Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત ઓપરેશન, પાકિસ્તાની બોટને ઝડપી પાડી 400 કરોડનો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો

ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત ઓપરેશન, પાકિસ્તાની બોટને ઝડપી પાડી 400 કરોડનો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો

Our Visitor

017768
Total Users : 17768
Total views : 20914
Who's Online : 0

ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત ઓપરેશન, પાકિસ્તાની બોટને ઝડપી પાડી 400 કરોડનો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ભારતીય તટરક્ષક દળે (ICG) 20 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાત ATSની ટીમ સાથે ઝડપથી ઓપરેશન હાથ ધરીને ભારતીય જળ સીમામાં આવેલી પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાંથી રૂપિયા 400 કરોડના બજાર મૂલ્યનો 77 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે અને બોટમાં સવાર 6 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી છે. ICGના જહાજે થીજવી દેનારા પવન વચ્ચેથી આગળ વધીને અત્યંત ઠંડીના હવામાન વચ્ચે પણ ભારતીય જળ સીમામાં 06 NM માઇલ દૂર બહાદુરીપૂર્વક પાકિસ્તાની બોટને અટકાવી હતી.

બોટ શંકાસ્પદ રીતે આગળ વધી રહી હોવાનું જહાજને જાણવા મળતા બોટને પડકારવામાં આવી હતી પરંતુ તેમણે તુરંત જ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જહાજે તાત્કાલિક ચપળતાપૂર્વક કામગીરી કરતા તેમણે શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી.

હવામાનની વિપરિત સ્થિતિ વચ્ચે પણ, બોટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી અને તે દરમિયાન હેરોઇનનો 77 કિલો જથ્થો ભરેલા 05 થેલા મળી આવ્યા હતા. આ હેરોઇનના જથ્થાનું બજાર મૂલ્ય અંદાજે રૂપિયા 400 કરોડ છે. જપ્ત કરવામાં આવેલી બોટ કરાંચી ખાતે નોંધાયેલી છે અને તમામ એજન્સી દ્વારા તેની વધુ સંયુક્ત તપાસ કરવા માટે જખૌ બંદર ખાતે લાવવામાં આવી હતી.

ત્રણ મહિનાના સમયમાં ICG અને ગુજરાત ATS દ્વારા આ ત્રીજું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ICG અને ગુજરાત ATSના તાલમેલપૂર્ણ ઓપરેશનોના કારણે કુલ રૂપિયા 550 કરોડના મૂલ્યનો કુલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.


ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત ઓપરેશન, પાકિસ્તાની બોટને ઝડપી પાડી 400 કરોડનો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો

Related posts

કલોલ / વ્યાજના દુષણનો અંત આખરે ક્યારે આવશે, વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાત કર્યો, પરિવારમાં માતમ,

Ritesh Parmar

શિવકથામાં બે ઉચ્ચ પોલીસ અધિકારી ના કાંડા પર રાખડી બાંધી સ્વદેશી રક્ષાબંધન નો કરાયો શુભારંભ

Ritesh Parmar

રાજકોટ /આરપીએફના પીઆઈને ડિગ્રેડ કરી પીએસઆઈ બનાવતા છેલ્લા દસ દિવસથી લાપતા, પત્નીએ આક્ષેપ કર્યો કે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે મારા પતિ ગુમ થયા,

Ritesh Parmar

Leave a Comment