Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અભિનંદન ગુજરાત પોલીસ, રાજ્યના 19 પોલીસ અધિકારી જવાનોને રાષ્ટ્રપતિ મેડલ થી સન્માનિત કરવામાં આવશે, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસની યાદી જુઓ કોણ કોણ છે સામેલ

અભિનંદન ગુજરાત પોલીસ, રાજ્યના 19 પોલીસ અધિકારી જવાનોને રાષ્ટ્રપતિ મેડલ થી સન્માનિત કરવામાં આવશે, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસની યાદી જુઓ કોણ કોણ છે સામેલ

Our Visitor

013355
Total Users : 13355
Total views : 15635
Who's Online : 0

અભિનંદન ગુજરાત પોલીસ, રાજ્યના 19 પોલીસ અધિકારી જવાનોને રાષ્ટ્રપતિ મેડલ થી સન્માનિત કરવામાં આવશે, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસની યાદી જુઓ કોણ કોણ છે સામેલ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ
કાયદો અને વ્યવસ્થાના એડીજીપી નરસિંમ્હા કોમાર અને અમદાવાદ શહેરના ASIને વિશિષ્ટ સેવા તો 17ને પ્રસંશનીય સેવા મેડલ અપાશે

અમદાવાદ : 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગુજરાત પોલીસમાં બે વિશિષ્ટ સેવા મેડલ અને 17 પ્રસંશનીય સેવા મેડલ જાહેર કરાયા છે જેમાં એક આઈપીએસ, છ નાયબ પોલીસ અધિક્ષક, બે પોલીસ ઈન્સ્પેકટર સહિત 19 જવાનોનો સમાવેશ થાય છે.

આગામી દિવસમાં આ અધિકારી/જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ મેડલ મેળનાર અધિકારી, જવાનોને રાજય પોલીસ વડા દ્વારા અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.

પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને જવાનોને પ્રસંશનીય સેવા અંગેના પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિશિષ્ટ સેવા મેડલ કાયદો અને વ્યવસ્થાના એડીજીપી નરસિંમ્હા એન.કોમાર અને અમદાવાદ શહેર પોલીસના એએસઆઈ ભરતસિંહ દોલતસિંહ વાઘેલાને એનાયત કરવામાં આવશે

જયારે પ્રસંશનીય સેવા મેડલ મેળવનાર અધિકારી અને જવાનોમાં આઈબીના ડીવાયએસપી વી.જે.રાઠોડ, સુરત શહેરના ડીવાયએસપી ડી.જે.ચાવડા, પાટણના ડીવાયએસપી સી.એલ.સોલંકી, સુરેન્દ્રનગરના ડીવાયએસપી આર.બી.દેવધા, એસઆરપી જુથ-17 ચેલાના ડીવાયએસપી એન.એમ.પટેલ, એસઆરપી જુથ-ર ના ડીવાયએસપી વી.એ.પરમાર, એસઆરપી જુથ-રના પોલીસ ઈન્સ્પેકટર ડી.જે.આહીર, પોલીસ ભવન તકનીકી સેવાઓના વાયરલેસ પોલીસ ઈન્સ્પેકટર ડી.કે.કોષ્ટી, એસઆરપી જુથ-ર સૈજપુરના પીએસઆઈ આર.ડી.રણાવત, ખેડાના એએસઆઈ મહેશકુમાર કાલીદાસ રાઠોડ, આણંદના એએસઆઈ મહંમદ યુસુફ ઈસ્માઈલભાઈ શેખ, સુરત શહેરના એએસઆઈ પંકજભાઈ બાબુભાઈ પટેલ, અમદાવાદ ગ્રામ્યના એએસઆઈ જગદીશભાઈ મેવાભાઈ રબારી, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ પ્રહલાદસિંહ રતનસિંહ મકવાણા, સુરત શહેરના એએસઆઈ વિજયભાઈ બહાદુરસિંહ ડોડીયા, અમદાવાદ શહેરના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ વેલુભાઈ ગોહીલ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ જીવાભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ પોલીસ અધિકારીજવાનોને આગામી દિવસોમાં આ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે. રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ પણ રાષ્ટ્રપતિના પોલીસ મેડલ મેળવનાર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

ગીર સોમનાથના ASIને ઉત્તમ જીવનરક્ષા પદક

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મેડલની સાથે ગૃહમંત્રાલય દ્વારા પોતાની જીંદગી જોખમમાં મુકીને જીવ બચાવનાર પોલીસ જવાનને જીવનરક્ષા મેડલ પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તૌકતે વાવાઝોડા સમયે ગુજરાતના દરીયા કાંઠે ત્રણ બોટમાં ફસાયેલા આઠ ક્રૂ મેમ્બરના જીવ બચાવનાર ગીર સોમનાથ જિલ્લાના એઅસઆઈ જગદીશભાઈ દાનાભાઈ મકવાણાને પણ ઉત્તમ જીવનરક્ષા પદક એનાયત કરવામાં આવશે.


અભિનંદન ગુજરાત પોલીસ, રાજ્યના 19 પોલીસ અધિકારી જવાનોને રાષ્ટ્રપતિ મેડલ થી સન્માનિત કરવામાં આવશે, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસની યાદી જુઓ કોણ કોણ છે સામેલ

Related posts

અમદાવાદ શહેરના 10 PI અને 17 PSI ની બદલી! કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા લેવાયો નિર્ણય, વધુ પોલીસ અધિકારીઓની બદલીઓના એંધાણ

Ritesh Parmar

શત શત નમન/ બંધારણના ઘડવૈયા મહાન પુરૂષ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 131 જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશ વાસિયોને શુભકામનાઓ, શુ હતા બાબાસાહેબના અમૂલ્ય શબ્દો અને તેમના વિચારો

Ritesh Parmar

🌟 સ્પેશિયલ સ્ટોરી: ‘સેવા પરમો ધર્મ’ના વૈશ્વિક એમ્બેસેડર! જ્યારે અમેરિકાની સરકાર અને બ્રિટનનો એવોર્ડ એક ગુજરાતી ડોકટરના સંસ્કારો સામે નમી પડે છે

Ritesh Parmar

Leave a Comment