Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દાહોદ/ SOG એ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઉપર રેડ કરી, દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 130 લિટર લીકવીડ સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, નિવૃત પોલીસકર્મીના પુત્ર અને પત્રકારની ધરપકડ

દાહોદ/ SOG એ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઉપર રેડ કરી, દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 130 લિટર લીકવીડ સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, નિવૃત પોલીસકર્મીના પુત્ર અને પત્રકારની ધરપકડ

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

દાહોદ/ SOG એ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઉપર રેડ કરી, દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 130 લિટર લીકવીડ સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, નિવૃત પોલીસકર્મીના પુત્ર અને પત્રકારની ધરપકડ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજ્યમાં દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે. દારૂબંધીના કાયદા વચ્ચે પણ ખુલ્લે આમ કેટલીક જગ્યા પર દારુનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ સામે આવે છે. તો કેટલીક જગ્યા પર સ્થાનિક પોલીસની મેળાપણીથી બુટલેગરો દારુનું વેચાણ કરતા હોવાનું પણ સ્ટેટ વિજીલન્સની રેડ દરમિયાન સામે આવે છે. તો ક્યારેક રાજ્યના પોલીસકર્મી જ દારુની સપ્લાય કરતા પકડાયા હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે.

ત્યારે દાહોદથી બે કિલોમીટર દૂર છાપરી ગામમાંથી એક દારુ બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી. પોલીસ દ્વારા આ ફેક્ટરીના નકલી દારુની બનાવટ કરતા ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને લોકોને દારુ આપવા માટે આ દારૂનો બનાવવામાં આવ્યો હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે.

રિપોર્ટ અનુસાર SP હિતેશ જોયસરને બાતમી મળી હતી કે, દાહોદ નજીક આવેલા છાપરીની એક ફેક્ટરીમાં દારૂની બનાવટ કરવામાં આવે છે. તેથી તેમને આ બાબતે SOGને રેડ કરવા માટે આદેશ આપ્યો હતો. SOGએ બાતમીના આધારે છાપરી ગામ નજીક આવેલી સાંઈ પેવર નામની ફેક્ટરીમેં દરોડો કર્યો હતો.

રેડ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, કેટલાક ઇસમો આ જગ્યા પર નકલી દારુ બનાવી રહ્યા છે. પોલીસને ઘટના સ્થળ પરથી 2500 દારુના ક્વાર્ટર, રોયલ સ્ટેગની 90 ખાલી બોટલ, સ્ટીકરની સીટ અને 44 ખાખી પૂઠા મળી આવ્યા હતા. પોલીસ દ્વારા રેડ દરમિયાન દારુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 130 લીટર લીક્વીડ સહિત કુલ 5,15,500 રૂપિયાના મુદ્દામાલને જપ્ત કર્યો છે.

રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળ પરથી શબ્બીર મોઢીયા, કલ્પેશ દરજી, અમિત પારેખ અને નીરપાલસિંહ નામના ઇસમોની પણ ધરપકડ કરી હતી. આ નીરપાલસિંહ દારુ બનાવવાનો નિષ્ણાંત હતો અને તે રાજસ્થાનના બાંસવાડાનો રહેવાસી હતી. પોલીસે આરોપી શબ્બીર મોઢીયા, અમિત પારેક અને કલ્પેશ દરજીની પૂછપરછ કરતા જમણવા મળ્યું હતું કે, તેઓ આ જગ્યા પર ભાડે રાખીને તેમાં દારૂ બનાવવાનું કામ કરતા હરતા હતા.

પોલીસને વધુમાં જાણવા મળ્યું હતું કે, શબ્બીરે પોતે પત્રકાર હોવાનું કહ્યું હતું કે તો અમિત પારેખ નામનો વ્યક્તિ નિવૃત પોલીસકર્મીનો દીકરો હતો. અમિત થોડા સિવસ પહેલા ગોધરામાં પણ દારૂની સપ્લાય કરવામાં ઝડપાયો હતો. તો કલ્પેશ દરજી અગાઉ પણ પોતાના સ્ટુડીયોમાં 2 હજારની નકલી નોટ છાપવાના ગુનામાં ઝડપાયો હતો. પોલીસને તપાસ દરમિયાના એવું પણ જાણવા મળ્યું હતું કે, આ ત્રણેય ઇસમોએ નીરપાલસિંહ નામના વ્યક્તિને દારુ બનાવવા માટે પગાર આપતા હતા.

દાહોદ/ SOG એ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઉપર રેડ કરી, દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 130 લિટર લીકવીડ સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, નિવૃત પોલીસકર્મીના પુત્ર અને પત્રકારની ધરપકડ

Related posts

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું માનવતાવાદી અભિગમ, VVIP લોકોને IPL ની ફાઈનલ મેચ જોવા માટે લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું, પણ એક વિકલાંગ બાળકની મેચ જોવાની ઈચ્છા પુરી કરવા કમિશ્નરે પોતે મદદ કરી, જોર શોરથી થઈ રહી છે પ્રશંસા

Ritesh Parmar

IPS નીરજ બડગુજર અને PI ચેતન જાદવની જુગલ જોડીની કામગીરીની યશગાથા આજે પણ યાદ કરાય છે

Ritesh Parmar

હે ભગવાન/ ગુજરાતમાં વધુ એક વિધાર્થીનું હાર્ટએટેક થી મોત, નવસારીમાં ધોરણ-12 નો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તે પહેલા જ થયું મોત

Ritesh Parmar

Leave a Comment