Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલાજ ખેડૂત આગેવાનનો સળગતો સવાલ! દક્ષિણ ગુજરાત ના સહકારી ક્ષેત્ર અને સુગર મિલો પર લગાવેલ ઇન્કમટેક્ષ અને શેરડી પકવતા ખેડૂતોના પડતર પ્રશ્નો નું નિરાકરણ ક્યારે???:દર્શન નાયક: સહકારી અને ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 3663

દર્શન નાયક :નેતા કોંગ્રેસ

ભારતના વડાપ્રધાન શ્રી જ્યારે દક્ષિણ ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ખેડૂતો ફક્ત સહકારી અને ખેડૂતોના સંમેલનો ખેડૂતોને કોઈ ફાયદો થતો હોય એવું લાગી રહ્યું નથી.સરકાર દ્વારા કરવામાં આવી રહેલા નિર્ણયો થી ખેડૂતો ઉપર વિપરીત અસર થઈ રહી છે.સહકારી અને ખેડૂતોના સંમેલનો ના સ્થાને ખેડૂતોનાં પડતર પ્રશ્નો નો નિકાલ કરવાની ખૂબ જ જરૂરી છે.જેથી ખેડૂતોને આવી વિકટ પરિસ્થિતિમાં રાહત થઈ શકે.

(૧) તમામ સુગર ફેક્ટરીઓ સહકારી મંડળીઓ તથા તમામ સહકારી સંસ્થાઓને કન્ઝ્યુમર આઉટલેટ તરીકેની મંજૂરી આપવામાં આવેલી હતી.જેમાંથી ખેડૂતો અને સંસ્થા ના તથા સભાસદોના વાહનોમાં પેટ્રોલ અને ડિઝલનું વેચાણ કરવામા આવતું હતું.પરંતુ હાલમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ નીતિમાં બલ્ક પર્ચેઝર તરીકે ગણતરી માં લઈને વધારાનો ટેક્ષ લાદવામાં આવ્યો છે.જેના લીધે ખુલ્લા બજારમાં મળતા પેટ્રોલ તથા ડીઝલ કરતા મોંઘા(ઉંચા) ભાવે વેચાણ થાય છે.આ તફાવત પેટ્રોલ માં આશરે ૧૨ થી ૧૫ રૂપિયા તથા ડીઝલ માં ૨૨ થી ૨૫ રૂપિયા નો તફાવત હોવાથી હાલમાં સહકારી મંડળીઓ દ્વારા આ પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા છે.જેથી સરકાર દ્વારા આ નીતિમાં ફેરફાર કરી આ પેટ્રોલ પંપો તત્કાલીક અસરથી ફરી ચાલુ કરવામાં આવે,જેથી સહકારી મંડળીઓ અને સભાસદો ને થતા નુકસાન માંથી બચાવી શકાય.

(2) સહકારી મંડળીઓ અને સુગર મીલોમાં ખેડૂતો દ્વારા મુકવામાં આવતી ફિક્સ ડિપોઝિટ અને બચતના વ્યાજ ઉપર અગાઉના સમયમાં TDS લેવામાં આવતું ન હતું. પરંતુ સરકાર દ્વારા ખેડૂતો દ્વારા સહકારી મંડળીઓ અને સુગર મિલોમાં મુકવામાં આવતી બચતો અને ફિક્સ ડિપોઝીટ ના વ્યાજ ઉપર તા.૦૧/૦૪/૨૦૨૧ થી TDS લાગુ કરવામાં આવ્યો છે.જેને ખેડૂતોના હિતમાં તત્કાલ નાબૂદ કરવો જોઈએ

(3)૫૦૦૦ કરોડ રૂપિયા થી વધુની ઇન્કમટેક્ષની રીકવરી( વસુલાત) અંગેની દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને નોટિસ આપવામાં આવેલ છે.આ ઇન્કમટેક્ષ ની માફી બાબતે પ્રધાનમંત્રી દ્વારા ચૂંટણી પ્રચારની સભાઓમાં અશ્વાસન આપેલ હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી.સુગર ફેક્ટરીઓ ના વહીવટી કર્તાઓ મંડળીના ખર્ચ વખતો વખત દિલ્હી ખાતે માત્ર ફોટો સેસન કરાવી દેખાડો કરે છે.આવકવેરા વિભાગ દ્વારા જે આવકવેરાની વસુલાત ની નોટિસો સુગર ફેક્ટરીઓ ને આપવામાં આવેલ છે.તે નોટિસ રદ કરવા અંગે સરકાર તરફથી કરવામાં આવેલ કાર્યવાહી અંગે “શ્વેતપત્ર” બહાર પાડવામાં આવે તેવી માંગ ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે.

