થા સાથે કુલ 11 જેટલા વાહનો (01 ટ્રક + 10 ફોર વ્હીલર) સાથે કુલ રૂ.67,45,255/- નો મુદ્દામાલ અમદાવાદ એલ.સી.બી ગ્રામ્યની ટીમે જપ્ત કર્યો હતો.

પકડાયેલ આરોપી

1.મોસીમ સ/ઓ ઇલીયાસ ગોસી (ઉત્તરપ્રદેશ)

2.ધવલ ઉર્ફે જીગર સ/ઓ સુરેશભાઇ જેઠાભાઇ (બાવળા, અમદાવાદ)

3.મુકેશભાઇ સ/ઓ કેસાજી પ્રહલાદજી (બનાસકાંઠા)

વોન્ટેડ આરોપી

1.વીકી (રહે. રોહતક)

2.ગોપાલસિંહ સોલંકી (મુનીમ તરીકે કામ કરનાર)

3.નરેશ ગોસ્વામી (રહે દીયોદર, બનાસકાંઠા)

4.દશરથ ઉર્ફે ડી.કે. (રહે દાંતીવાડા,બનાસકાઠા)

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરવા આવેલા ફોર વ્હીલના ડ્રાઇવરો તથા બીજા મજૂરો સહિત આશરે 15 ઇસમો સંકડોવાયેલા છે. બે દિવસ બાદ અમદાવાદ અને વડોદરામાં મોટી ભગવાન જગન્નાથનની રથયાત્રા નિકળશે જેને લઇને પોલીસનું પેટ્રોલીંગ બન્યુ છે અને ગુન્હેગારોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

રથયાત્રાના લીધે સમગ્ર ગુજરાતમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં વિરમગામમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાની નાકામ કોશિશ! અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો 30 લાખથી વધુનો દારૂ, 1 ટ્રક 10 ફોર વ્હિલર સહીત કુલ 67,45000 નો મુદ્દામાલ, 3 ની ધરપકડ

Related posts

સુરતના કડોદરામાં સમાજસેવાનું બીજું નામ એટલે જીગ્નેશ મોદી! લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ આપી શકે છે મોટી જવાબદારી

Ritesh Parmar

સુરતમાં લૂંટારુ ટોળકીનો આતંક, રીક્ષામાં મુસાફરી કરતા વૃદ્ધને મહિલા સહિતની લૂંટારુ ટોળકીએ માર મારી લૂંટી લીધા,

Ritesh Parmar

દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ સર્જાયો: મહિલાનું અપહરણ કરી બે દિવસ સુધી કર્યું ગેંગરેપ, પ્રાઈવેટ પાર્ટમાં સળિયો ઘુસાડાયો

Ritesh Parmar

Leave a Comment