Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાલ માલધારી મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે ભરૂચના નિરુબેન આહીરની વરણી,
ઉજ્જૈન ખાતે મળેલી અખિલ ભારતીય પાલ મહાસભાની બેઠકમાં લેવાયો નિર્ણય

પાલ માલધારી મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે ભરૂચના નિરુબેન આહીરની વરણી,ઉજ્જૈન ખાતે મળેલી અખિલ ભારતીય પાલ મહાસભાની બેઠકમાં લેવાયો નિર્ણય

Our Visitor

013080
Total Users : 13080
Total views : 15317
Who's Online : 0

પાલ માલધારી મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે ભરૂચના નિરુબેન આહીરની વરણી,ઉજ્જૈન ખાતે મળેલી અખિલ ભારતીય પાલ મહાસભાની બેઠકમાં લેવાયો નિર્ણય

રીતેશ પરમાર

ભરૂચ જિલ્લામાં સામાજિક, સેવા અને સકારીતના ક્ષેત્રે વર્ષોથી કાર્યરત અને મહિલા પત્રકાર એવા નિરુબેન આહીરની અખિલ ભારતીય પાલ મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે નિયુક્તિ કરાતા ભરૂચ જિલ્લાના માલધારી સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે.

પાલ – બઘેલ – યાદવ – આહીર સમાજના અખિલ ભારતીય સર્વોચ્ચ સંગઠન “અખિલ ભારતીય પાલ મહાસભા”ની અખિલ ભારતીય સ્તરની બેઠક ઉજ્જૈન ખાતે, મધ્યપ્રદેશ રાજ્યમાં ભગવાન મહાકાલેશ્વર જી ના સાનિધ્યમાં યોજાઈ હતી. આ બેઠકમાં માલધારી સમાજના વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ જ બેઠકમાં યોજાયેલી ચૂંટણીમાં પાલ (માલધારી) મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે નિરુબેન આહિરની નિમણૂક કરવામાં આવી હતી.

નિરુબેન આહીર અનેક સામાજિક, સેવાકીય, સહકારી પ્રવૃત્તિઓ થી જોડાયેલ છે અનેગુજરાત રાજ્યના આંગણવાડી યુનિયન ના પ્રમુખ છે. નિરુબેન આહીરની પાલ મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે નિયુક્તિ થતા ભરૂચ જિલ્લાના માલધારી સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે.


પાલ માલધારી મહાસભાના અખિલ ભારતીય મહિલા પ્રમુખ તરીકે ભરૂચના નિરુબેન આહીરની વરણી,<br>ઉજ્જૈન ખાતે મળેલી અખિલ ભારતીય પાલ મહાસભાની બેઠકમાં લેવાયો નિર્ણય

Related posts

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સયુંકત ઓપરેશન 350 કરોડનું હેરોઈન ઝડપી પાડ્યો! DGP આશિષ ભાટિયાએ કરી પ્રેસ કોન્ફરન્સ

Ritesh Parmar

અમદાવાદ પોલીસનો વધુ એક વિવાદ, ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીની શરમજનક કરતૂત, વૃદ્ધને ઢસડી ધક્કા ધક્કી કરી બહાર કાઢી કર્યો અભદ્ર વર્તન, હાઇકોર્ટમાં ફરીયાદ

Ritesh Parmar

યૂનેસ્કો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા 2022 પુરસ્કાર પ્રાપ્ત કરતી કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા KISS

Ritesh Parmar

Leave a Comment