Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

1 લી જાન્યુઆરીથી સુરતથી અમદાવાદ, ભાવનગર રાજકોટ અને અમરેલી જવા માટે હવાઈ સેવાનો પ્રારંભ, ભાડું માત્ર 1999 રૂપિયા, 9 સીટર વિમાન કરાવશે મુસાફરી

1 લી જાન્યુઆરીથી સુરતથી અમદાવાદ, ભાવનગર રાજકોટ અને અમરેલી જવા માટે હવાઈ સેવાનો પ્રારંભ, ભાડું માત્ર 1999 રૂપિયા, 9 સીટર વિમાન કરાવશે મુસાફરી

Our Visitor

013167
Total Users : 13167
Total views : 15414
Who's Online : 0

1 લી જાન્યુઆરીથી સુરતથી અમદાવાદ, ભાવનગર રાજકોટ અને અમરેલી જવા માટે હવાઈ સેવાનો પ્રારંભ, ભાડું માત્ર 1999 રૂપિયા, 9 સીટર વિમાન કરાવશે મુસાફરી

રીતેશ પરમાર

ગુજરાત સરકારે જણાવ્યું કે, કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે આગામી તા.1લી જાન્યુ.-2022એ સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રકલ્પના આરંભ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે.

આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ.તા.1 જાન્યુ.2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ 4 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.

વેન્ચુરા દ્વારા વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. 1999 ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં મેયર હેમાલીબેન બોઘાવાલા, રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ CEO ગુજસેલ સહિત લોકો ઉપસ્થિત રહેશે.


1 લી જાન્યુઆરીથી સુરતથી અમદાવાદ, ભાવનગર રાજકોટ અને અમરેલી જવા માટે હવાઈ સેવાનો પ્રારંભ, ભાડું માત્ર 1999 રૂપિયા, 9 સીટર વિમાન કરાવશે મુસાફરી

Related posts

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

Ritesh Parmar

અમદાવાદના નરોડા વિસ્તારમાં 6 મહિના અગાઉ ચોરી થયેલા બે વાહનોનો ભેદ ઉકેલી નાખતી નરોડા પોલીસ! 2 ટુ વ્હિલર અને એક વાહનચોર સાથે કુલ 1,10.000 નો મુદ્દામાલ ઝડપી પાડીને પ્રસંશનીય કામગીરી કરી

Ritesh Parmar

વાસના, સોદાબાજી અને જેહાદી સાઝિશ! વડોદરામાં માસૂમ દીકરી પર હેવાનિયત ગુજારી માતા પાસે માંગી લાખોની ‘ખંડણી’

Ritesh Parmar

Leave a Comment