Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ બાદ અમરેલી જિલ્લામાં પણ PI અને PSI સહીત 9 પોલીસકર્મીઓની ધડાધડ બદલીઓ થી પોલીસ બેડામાં ફફડાટ, એસપી નિર્લિપ્ત રાય આકરા પાણીએ,

રાજકોટ બાદ અમરેલી જિલ્લામાં પણ PI અને PSI સહીત 9 પોલીસકર્મીઓની ધડાધડ બદલીઓ થી પોલીસ બેડામાં ફફડાટ, એસપી નિર્લિપ્ત રાય આકરા પાણીએ,

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

રાજકોટ બાદ અમરેલી જિલ્લામાં પણ PI અને PSI સહીત 9 પોલીસકર્મીઓની ધડાધડ બદલીઓ થી પોલીસ બેડામાં ફફડાટ, એસપી નિર્લિપ્ત રાય આકરા પાણીએ,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ૫૦ પોલીસ કર્મીઓની બદલી પછી ફરી એક વખત જિલ્લામાં પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. અમરેલીમાં પીઆઇ-પીએસઆઇ સહિત ૯ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા એસઓજી પીએસઆઇ એમ.એ.મોરીને લીવ રીઝર્વ પર મોકલી દેવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે.
જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાંથી પણ પીઆઇ અને ચાર પીએસઆઇ સહિતના કર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. અમરેલીમાં સીટી પીઆઇ જે.જે. ચૌધરીને જાફરાબાદ, લાઠીના પીએસઆઇ એન.એ. વાઘેલાને સાવરકુંડલા રૂરલ, જાફરાબાદના પીએસાઇ એસ.આર. શર્માને એસઓજી માં અને વડીયા પીએસઆઇ એ.વી. સરવૈયાની લાઠી ખાતે બદલી કરવામાં આવી છે.
આ સાથે જ અમરેલીમાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા ૪ પોલીસ હેડ કોન્સ્ટેબલની પણ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. જેમાં મધુ ભાઇ નથુ ભાઇ પોપટ (રાજુલા), અજય મુકેશ ભાઇ સોલંકી (પેરોલ ફર્લો), ગિરિરાજ સિંહ વનરાજ સિંહ જાડેજા (પેરોલ ફર્લો), અજય ભાઇ ગોબર ભાઇ વાઘેલા (પીપાવાવ મરીન)ની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.
અમરેલી તાલુકામાં રેતી ચોરી આરોપને જવા દેતા પીએસઆઇ પીબી લકકડને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય પણ કેટલાક આરોપો સર તેમને સસ્પેનશન ઓર્ડર આપી દેવામાં આવ્યા છે
જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે ધડાધડ બદલીના ઓર્ડરો કરતાં જિલ્લાના પોલીસ બેડામાં છેલ્લા કેટલાંક દિવસથી ફફડાટ જોવા મળી રહ્યો છે. રોજ સવારે કોને બદલીના ઓર્ડર થતાં કોના તપેલા કયારે ચડી જાય તેવો ભય પણ પોલીસકર્મીઓમાં જોવા મળી રહ્યો છે.


રાજકોટ બાદ અમરેલી જિલ્લામાં પણ PI અને PSI સહીત 9 પોલીસકર્મીઓની ધડાધડ બદલીઓ થી પોલીસ બેડામાં ફફડાટ, એસપી નિર્લિપ્ત રાય આકરા પાણીએ,

Related posts

આગામી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસે એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, “હિન્દૂ-મુસ્લિમ એક હે” ના નારા સાથે શરુ કરાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ! મહંત -મૌલવી સહીત અમદાવાદના મેયર અને પોલીસ કમિશ્નર રહ્યા ઉપસ્થિત

Ritesh Parmar

સુરેન્દ્રનગર/ લખતરમાં ચાલુ ગરબામાં એક યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો, પોલીસ ઘટના સ્થળે પહોંચી

Ritesh Parmar

સુરત જિલ્લામાં બે હજારથી વધુ દારૂના અડ્ડાઓ! માદક પદાર્થોનું ખુલ્લેઆમ સેવન અને વેચાણ, હત્યાં, દુષ્કર્મ, લૂંટફાટ થી જનતા પરેશાન, સારા પોલીસ અધિકારીઓની સુરત જિલ્લાને જરૂર, હર્ષ સંઘવી સાહેબ કસૂરવારો સામે કાયદાકીય પગલા ભરો : દર્શન નાયક નેતા કોંગ્રેસ

Ritesh Parmar

Leave a Comment