Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભારતીય ક્રિકેટ ટીમનો આફ્રિકામાં કંગાળ પ્રદર્શન યથાવત, બીજી વન-ડેમાં આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું, ટેસ્ટ બાદ વન-ડે શ્રેણી પણ ગુમાવી, ક્દાવર ખેલાડીઓનો ફ્લોપ શો જારી

ભારતીય ક્રિકેટ ટીમનો આફ્રિકામાં કંગાળ પ્રદર્શન યથાવત, બીજી વન-ડેમાં આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું, ટેસ્ટ બાદ વન-ડે શ્રેણી પણ ગુમાવી, ક્દાવર ખેલાડીઓનો ફ્લોપ શો જારી

Our Visitor

013163
Total Users : 13163
Total views : 15409
Who's Online : 0

ભારતીય ક્રિકેટ ટીમનો આફ્રિકામાં કંગાળ પ્રદર્શન યથાવત, બીજી વન-ડેમાં આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું, ટેસ્ટ બાદ વન-ડે શ્રેણી પણ ગુમાવી, ક્દાવર ખેલાડીઓનો ફ્લોપ શો જારી

રીતેશ પરમાર

દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતને સાત વિકેટથી હરાવીને ટેસ્ટ બાદ વનડે શ્રેણી ઉપર પણ કબજો જમાવ્યો છે. ભારતનો બીજી વનડેમાં નિરાશાજનક પરાજય થયો છે. શુક્રવારે બોલેન્ડ પાર્કમાં રમાયેલી બીજી વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં છ વિકેટે 287 રન કર્યા હતા.

જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 48.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જ 288 રન કરી લેતા આસાન વિજય મેળવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ વનડે શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી છે. હવે રવિવારે કેપટાઉનમાં બન્ને ટીમો વચ્ચે ત્રીજી અને ઔપચારિક મેચ રમાશે. ભારતીય કેપ્ટન કે એલ રાહુલે ટોસ જીતીને સૌપ્રથમ બેટિંગનો નિર્ણય કર્ય હતો. પ્રથમ વન-ડે જ્યાં રમાઈ હતી તે ફ્લેટ પીચ પર જ બીજી વન-ડે રમાઈ હતી. ઓપનર રાહુલે 55 રન તેમજ શિખર ધવને 29 રન સાથે પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી ઠીકઠાક શરૂઆત કરી હતી. ધવન 12મી ઓવરમાં માર્કરમના બોલ પર મગાલાના હાથે બાઉન્ડ્રી ફટકારવા જતા કેચ આઉટ થયો હતો.

ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરેલા વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ તેના પરથી દબાણ હટતા તે મોટી ઈનિંગ રમશે તેવી આશા હતી પરંતુ તે ફક્ત પાંચ બોલ રમીને શૂન્ય રન સાથે પેવેલિયન પરત ફરતા ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. રિષભ પંતે 71 બોલમાં લડાયક 85 રનની ઈનિંગ રમતા કપ્તાન રાહુલ સાથે 115 રનની ત્રીજી વિકેટ માટે ભાગીદારી કરી હતી. કે એલ રાહુલનો પ્રમાણમાં કપ્તાન તરીકેનો ઓછો અનુભવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. તેણે પ્રથમ મેચમાં હાર છતાં ટીમમાં કોઈ બદલાવ કર્યો નહતો. શ્રેયસ ઐયર (11) અને વેંક્ટેશને (22) યથાવત રાખવામાં આવ્યા હતા પરંતુ તેઓ ખાસ પ્રદર્શન કરી શક્યા નહતા. દક્ષિણ આફ્રિકાના સ્પિનર્સ શમ્સી અને મહારાજના તરખાટ સામે ભારતીય મિડલ ઓર્ડરનો વધુ એક વખત ફ્લોપ શો રહ્યો હતો. શમ્સીએ બે વિકેટ લીધી હતી. શાર્દુલ 40 રન તેમજ અશ્વિન 25 રન કરી અણનમ રહ્યા હતા.

