Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હળવદ / નકળંગ ગુરુધામમાં ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સહીતના 10 જેટલા આગેવાનો અને નેતાઓ હતા સ્ટેજ ઉપર હાજર, જુઓ વિડીયો

હળવદ / નકળંગ ગુરુધામમાં ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સહીતના 10 જેટલા આગેવાનો અને નેતાઓ હતા સ્ટેજ ઉપર હાજર, જુઓ વિડીયો

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

હળવદ / નકળંગ ગુરુધામમાં ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સહીતના 10 જેટલા આગેવાનો અને નેતાઓ હતા સ્ટેજ ઉપર હાજર, જુઓ વિડીયો

રીતેશ પરમાર

રાજકીય કાર્યક્રમમાં ક્યારેક સ્ટેજ તૂટ્યો હોવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના હળવદમાં સામે આવી છે. હળવદમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં સ્ટેજ તૂટી પડયું હતું. આ ઘટનાને લઇ થોડીવાર માટે કાર્યક્રમમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં સદનશીબે કોઇ પણ વ્યક્તિને ઈજા થવા પામી નથી.

રિપોર્ટ અનુસાર હળવદના શક્તિનગરમાં આવેલા નકળંગ ગુરુધામમાં સમસ્ત ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ તથા નકલંક ગુરુ ધામ મંદિર પર નવનિર્મિત શૈક્ષણિક સંકુલના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો રાજ્યકક્ષાના મંત્રીઓ અને ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ વિડીયો

કાર્યક્રમમાં જ્યારે સી.આર.પાટીલ સ્ટેજ પર હતા ત્યારે સ્ટેટ નો કેટલોક ભાગ ધડામ દઈને નીચે બેસી ગયો હતો. એકાએક જ સ્ટેજ તૂટી પડયો હોવાના કારણે કાર્યક્રમમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થવા પામી નથી.

ભાજપના કાર્યક્રમમાં પીપળી ધામના મહંત વાસુદેવ બાપુ, કેન્દ્રીયમંત્રી મહેન્દ્ર મુંજપરા રાજ્યકક્ષાના કેબિનેટમંત્રી કિરીટ રાણા, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, સાંસદ મોહન કુંડારિયા અને મોરબી જિલ્લાના ભાજપ પ્રદેશ પ્રમુખ દુર્લભ દેથરિયા અને ભાજપના મહામંત્રી રણછોડ દલવાડી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રજાપતિ સમાજ હંમેશા ભાજપની સાથે જોડાયેલો સમાજ છે અને ભાજપે પ્રજાપતિ સમાજને સત્તા અને સંગઠનમાં પ્રતિનિધિત્વ કરવાનો પણ મોકો આપ્યો છે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવું પણ જણાવ્યું હતું કે, જે રીતે ખેડૂત અનદાતા છે તેમજ પ્રજાપતિ સમાજ દ્વારા બનાવવામાં આવેલા માટલામાંથી લોકો પાણી પીવે છે અને હાલની સરકાર પ્રજાપતિ સમાજના હિત માટે કાયમ અડીખમ પ્રજાપતિ સમાજની સાથે ઉભી છે.
આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના અગ્રણી અને રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સ્ટેજ તૂટ્યું હતું ત્યારે પાટીલ સહિતના 10 જેટલા આગેવાનો સ્ટેજ પર ઊભા હતા. સદનશીબે આ ઘટનામાં કોઈને પણ ઇજા થવા પામી નથી.


હળવદ / નકળંગ ગુરુધામમાં ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સહીતના 10 જેટલા આગેવાનો અને નેતાઓ હતા સ્ટેજ ઉપર હાજર, જુઓ વિડીયો

Related posts

અમરેલી / બાધા આંખડી અને અંધશ્રદ્ધાના નામે 31 નિર્દોષ પશુઓની બલી ચઢાવતા અટકાવી,જીવદયા પ્રેમીએ પોલીસને જાણ કરી દેતા શ્રધ્ધાળુઓ ભાગ્યા

Phone: 9998685264.

ઓલપાડ પોલીસે ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો : કેબલ વાયરની ચોરી કરનારા ચોરોની ધરપકડ કરી સફળતા મેળવી

Phone: 9998685264.

વડોદરા / પતિ પત્ની વચ્ચેની સામાન્ય માથાકૂટમાં વચ્ચે પડેલી સાસુની જમાઈએ હત્યાં કરી, જમાઈ પોતે પોલીસ સ્ટેશનમાં જઈ પોલીસને જાણ કરી, સાસુના માથામાં હથોડો મારી નીપજાવી હત્યાં

Phone: 9998685264.

Leave a Comment