(4)સહકારી ખાંડ મંડળીઓ દ્વારા ખેડૂતો પાસે થી જે શેરડી ખરીદવામાં આવતી હતી.તે અંતર્ગત ૨૦૦૨ થી ૨૦૧૭ ના સમયગાળા દરમ્યાન સહકારી સુગર મિલો પાસે સરકાર દ્વારા અગાઉનાં સમયમાં આશરે ૩૦૦ કરોડ રૂપિયા જેટલો ખરીદ વેરો વસુલ કરવામાં આવ્યો હતો.રાજ્ય સરકારે ખેડૂતો અને સહકારી મંડળીઓના હિતમાં આ ખરીદ વેરો પાછો પરત આપવો જોઈએ.

(6) ગત વર્ષે “તૌઉતે વાવાઝોડા” ના કારણે સુગર ફેક્ટરીઓ વહેલી બંધ થઈ જતા માત્ર સાયણ સુગર ની જ આશરે ૧૯૦૦ એકર શેરડીનો પાક ઉભો રહી જવા ના કારણે સરેરાશ ૪૪,૦૦૦ ટન શેરડીની આશરે ૧૨.૫૦ કરોડ જેટલી રકમનું મંડળી ને નુકસાન થયેલ છે.જે ભરપાઈ કરવાની ખાત્રી રાજ્ય સરકારના મંત્રી દ્વારા સાયણ સુગર મીલની જનરલ સભામાં તથા જાહેર સ્થળો પર વખતો વખત આપવામાં આવી છે.મંત્રી શ્રી એ ખાત્રી આપ્યા છતાં પણ આજ દિન સુધી સરકાર દ્વારા આ રકમની ભરપાય કરવામાં આવી નથી.જેથી ખેડૂતો ની માંગ છે કે આ રકમની ભરપાય સરકાર દ્વારા સહકારી મડળીને કરવામાં આવે.

(7) આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ખાંડના ભાવ વધ્યા હોય ત્યારે સરકાર દ્વારા ખાંડ ની નિકાસ ઉપર લગાવવામાં આવેલ નિયંત્રણ ને કારણે સહકારી મંડળીઓ અને ખેડૂતોને નુકસાન જઇ રહ્યું છે.સરકારે ખેડૂતો અને સહકારી મંડળીના હિતમાં ખાંડની નિકાસ ઉપર લગાવેલ નિયંત્રણ તત્કાલ દૂર કરવા જોઈએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

<em>પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલાજ ખેડૂત આગેવાનનો સળગતો સવાલ! દક્ષિણ ગુજરાત ના સહકારી ક્ષેત્ર અને સુગર મિલો પર લગાવેલ ઇન્કમટેક્ષ અને શેરડી પકવતા ખેડૂતોના પડતર પ્રશ્નો નું નિરાકરણ ક્યારે???</em>:<em>દર્શન નાયક: સહકારી અને ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા</em>

Related posts

દાહોદ / સાસરીમાં લગ્ન પ્રસંગ પતાવી ફતેપુરા પોલીસ સ્ટેશન ફરજ પર જતા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં દુઃખદ મોત, ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું

Phone: 9998685264.

મુંબઈ / રેલ્વે ટ્રેક પર ટ્રેન સામે જ પડતું મુકવા દોડી રહી હતી યુવતિ કે અચાનક ડ્રાઇવરે જે કર્યુ એવું કે..જુઓ વીડિયો

Phone: 9998685264.

ઓલપાડ પોલીસે મોટો કૌભાંડ ઝડપી પાડ્યો! બ્રાન્ડેડ કંપનીના નામે બનાવી રહ્યા હતા ડુપ્લીકેટ માલ સામાન, મુખ્ય સૂત્રધાર સહીત 50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Phone: 9998685264.

Leave a Comment