Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / કાયદાનો રક્ષક ગણાતો પોલીસ જ બન્યો ભક્ષક, પોતાની પત્ની ઉપર શંકા રાખી પટ્ટા વડે અને વાળ પકડી માર મારતો! પત્નીની મરજી વિરૃદ્ધ જબરદસ્તી કરતો સેક્સની માંગણી, પત્નીએ કંટાળી આખરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી

Our Visitor

561030
Total Users : 561030
Total views : 562401

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

પાટણ ડીએસપી ઓફિસ ખાતે પોલીસ ખાતામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો શંકાશીલ પતિ તેની પત્ની સાથે મરજી વિરુદ્ધ જબરજસ્તીથી સેક્સની માગણી કરતો હતો.
જોકે પત્ની ના પાડતા તેને પટ્ટાથી મારતો અને કહેતો કે હું નોકરીએ જાવ ત્યારે તું ક્યાં ભટકે છે, તેમ કહીને વાળ પકડીને મારતો હતો.

પત્નીના વાળ પકડીને તિજોરીના કાચ સાથે માથું અથડાવી મારઝૂડ કરીને ઘરની બહાર કાઢી મુકતા આખરે પત્નીએ ઘાટલોડિયા પોલીસમાં પતિ સાથે સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ મુજબ ઘાટલોડિયા કે.કે.નગર શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા સુનિતા બહેન 32 ( નામ બદલેલ છે )એ 2017માં કાર્તિક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ કાર્તિકના માતા – પિતાને આ લગ્ન મંજૂર નહીં હોવાથી તેઓ લગ્ન થયા ત્યારથી જ નાની – નાની બાબતે ઘર કામ બાબતે તેમજ દહેજ બાબતે સુનિતા બહેનને ત્રાસ આપતા હતા. મે 2021માં કાર્તિકભાઈ નોકરીએથી છૂટી ને ઘરે આવ્યા બાદ સુનિતા બેન સાથે ઝઘડો કરી જબરજસ્તીથી શરીર સંબંધની માંગણી કરી હતી. જોકે સુનિતા બહેને ના પાડતા કાર્તિકે પટ્ટાથી માર મારીને વાળ પકડીને માથુ તિજોરીના કાચ સાથે અથડાવ્યું હતું.

પ્રતિકાત્મક તસ્વીર

આ અંગે 181 પર ફોન કરતા પોલીસ આવી હતી, પરંતુ સંસાર બગડે નહીં એટલે તેમણે ફરિયાદ ન કરી અને સમાધાન કરી લીધું હતુ. ગત 2 જાન્યુઆરીએ રાતે પતિએ ફરી વખત શંકા રાખીને મારઝુડ કરીને કપડા ફાડીને સુનિતા બહેનને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. આખી રાત બહાર બેસી રહ્યાં અને ત્યાંથી તેઓ માતાના ઘરે આવી ગયાં હતાં. આખરે સુનિતા બહેને પતિ કાર્તિક, સસરા રાજેશકુમાર ભગવાનદાસ અને સાસુ શોભનાબહેન વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ / કાયદાનો રક્ષક ગણાતો પોલીસ જ બન્યો ભક્ષક, પોતાની પત્ની ઉપર શંકા રાખી પટ્ટા વડે અને વાળ પકડી માર મારતો! પત્નીની મરજી વિરૃદ્ધ જબરદસ્તી કરતો સેક્સની માંગણી, પત્નીએ કંટાળી આખરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી

Related posts

વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

Phone: 9998685264.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સન્માન સાથે આપવામાં આવી વિદાય, તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓર્નર

Phone: 9998685264.

સજા પામેલા P.I. બી.પી. સોનારાને ખાતાકીય તપાસ બાદ 3 વર્ષ માટે PSI બનાવી દેવાયા,
વાંકાનેર C.P.I. તરીકે ફરજ બજાવતા સોનારાને હુકમની કરવામાં આવી બજવણી

Phone: 9998685264.

Leave a Comment