અમદાવાદમાં ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર સંગઠનનો કાર્યક્રમ યોજાયો, મહિલાઓ સાથે દુષ્કર્મ અને હત્યાઓના વધી રહેલા બનાવો સામેના રક્ષણ માટે સંગઠન દ્વારા ગુજરાતના પોલીસ વડા અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરને આવેદન અપાશે
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર)

આજરોજ અમદાવાદના શાહીબાગ ખાતેના સર્કિટ હાઉસમાં 50 થી વધુ મહિલા પત્રકારો ભેગા થઈને એક કાર્યક્રમ યોજ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ મહિલાઓનું સશક્તિ કરણ, સ્વમાન, આત્મરક્ષા, મહિલાઓના હીત, તેમજ ગુજરાતમાં મહિલાઓ સાથે વધી રહેલા અત્યાચારો સામે આ મહિલા સંગઠન અવાજ ઉઠાવવા માટે આગળ આવશે.તેમજ અન્ય એવા ઘણા મુદ્દાઓ જેમકે મહિલા પત્રકારોને સરકાર અનામત આપે, મહિલાઓની થતી જાતીય સતામણી ઘરેલુ હિંસા, મહિલાઓ સાથેના શોષણ જેવા મુદ્દાઓ ઉપર ગંભીર ચર્ચા કરાઈ હતી.
આ મહિલા સંગઠન કાર્યક્રમના મુખ્ય આયોજન કરતા નારી આવાજ ન્યુઝના તંત્રી અને પત્રકાર, સામાજિક સેવિકા કીર્તિબેન રાઠોડ઼ે પોતાના વ્યકતવ્યમાં સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યાંકાંડનો મુદ્દો ઉઠાવી ગંભીર ચર્ચા વિચારણા કરી હતી. તેમજ ગુજરાતમાં મહિલાઓ સાથે દુષ્કર્મ, હત્યાઓ તેમજ ઘરેલું હિંસાના વધી રહેલા બનાવોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પાસેથી મહિલાઓની સુરક્ષા માટે મદદ માંગવાની ગુહાર લગાવી હતી. તેમજ આવનાર દિવસોમાં આ મહિલા સંગઠન મુખ્યમંત્રી, ગૃહમંત્રી, તેમજ ગુજરાતનાં પોલીસવડા અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરને લેખિત આવેદન પત્ર આપી ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે રજુઆત કરશે.
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા મહિલા પત્રકાર સંગઠનના કાર્યક્રમમાં મહિલા પત્રકારોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમજ દરેક બહેનોએ એક બીજાને પુષ્પ આપી અભિવાદન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મહિલા વરિષ્ઠ પત્રકાર કોકિલાબેન ગજ્જર, નારી આવાજના ન્યૂઝના તંત્રી, કીર્તિબેન રાઠોડ, ભાવનાબેન રાવળ, મમતાબેન સોલંકી, જાગૃતિબેન આચાર્ય, ઉષાબેન દરબાર, મીનાક્ષીબેન પ્રજાપતિ, શાહનાજબાનું શેખ, શીરીન શેખ, સંગીતા પંચાલ નિરાલી પટેલ, હેતલબા ચાવડા, ભારતીબેન ભટ્ટ, વિજુબેન આહીર, મન ધોળકિયા,ગીતા પંચાલ અને અન્ય મહિલા પત્રકાર બહેનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.ઓલ ઈન્ડિયા મહિલા પ્રત્રકાર એસોસિયેશન દ્વારા કયા કયા મુદ્દે ચર્ચા અને સલાહ સૂચનોની સંપૂર્ણ વિગત જુઓ
