Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજસ્થાન / ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર દુકાનદારની ગળુ કાપી હત્યાં! ધોળા દિવસે દુકાનમાં ઘુસી જઈ બે ઈસમોએ તલવાર અને ચપ્પુ વડે હત્યાં નીપજાવી! ઈન્ટરનેટ સેવા બંધ, સાત શહેરમાં કર્ફ્યુ

રાજસ્થાન / ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર દુકાનદારની ગળુ કાપી હત્યાં! ધોળા દિવસે દુકાનમાં ઘુસી જઈ બે ઈસમોએ તલવાર અને ચપ્પુ વડે હત્યાં નીપજાવી! ઈન્ટરનેટ સેવા બંધ, સાત શહેરમાં કર્ફ્યુ

Our Visitor

013354
Total Users : 13354
Total views : 15634
Who's Online : 0

રાજસ્થાન / ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર દુકાનદારની ગળુ કાપી હત્યાં! ધોળા દિવસે દુકાનમાં ઘુસી જઈ બે ઈસમોએ તલવાર અને ચપ્પુ વડે હત્યાં નીપજાવી! ઈન્ટરનેટ સેવા બંધ, સાત શહેરમાં કર્ફ્યુ

રાજસ્થાનના ઉદયપુર શહેરમાં એક વ્યક્તિની નુપૂર શર્માના પક્ષમાં પોસ્ટ કરવાના કારણે મંગળવારે હત્યા કરી દેવામાં આવી હતી. કન્હૈયાલાલ નામનો વ્યક્તિ ઉદયપુરમાં ભૂતમહલની પાસે સુપ્રીમ ટેલર્સ નામથી દુકાન ચલાવતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે બપોરે લગભગ 2.30 કલાકે રિયાઝ અખ્તારી અને ગૌસ મોહમ્મદ નામનો આરોપી તલવાર અને ચપ્પુ લઇને તેમની દુકાને આવ્યો અને દિવસના અજવાળામાં તેનું ગળુ કાપીને તેની હત્યા કરી નાંખી.
હિંદુ સંગઠનોએ ઘટનાના વિરોધમાં ઉદયપુરમાં પ્રદર્શન કર્યું હતું. કન્હૈયાલાલના મોત બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે બંને પક્ષોને શાંતિ કાયમ રાખવા માટે અપીલ કરી હતી. પોલીસે ઘટનામાં સામેલ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

હુમલાખોર કન્હૈયાલાલની દુકાનમાં માપ આપવાના બહાને ઘુસ્યા હતાં અને તેણે આખી ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. કેટલાક લોકો ચપ્પુ અને તલવાર લઇને દુકાનમાં ઘુસી જાય છે. થોડી જ વારમાં દુકાનદાર કન્હૈયાલાલ પર હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપીઓએ ‘સિર તન સે અલગ’ના નારા પણ લગાવ્યા હતાં. કન્હૈયાલાલની હત્યામાં સામેલ એક આરોપીનું નામ રિયાદ કહેવાઇ રહ્યું છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હુલાખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહીની વાત કરી રહી છે.

કન્હૈયાલાલ ઉદયપુરના ધાનમંડીના ભૂતમહલ પાસે સુપ્રીમ ટેલર્સ નામથી દુકાન ચલાવતો હતો. કહેવાઇ રહ્યું છે કે, તેણે નુપૂર શર્માના પક્ષમાં પોસ્ટ કરી હતી, ત્યારબાદ તેમને ધમકીઓ મળી રહી હતી. આજે બપોરે લગભગ 2.30 કલાકે બાઇક પર રિયાદ નામનો યુવક તેના એક સાથી સાથે દુકાનમાં પહોંચ્યો અને કપડાંનું માપ આપવાના બહાને દુકાનમાં ઘુસ્યો. કન્હૈયાલાલ કંઇ સમજી શકે તે પહેલા બંને વ્યક્તિઓએ તેના પર તલવાર અને ચપ્પુ ચલાવી દીધા અને તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાંખી. સાથે જ તેણે આ ભયાનક ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.દુકાનદારની હત્યા બાદ હિંદુ સંગઠનોએ ઘટનાનો જોરદાર વિરોધ શરૂ કરી દીધો છે. જ્યારે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, ઉદયપુરમાં યુવકની જઘન્ય હત્યાની ટીકા કરુ છું. આ ઘટનામાં સામેલ દરેક અપરાધીઓ પર કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આ ઘટનાના મૂળ સુધી જશે. હું દરેક પક્ષોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરું છું. આવા જઘન્ય અપરાધમાં સામેલ દરેક વ્યક્તિને કડક સજા આપવામાં આવશે.

રાજસ્થાન / ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર દુકાનદારની ગળુ કાપી હત્યાં! ધોળા દિવસે દુકાનમાં ઘુસી જઈ બે ઈસમોએ તલવાર અને ચપ્પુ વડે હત્યાં નીપજાવી! ઈન્ટરનેટ સેવા બંધ, સાત શહેરમાં કર્ફ્યુ

Related posts

ગુજરાતમાં શીતલહેર થી લોકો ઠુંઠવાયા, નલિયા સૌથી ઠંડુ 2 ડિગ્રી, અમદાવાદ, જામનગર,ડીસામાં પણ ઠંડા પવનથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત, મોટા ભાગના શહેરોમાં બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી

Ritesh Parmar

લો બોલો ડ્રાઈવર વગર આ બાઈક કોણ ચલાવે છે, જબરા કરતબ જોવા મળે છે સોશ્યલ મીડિયા ઉપર, જુઓ લાઈવ વિડીયો

Ritesh Parmar

અમદાવાદના નરોડા વિસ્તારમાં 6 મહિના અગાઉ ચોરી થયેલા બે વાહનોનો ભેદ ઉકેલી નાખતી નરોડા પોલીસ! 2 ટુ વ્હિલર અને એક વાહનચોર સાથે કુલ 1,10.000 નો મુદ્દામાલ ઝડપી પાડીને પ્રસંશનીય કામગીરી કરી

Ritesh Parmar

Leave a Comment