Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લુખ્ખાગીરી કરવી કે ડોન બનવાનો વહેમ હોય તો કાઢી નાખજો, નહિતર ગુજરાત પોલીસ બરાબરની હવા કાઢશે, સુરતમાં બાઈક પર પિસ્તોલ સાથે ભાઈગીરી કરતા જય- વીરુના હાલ જોઈલો

લુખ્ખાગીરી કરવી કે ડોન બનવાનો વહેમ હોય તો કાઢી નાખજો, નહિતર ગુજરાત પોલીસ બરાબરની હવા કાઢશે, સુરતમાં બાઈક પર પિસ્તોલ સાથે ભાઈગીરી કરતા જય- વીરુના હાલ જોઈલો

Our Visitor

013009
Total Users : 13009
Total views : 15233
Who's Online : 0

લુખ્ખાગીરી કરવી કે ડોન બનવાનો વહેમ હોય તો કાઢી નાખજો, નહિતર ગુજરાત પોલીસ બરાબરની હવા કાઢશે, સુરતમાં બાઈક પર પિસ્તોલ સાથે ભાઈગીરી કરતા જય- વીરુના હાલ જોઈલો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ઘણી વખત બાઇક પર સ્ટંટ કરતા યુવકોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને આ વીડિયો બાદ પોલીસ એક્શનમાં આવતી હોય છે અને પોલીસ દ્વારા આ ઈસમોની ધરપકડ કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતમાં બાઈક પર હીરોગીરી કરનારા બે ઈસમોનો ઇસમોનો વીડિયો વાયરલ થયા બાદ સુરતની અમરોલી પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેમનો જે વીડિયો વાયરલ થયો છે તે 14 ડિસેમ્બરનો છે.
પોલીસની ધરપકડ બાદ આ બન્ને ઈસમો તો પોલીસ સમક્ષ હાથ જોડી રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક હાથમાં પિસ્તોલ રાખીને બાઇક ચલાવતો હોય તેવું દેખાઈ રહ્યું છે.

પિસ્તોલ સાથે ભાઈગીરી ભારે પડી જુઓ વિડીયો

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, બાઇક પર સ્ટંટ કરનારા પોરબંદરના રહેવાસી છે. હાલ તો બંનેની સામે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં 14 ડિસેમ્બરના રોજ ગુનો દાખલ થયો હતો.

રિપોર્ટ અનુસાર સુરતના સોશિયલ મીડિયામાં બે યુવકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી. આ વીડિયોમાં નિક ઓડેદરા નામનો યુવક બાઇક પર સ્ટંટ કરી રહ્યો હતો. નિક ઓડેદરાએ એક હાથમાં પિસ્તોલ પકડી હતી.

આ વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે, આ યુવકનો વીડિયો સુરતના અમરોલી વિસ્તારમાં છે. તેથી અમરોલી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને બાઈક પર હાથમાં ગન રાખીને સ્ટંટ કરનારા બંને ઈસમોની ધરપકડ કરી હતી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નિક ઓડેદરા આ પ્રકારે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરે છે. ત્યારે પોલીસની તપાસમાં જાણવા મળશે કે, નિક પાસે જે પિસ્તોલ જોવા મળી હતી તે રીયલ છે કે, પછી એર ગન.

આ વીડિયો વાયરલ થયા બાદ હર્ષ સંઘવીએ આ વીડિયો વિશે કહ્યું હતું કે, અમે તેમને પકડી લીધા છે. વીડિયો 14 ડિસેમ્બરનો છે અને વીડિયોમાં પિસ્તોલ દેખાય છે તે લાઇટર છે.
મહત્ત્વની વાત છે કે, સુરતમાં કોરોનાના કારણે રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. તેવામાં રાત્રિના સમયે આ ઈસમોએ સોશિયલ મીડિયામાં આ પ્રકારનો વીડિયો ઉતારીને અપલોડ કર્યો હોવાના કારણે પોલીસના પેટ્રોલીંગની કામગીરી પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. તો બીજી તરફ સવાલ થઈ રહ્યા છે કે, આ ઈસમો વીડિયો બનાવી રહ્યા હતા ત્યારે શું આ વાત પોલીસને ધ્યાને નહીં આવી હોય? પરંતુ હાલ બાઇક પર સ્ટંટ કરનારાઓને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે.


લુખ્ખાગીરી કરવી કે ડોન બનવાનો વહેમ હોય તો કાઢી નાખજો, નહિતર ગુજરાત પોલીસ બરાબરની હવા કાઢશે, સુરતમાં બાઈક પર પિસ્તોલ સાથે ભાઈગીરી કરતા જય- વીરુના હાલ જોઈલો

Related posts

સુરત /ઓહહ નકલી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જોજો ક્યાંક તમારા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ નકલી તો નથી ને…

Ritesh Parmar

ઉડતા ગુજરાત / ગુજરાતથી રાજસ્થાન તરફ લકઝરી બસમાં 26 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ઈસમની ધરપકડ કરતી બનાસકાંઠા SOG

Ritesh Parmar

Rajkot Suicide: હિંડોળગઢમાં પ્રેમી પંખીડાએ કોઈ અગ્મ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

Leave a Comment