ભારતના પ્રમાણમાં સરેરાશ સ્કોર સામે દક્ષિણ આફ્રિકાએ આક્રમક શરૂઆત કરી હતી. ડી કોકને રિષભ પંતે જીવતદાન આપ્યા બાદ તેણે 66 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 78 રનની ઈનિંગ રમી હતી અને પ્લેયર ઓફ મેચ રહ્યો હતો. ઓપનર જાનેમન મલાને 91 રન કર્યા હતા. બન્ને વચ્ચે પ્રથમ વિકેટની 132 રનની મેચ વિજયી પાર્ટનરશિપ રહી હતી. શાર્દુલ ઠાકુરે ઓપનિંગ જોડીને તોડતાં ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ભારતનો ફાસ્ટ બોલર બુમરાહે મલાનને બોલ્ડ કરતા આફ્રિકાએ બીજી વિકેટ 212 રને ગુમાવી હતી. કપ્તાન ટેમ્બા બાવુમાએ 35 રનનો ફાળો આપ્યો હતો. સ્પિનર ચહલે બાવુમાને કોટ એન્ડ બોલ્ડ કરીને ભારત માટે છેલ્લી આશા જગાવી હતી પરંતુ ત્યાં સુધીમાં મેચ એકતરફી બની ગઈ હતી. માર્કરમ અને ડુસૈન 37-37 રન કરી અણનમ રહ્યા હતા અને આફ્રિકાએ બીજી વનડે સાત વિકેટે જીતી લીધી હતી. બોલિંગમાં ભારતનો આધાર એકમાત્ર બુમરાહ પર રહ્યો હતો. સતત બીજી મેચમાં ભારતના બોલર્સે નિરાશ કર્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમે મીડિયમ પેસર અને સ્પિનર્સની ઓવરમાં સરળતાથી રન કર્યા હતા. ભુવનેશ્વર કુમારે આઠ ઓવરમાં 67 રન આપ્યા હતા અને એકપણ વિકેટ ઝડપી શક્યો નહતો. અશ્વિન અને વેંક્ટેશ પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયા હતા.

પંત ડી કોકનું સ્ટમ્પિંગ ચૂક્યો તે મેચનો ટર્નિંગ પોઈન્ટ

ભારતીય ટીમ બીજી વન-ડેમાં શરૂઆતની ઓવરમાં આફ્રિકાના આક્રમક બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને આઉટ કરવાની ગોલ્ડન તક ચૂક્યું હતું. સાતમી ઓવરમાં અશ્વિને ચાલાકીથી બોલ નાંખ્યો હતો જેને ક્રીઝ બહાર નિકળીને રમવાનો પ્રયાસ કરતા ડી કોક પરખવામાં થાપ ખાઈ ગયો હતો. ભારતના વિકેટકીપર પંત પણ આ સમયે સ્ટમ્પિંગ કરવાનું ચૂક્યો હતો. ત્યારબાદ ડી કોકે 78 રન ફટકારીને બાજી પલટી નાંખી હતી. આ મેચનો ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો.

કોહલી 450મી આંરાષ્ટ્રીય મેચમાં શૂન્યમાં આઉટ

ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આફ્રિકા સામે બીજી વન-ડેમાં શૂન્ય રને આઉટ થયો હતો. જો કે આ વિરાટ કોહલીની 450મી આંતરાષ્ટ્રીય મેચ હતી. વિરાટ સ્પિનર કેશવ મહારાજની ઓવરમાં આઉટ થયો હતો. કોહલીએ 2008માં શ્રીલંકા સામે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અગાઉ 450 આંતરાષ્ટ્રીય મેચના માઈલસ્ટોનને પાર કરનાર ક્રિકેટર્સમાં સચિન તેંડુલકર (664), એમ એસ ધોની (535) અને રાહુલ દ્રવિડ (505)નો સમાવેશ થાય છે.


ભારતીય ક્રિકેટ ટીમનો આફ્રિકામાં કંગાળ પ્રદર્શન યથાવત, બીજી વન-ડેમાં આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું, ટેસ્ટ બાદ વન-ડે શ્રેણી પણ ગુમાવી, ક્દાવર ખેલાડીઓનો ફ્લોપ શો જારી

Related posts

રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક કંઈક એવું બન્યું કે. વીડિયો જોઈને તમે પણ હચમચી જશો, જુઓ ઘટનાનો વિડીયો

Ritesh Parmar

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વી.એમ. પંચોલીએ પટના હાઇકોર્ટના જસ્ટિસ તરીકેના શપથ લીધા! જસ્ટિસ પંચોલીના આમંત્રણને આવકારી ગુજરાત હાઇકોર્ટના નામાંકિત જજ અને વકીલો શપથવિધિમા હાજર રહ્યા

Ritesh Parmar

અદાણી એન્ટરપ્રાઈઝ FPOમાં UAEની લિસ્ટેડ કંપની IHCની મોટી બોલી, એન્કર બુક બાદ હવે લગાવ્યા 3261 કરોડ

Ritesh Parmar

Leave a Comment