Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દાહોદ / સીંગવડ તાલુકામાં સરપંચની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારની વિજય રેલી પર હારેલા ઉમેદવારના સમર્થકોના ટોળાનો પથ્થરમારો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,પોલીસે કર્યો લાઠી ચાર્જ

દાહોદ / સીંગવડ તાલુકામાં સરપંચની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારની વિજય રેલી પર હારેલા ઉમેદવારના સમર્થકોના ટોળાનો પથ્થરમારો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,પોલીસે કર્યો લાઠી ચાર્જ

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

દાહોદ / સીંગવડ તાલુકામાં સરપંચની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારની વિજય રેલી પર હારેલા ઉમેદવારના સમર્થકોના ટોળાનો પથ્થરમારો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,પોલીસે કર્યો લાઠી ચાર્જ
ઈજાગ્રસ્ત યુવાન

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

19 ડિસેમ્બરના રોજ યોજવામાં આવેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી 21 ડિસેમ્બરના રોજ થઇ હતી. મત ગણતરી બાદ ક્યાંક ખુશી તો ક્યાંક દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મત ગણતરી બાદ જીતેલા ઉમેદવારના વિજય સરઘસ પર પથ્થરમારો થયો હોવાની માહિતી સામે આવી રહી છે. આ પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિને ઈજા થવા પામી હતી.તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ દાહોદમાં મત ગણતરી બાદ પોલીસ દ્વારા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાની પણ માહિતી મળી રહી છે.

ટોળાનો પથ્થર મારો

રિપોર્ટ અનુસાર, દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પીસોઈ ગ્રામ પંચાયતની મત ગણતરી બાદ જીતેલા ઉમેદવારોનું તેના સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. વિજય સરઘસ દરમિયાન હારેલા ઉમેદવારના સમર્થકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં થોડી વાર માટે ભાગદોડ મચી જવા પામી હતી. તો પથ્થરમારાની ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેને સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ ટોળા પર કાબુ મેળવ્યો હતો.

પોલીસે કર્યો લાઠી ચાર્જ

M

આવી જ બીજી એક ઘટના દાહોદના લીમખેડામાં સામે આવી હતી. લીમખેડામાં પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, દાહોદના લીમખેડામાં જે સમયે મત ગણતરી ચાલી રહી તે સમયે મોટી સંખ્યામાં ગામ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તેથી ટોળા પર કાબુ મેળવવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પોલીસના હળવા લાઠીચાર્જને લઇને થોડી વાર માટે મત ગણતરી કેન્દ્રની બહાર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસના હળવા લાઠીચાર્જ દરમિયાન મહિલા સહિતના ટોળાઓમાં દોડધામ મચી ગઈ હતી.

મહત્ત્વની વાત છે કે, એટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા કે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. તો બીજી તરફ હારેલા ઉમેદવાર અને જીતેલા ઉમેદવારના સમર્થકોની વચ્ચે ઘર્ષણ ન થાય એટલા માટે સુરક્ષાના ભાગ રૂપે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દાહોદ / સીંગવડ તાલુકામાં સરપંચની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારની વિજય રેલી પર હારેલા ઉમેદવારના સમર્થકોના ટોળાનો પથ્થરમારો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,પોલીસે કર્યો લાઠી ચાર્જ

Related posts

અમદાવાદમાં ‘નાઈટ હાફ મેરેથોન’ને મુખ્યમંત્રીએ કરાવ્યું ફ્લેગ ઑફ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, નશામુક્તિના સંદેશા માટે શહેરના માર્ગો પર અમદાવાદીઓ દોડ્યા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસત્વ અને પોલીસની મહેનતથી સફળ થયો કાર્યક્રમ

Ritesh Parmar

જીગ્નેશ મોદીના કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની વાત અફવાહ! પાર્ટી સાથે વફાદાર છું અને રહીશ : જીગ્નેશ મોદી

Ritesh Parmar

જામનગરમા કાર ચાલક બન્યો બેકાબુ ફુલ સ્પીડમાં ઘરની દીવાલ તોડીને અંદર ઘુસાવી દીધી કાર live વિડીયો

Ritesh Parmar

Leave a Comment