મહિલા પત્રકાર ના વિવિધ પ્રશ્ન અંતર્ગત ચિંતન શિબિર દર મહિને પરિસ્થિતિને ધ્યાને રાખી કરવી
મહિલા પત્રકારને પત્રકારત્વ ક્ષેત્રે માર્ગદર્શન પુરૂં પાડવું
મહિલા પત્રકારોને આત્મનિર્ભર કરવા માટે સમયની પરિસ્થિતિને ધ્યાને રાખીને કાર્યક્રમો કરવા
ઘણા સમયથી પત્રકારત્વ ક્ષેત્રે મહિલા પત્રકારે આપેલી સંપૂર્ણ સેવા અંતર્ગત સરકારી યોજના નો લાભ અપાવવો જેવો કે એક્રેડીટેશન કાર્ડ તેમજ પત્રકારોના મૂળભૂત અધિકારો અંગે ચિંતન શિબિર કરવી
ગુજરાતના વિવિધ જિલ્લામાં મહિલા પત્રકારોનું સંગઠનની રચના કરી સંગઠનને મજબુત કરવું
મહિલા પ્રત્રકાર ની એકતા એજ સંગઠન નો હેતું છે
મહિલા રીપોર્ટર તંત્રી કે મિડિયા સાથે જોડાયેલી મહિલાઓ ના હક હિતમાં સમગ્ર સંગઠન સાથે રહી ન્યાય આપવામાં તત્પર રહેશે
જુદા જુદા જીલ્લામાં કે તાલુકાના મહિલા પ્રત્રકારો ના સ્નેહ મિલન સાથે શુભેચ્છા મુલાકાત મિટિંગ નું આયોજન કરવું
મહિલા પત્રકાર ચિંતન અંતર્ગત ઓલ ઇન્ડિયા મહિલા એસોસિએશનની રચના કરવામાં આવી છે
મહિલા પત્રકાર એસોસીએશનના અધ્યક્ષ ના માર્ગદર્શન થી તમામ હોદ્દેદારો મહિલાએ પોતાના શહેર જિલ્લામાં મહિલા પત્રકાર સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો સાથે વાદવિવાદ થી દૂર રહેવાનું રહેશે
ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર એસોસિએશન ની જન સંપર્ક કાર્યાલય દરેક જિલ્લામાં રચના કરવામાં આવશે
જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ કન્વીનર કન્વીનર મંત્રી સહમંત્રી ઉપપ્રમુખ વગેરે વગેરે હોદ્દેદારોની વરણી કરવામાં આવશે
સભ્ય દીઠ સભ્ય ફી નોર્મલ જ ભરવાની રહેશે જેથી સંગઠનના આઈ કાર્ડ સ્ટેશનરી ખર્ચ સહિત સંગઠનને મજબૂત કરવાના ખર્ચ સર્વે સભ્યોને સાથે મળીને કરવાના રહેશે
દરેક જિલ્લાની જનસંપર્ક કાર્યાલય કચેરીએ કચેરીએ લેટરપેડ આઈ કાર્ડ વગેરે વગેરે બેનર સાથે આપવામાં આવશે
મહિલા પત્રકાર ચિંતન શિબિર જે સમયે નક્કી થશે તેમાં એસોસિએશનના દરેક સભ્યોએ હાજરી અચૂક આપવાની રહેશે સમય ચૂક હાજરી આપવામાં વિલંબ પડે તો એસોસિએશનને અગાઉ જાણ કરવાની રહેશે જેથી આયોજનમાં પરિસ્થિતિને ધ્યાને રાખી કાર્યક્રમો યોજી શકાય
ઉપરોક્ત તમામ વિગતો ને સંપૂર્ણ વાંચીને સર્વે મહિલા પત્રકારોએ પોતપોતાના મંતવ્યો રજુ કરવાની સાથે સાથે જવાબદારી પૂર્વક કામગીરી કરવા અંગે સલાહ સુચન માર્ગદર્શન આપવાનું સૌને હક છે તમામ મહિલા પત્રકાર સભ્ય ના હક હિત અધિકાર માટે આ એસોસિએશનની રચના કરવામાં આવી છે
તમામ બહેનોએ પોતાની યથાશક્તિ પ્રમાણે ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર એસોસિયેશન મા માર્ગદર્શન સલાહ-સૂચન યોગદાન આપવા અપીલ





Total Users : 25
Total views : 93
Who's Online : 0