Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કોંગ્રેસના નેતા વાણી વિલાસ વાપરવાની ભાન ભૂલ્યા! ગુજરાત વિધાનસભાં સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે ટપોરી શબ્દનો પ્રયોગ કરતા હોબાળો! નેતાજીને 7 દિવસ માટે કરાયા સસ્પેન્ડ

કોંગ્રેસના નેતા વાણી વિલાસ વાપરવાની ભાન ભૂલ્યા! ગુજરાત વિધાનસભાં સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે ટપોરી શબ્દનો પ્રયોગ કરતા હોબાળો! નેતાજીને 7 દિવસ માટે કરાયા સસ્પેન્ડ

Our Visitor

013167
Total Users : 13167
Total views : 15414
Who's Online : 0

કોંગ્રેસના નેતા વાણી વિલાસ વાપરવાની ભાન ભૂલ્યા! ગુજરાત વિધાનસભાં સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે ટપોરી શબ્દનો પ્રયોગ કરતા હોબાળો! નેતાજીને 7 દિવસ માટે કરાયા સસ્પેન્ડ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

હાલમાં ગુજરાત વિધાનસભામાં (Gujarat Budget) બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં અલગ-અલગ મુદ્દે ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે સવાલ-જવાબ અને અલગ-અલગ મુદ્દે તિખારા થઈ રહ્યા છે, પરંતુ હવે કોંગ્રેસ ના ધારાસભ્યો ટપોરી છાપ બનીને બિનસંસદીય શબ્દો બોલીને વિધાનસભા ગૃહની ગરીમા ને લજવી રહ્યા છે.

કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પુંજા વંશ (punjabhai vansh) વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) માટે ‘ટપોરી’ શબ્દ વાપરીને હોબાળાને સમર્થન આપ્યું હતું.
ભાજપના નેતાઓ અને મંત્રીઓ પર આરોપ મૂકવામાં અવ્વલ રહેલા કોંગ્રેસી ધારાસભ્યો હવે સંસ્કાર પણ ભૂલી ચૂક્યા છે અને બિનસંસદીય શબ્દો વાપરીને ગુજરાતની ગરિમાને ભજવી રહ્યા છે.

ગાંધી ના ગુજરાતની વાત કરનારા કોંગ્રેસી નેતાઓ જ હવે અપશબ્દો બોલીને ગાંધીજીને શરમ માં મૂકી રહ્યા છે. અગાઉના ચાર વર્ષમાં આવા શબ્દો હજી સુધી ઉચ્ચારવામાં આવ્યા નહોતા અને આ પુંજા વંશના આ શબ્દો સાંભળતા કોંગ્રેસના અડધાથી વધુ ધારાસભ્યો પણ આ મુદ્દે ચુપ રહ્યા હતા. કારણ કે જે શબ્દ પ્રયોગ થયો તે અનુઉચિત હતો.

પુંજા વંશે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટપોરી કહીને બોલાવ્યા હતા. જેને કારણે ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઈએ આ અપશબ્દ બોલનાર પૂંજા વંશ ને સસ્પેન્ડ કરાવવા માટે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને દરખાસ્ત મૂકી હતી. જેને જીતુ વાઘાણીએ સમર્થન આપ્યું. જેને લઇને પૂંજા વંશને સાત દિવસ માટે વિધાનસભા ગૃહમાં થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સ્પીકરની કાર્યવાહીને લઇને નારાજ થયેલા કોંગ્રેસી ધારાસભ્યો વોક આઉટ કરી ગયા હતા અને પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સવાલ જવાબ કરીને પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે નારેબાજી કરી ને ગૃહમાંથી ચાલતી પકડી ને લોકશાહીને પણ બદનામ કરી હતી.

કોંગ્રેસના નેતા વાણી વિલાસ વાપરવાની ભાન ભૂલ્યા! ગુજરાત વિધાનસભાં સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે ટપોરી શબ્દનો પ્રયોગ કરતા હોબાળો! નેતાજીને 7 દિવસ માટે કરાયા સસ્પેન્ડ

Related posts

વલસાડ / લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારાયો, યુવકના પિતાની ફરિયાદના આધારે 7 લોકોની ધરપકડ

Ritesh Parmar

ભરૂચ ACB એ છટકુ ગોઠવી વધુ એક લાંચિયા પોલીસને રંગેહાથ ઝડપી પાડ્યો, શહેરમાં એન્ટ્રી ફી ના નામે પૈસા ઉઘરાવતો હતો

Ritesh Parmar

પંચમહાલ/ સંતાનપ્રાપ્તિ માટે ભુવા પાસે વિધિ કરાવવાનું મહિલાને ભારે પડ્યું, ઢોંગી ભુવાએ મહિલા સાથે કર્યું ખોટું કામ

Ritesh Parmar

Leave a Comment