Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધીનગર /કમલમ ખાતે દેખાવ કરવા ગયેલી આમ આદમી પાર્ટી ઉપર લાઠી ચાર્જ, નેતાઓ ઈજાગ્રસ્ત તો કેટલાક કાર્યકર્તાઓના માથા ફૂટ્યા, ગૃહમંત્રી એ શુ કહ્યું વાંચો

ગાંધીનગર /કમલમ ખાતે દેખાવ કરવા ગયેલી આમ આદમી પાર્ટી ઉપર લાઠી ચાર્જ, નેતાઓ ઈજાગ્રસ્ત તો કેટલાક કાર્યકર્તાઓના માથા ફૂટ્યા, ગૃહમંત્રી એ શુ કહ્યું વાંચો

Our Visitor

013163
Total Users : 13163
Total views : 15409
Who's Online : 0

ગાંધીનગર /કમલમ ખાતે દેખાવ કરવા ગયેલી આમ આદમી પાર્ટી ઉપર લાઠી ચાર્જ, નેતાઓ ઈજાગ્રસ્ત તો કેટલાક કાર્યકર્તાઓના માથા ફૂટ્યા, ગૃહમંત્રી એ શુ કહ્યું વાંચો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિતના નેતાઓ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. હેડ ક્લાર્ક પેપર લીક કાંડ બાબતે આમ આદમી પાર્ટીનો આ વિરોધ હતો. આ વિરોધ સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ વિરોધી કેટલાક નારાઓ પણ લગાવ્યા હતા.
આ વિરોધ બાદ પોલીસ જ્યારે કમલમમાં આવી ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને દોડાવી-દોડાવીને માર મારવામાં આવ્યો હતો.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાને પીઠના ભાગે ઉઝરડા પણ પડ્યા હતા. તો કોઈ કાર્યકર્તાઓને માથામાં તો કોઈને મોઢામાંથી લોહી નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. પણ આ વિરોધ બાદ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી અને કેટલાક કાર્યકર્તાઓ પર ભાજપની મહિલા કાર્યકર્તાઓની છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈશુદાન ગઢવી સહિત કેટલાક નેતાઓ દારુના નશામાં વિરોધ કરવા માટે આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે ભાજપ દ્વારા પોલીસને પણ અરજી આપવામાં આવી છે અને આ અરજીમાં છેડતી અને દારૂના નશાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીને પોલીસ દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં બ્લડ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના કમલમ પર કરવામાં આવેલા વિરોધને લઇને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો રાજનીતિના રોટલા શેકવા માટેના ધંધા કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના હિતમાં અને એક-એક પરિવારને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર તત્પર છે. તમને જણાવવા માગું છું કે, મુખ્ય 12 આરોપીમાંથી 11 લોકોને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે આ રાજનીતિના રોટલા શેકનાર નેતાઓને જાણકારી મળી કે રાજ્ય સરકાર પાસે રાજ્યમાં કાયદાના કડડમાં કડક અમલ માટે સૌથી કડકમાં કડક કલમ મોજુદ છે.અને તે કલમ આ લોકો પર સરકાર લગાડવા જઈ રહી છે ત્યારે આ લોકોથી દેખાતું નથી. ક્યાંકને ક્યાંક આપણે જાણીએ છીએ કે પેપર લીકની તપાસ ખતમ થવાની ગણતરીના કલાકોમાં જે લોકો સામે આવ્યા છે. આમાં પણ અનેક લોકો એવા છે કે જે લોકો પેપર ફોડનારના સંપર્કમાં છે. કોણ કેટલા સમયથી આ પેપર ફોડનારના સંપર્કમાં છે તેની તપાસ પણ ચાલી રહી છે.


ગાંધીનગર /કમલમ ખાતે દેખાવ કરવા ગયેલી આમ આદમી પાર્ટી ઉપર લાઠી ચાર્જ, નેતાઓ ઈજાગ્રસ્ત તો કેટલાક કાર્યકર્તાઓના માથા ફૂટ્યા, ગૃહમંત્રી એ શુ કહ્યું વાંચો

Related posts

અમદાવાદ – ભાવનગર – ધોલેરા રોડ 12 ડિસેમ્બર 2023 સુધી બંધ કરવામાં આવ્યો! એક્સપ્રેસ -વે નિર્માણ કાર્યને લઈ અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરાયો

Ritesh Parmar

રાજ્યના DGP વિકાસ સહાય જામનગરની મુલાકાતે: SP કચેરી ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી કરાયું સ્વાગત

Ritesh Parmar

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

Ritesh Parmar

Leave a Comment